liveLIVE NOW

Gujarat Election 2022 Live: અમદાવાદમાં નડ્ડાએ કર્યો રોડ શો, રાજનાથસિંહે કર્યો ડોર ટુ ડોર પ્રચાર

Gujarat Chunav 2022 updates:આવતીકાલે ચૂંટણી યોજાવવાની છે ત્યારે આજે મતદારોને રીઝવવા તમામ પક્ષો ખાટલા બેઠકો અને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે.

 • News18 Gujarati
 • | November 30, 2022, 15:39 IST |  Gandhinagar, India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 MONTHS AGO
  13:33 (IST)
  ગુજરાત ચૂંટણી: આવતીકાલે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મતદાન માટેની તૈયારીઓનો ધમધમાટ શરુ છે. તેવામાં પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં કુલ ત્રણ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચૂંટણી પૂર્વે ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવી હતી અને ત્રણેય વિધાનસભા બેઠકો પર CISFની ત્રણ ટુકડીઓ ઉતારવામાં આવી છે. 

  12:3 (IST)
  કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સવારે અમદાવાદનાં પારસનગરમાં ડોર ટૂ ડોર સંપર્ક કરશે. આ ઉપરાંત સવારે 11.30 વાગે અમદાવાદ ભાજપ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે અને બપોરે 3.00 વાગે બાલાશિનોરમાં જાહેરસભા કરશે. સાંજે 5.45 વાગે વડોદરામાં વૈષ્ણવ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. રાત્રે 8.00 વાગે વડોદરામાં ડોક્ટર સંમેલનમાં હાજર રહેશે. 

  11:52 (IST)
  Gujarat Election: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ અમદાવાદનાં બહેરામપુરામાં રોડ શો યોજ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ બાદ તેઓ બપોરે 1.00 વાગે નડિયાદમાં પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને બપોરે 3.00 વાગે નડિયાદમાં રોડ શો કરશે. આ ઉપરાંત રાત્રે 8.00 કલાકે અમદાવાદનાં ઘાટલોડિયામાં ડોક્ટરો સાથે સંવાદ કરશે. 

  11:31 (IST)
  વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવા જઈ રહ્યું છે. આજે મતદાન માટે તંત્ર દ્વારા ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઇવીએમ મશીન અને મતદાનના સાહિત્ય સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો એવી વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષ મળીને કુલ 35 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જોકે અત્યારે વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો ભાજપના કબજામાં છે. મતદારોને રીઝવવા પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. હવે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.આથી તંત્ર હવે મતદાન માટે એક્શન માં આવ્યું છે અને  આવતીકાલે યોજાનારા મતદાન માટે તંત્ર સજ્જ છે.

  11:3 (IST)

  ચૂંટણી અધિકારી ડી.એન.ઝાલાનાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લાના વિધાનસભા મત વિસ્તાર માટે આજે ડિસ્પેચ કરવામાં આવી રહ્યું છે. મોરબીની પોલીટેક્નિક કોલેજ ખાતે આવેલ ડિસ્પેચ સેન્ટર ખાતેથી કુલ 29 રૂટ પર રૂમ વાઈઝ રવાના કરવામાં આવ્યા હતા, જેને કુલ 299 મતદાન મથકો પર પહોંચાડવામાં આવશે. જે માટે 50 જેટ્લી બસો ગોઠવવામાં આવી છે. જેમાં EVMને એના મતદાન મથકે પહોંચાડવામાં આવશે. જે EVM બપોરે 2-3 વાગ્યા આસપાસ પોતાના મતદાન મથકોએ પહોંચશે. તેમજ પોલિંગ સ્ટાફને કોઈ પણ અગવડતા ન અનુભવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

  9:47 (IST)
  1 ડિસેમ્બર એટલે કે આવતીકાલે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંચમહાલના વેજલપુર પાસે જાહેર પ્રચાર સભા યોજાશે. કાલોલના બેઢિયા ખાતે યોજાનારી જાહેરસભામાં વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જેમાં ગોધરા વડોદરા હાઇવેનો ટ્રાફિક ડાયવર્ટ કરાશે. સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વડોદરાથી આવતા અને વડોદરા તરફ જતાં વાહનો માટે ડાયવર્ટ રૂટ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લાની આ જાહેરસભામાં એક લાખ જેટલી જનમેદની ઉમટવાની સંભાવનાઓ છે

  9:31 (IST)
  Gujarat Election: ગુજરાતનાં 19 જિલ્લામાં  89 બેઠકો પર ગુરૂવારે ચૂંટણી થવાની છે. જેને લઇને મતદાન કેન્દ્રો પર તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે EVM સહિતની સામગ્રી મતદાન કેન્દ્રો પર પહોંચશે. મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. પહેલા તબક્કાની ચૂંટણી માટે તૈયારી પૂરજોશમાં જામી છે. મતદાનને આડે એક જ દિવસ બાકી છે ત્યારે ભજિયાં પાર્ટી-તવા પાર્ટી યોજાઇ રહી છે. વિવિધ પ્રકારનાં પ્રલોભનો સાથે નાણાંની વહેંચણીઓનો દોર પણ શરૂ થાય છે. આજે મતદારોને રીઝવવા તમામ પક્ષો ખાટલા બેઠકો અને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે.

  ગાંધીનગર: આવતીકાલે, ગુરૂવારે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાતનાં 19 જિલ્લામાં 89 બેઠકો પર ચૂંટણી થવાની છે. જેને લઇને મતદાન કેન્દ્રો પર તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે EVM સહિતની સામગ્રી મતદાન કેન્દ્રો પર પહોંચશે. મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. પહેલા તબક્કાની ચૂંટણી માટે તૈયારી પૂરજોશમાં જામી છે. મતદાનને આડે એક જ દિવસ બાકી છે ત્યારે ભજિયાં પાર્ટી-તવા પાર્ટી યોજાઇ રહી છે. વિવિધ પ્રકારનાં પ્રલોભનો સાથે નાણાંની વહેંચણીઓનો દોર પણ શરૂ થાય છે. આજે મતદારોને રીઝવવા તમામ પક્ષો ખાટલા બેઠકો અને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે.

  આવતીકાલે પ્રથમ તબક્કાનાં મતદાનમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. 5 લાખ 74 હજાર 500 લોકો પ્રથમવાર મતદાન કરશે. સાથે જ મતદાનના દિવસે પેઇડ હોલિ ડેની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદાનનો અધિકાર ધરાવતા તમામને મતદાન કરવાની અપીલ કરી હતી.
  विज्ञापन
  विज्ञापन