Gujarat Chunav 2022 Live Updates: મંગળવાર અને બુધવાર ઉમેદવારો તેમજ રાજકીય પાર્ટીઓ માટે એકદમ મહત્વના છે. બે દિવસમાં મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસો કરાશે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આંદોલનકારીઓ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે તેને સમર્થન કરીએ છીએ. હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કર્યા છે. હાર્દિક પટેલનો વિરોધ કરીશું. પાટીદાર આંદોલન સમિતિ વિરમગામમા હાર્દિક પટેલનો વિરોધ કરશે. ગોપાલ ઇટાલીયા, અલ્પેશ કથીરિયા, લલિત વસોયા, લલિત કથિરિયાને સમર્થન કરીશું. ભાજપ પાર્ટી સામે જે પણ લડશે તેને ખુલ્લું સમર્થન છે. હાર્દિક પટેલે કોઈ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે બેઠક કરી નથી પરંતુ લાલચના કારણે ભાજપમાં ગયો છે. પાસનો કોઈ ચહેરો નહિ હોય હવે પાસનું સંગઠન બનશે. ટુક સમયમાં નવી સમિતિ બનાવીશું.
Gujarat Election: ગુજરાત ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે જાણીતા ફિલ્મ અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે વલસાડમાં સભા ગજવી હતી. પરેશ રાવલે અનેક મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આંકરા પ્રહાર કર્યા હતા. તેમણે જિલ્લામાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. તેઓએ વલસાડ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલના સમર્થનમાં વલસાડના ગુંદલાવમાં એક જાહેર સભા સંબોધી હતી. પરેશ રાવલને સાંભળવા વલસાડ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પરેશ રાવલને ઉમળકાભેર લોકોએ આવકાર્યા હતા.
Gujarat Election: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે 12.30 વાગે દાહોદનાં ગરબાડા, બપોરે 2.00 વાગે ખેડાનાં ઠાસરા, બપોરે 3.30 વાગે ખેડાના કપડવંજ, રાત્રે 8.00 વાગે અમદાવાદનાં અમરાઈવાડીમાં જાહેરસભા કરશે. આ સાથે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે સવારે 11.00 વાગે દાહોદ, બપોરે 2.00 વાગે ભાવનગરમાં રોડ શો, સાંજે 5.00 વાગે વડોદરમાં પદાધિકારીઓ સાથે બેઠક અને સાંજે 7.00 વાગે વડોદરામાં જાહેર સભા કરશે.
9:52 (IST)
Gujarat Election: ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે આજે પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો આખરી દિવસ છે. આજે 89 બેઠકો પર પાંચ કલાકે સભા, રેલી, રોડ શો થકી થતો પ્રચાર બંધ થશે. હવે મતદારો માત્રને માત્ર ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરી શકશે. મંગળવાર અને બુધવાર ઉમેદવારો તેમજ રાજકીય પાર્ટીઓ માટે એકદમ મહત્વના છે. બે દિવસમાં મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસો કરાશે. નાણા સાથે ભેટસોગાદો આપવાનો પણ દોર શરૂ થશે. ખાટલા બેઠકો કરી મતદારોને તેમના તરફી મતદાન માટે મનાવવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે આજે પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો આખરી દિવસ છે. આજે 89 બેઠકો પર પાંચ કલાકે સભા, રેલી, રોડ શો થકી થતો પ્રચાર બંધ થશે. હવે મતદારો માત્રને માત્ર ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરી શકશે. મંગળવાર અને બુધવાર ઉમેદવારો તેમજ રાજકીય પાર્ટીઓ માટે એકદમ મહત્વના છે. બે દિવસમાં મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસો કરાશે. નાણા સાથે ભેટસોગાદો આપવાનો પણ દોર શરૂ થશે. ખાટલા બેઠકો કરી મતદારોને તેમના તરફી મતદાન માટે મનાવવામાં આવશે.
ગુજરાતમાં કુલ મતદારો કેટલા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.