Home /News /gandhinagar /Gujarat Election 2022: ગુજરાત પ્રદેશ ભાજપ વિધાનસભા ચૂંટણીમાં કઇ રીતે કપાઈ છે ઉમેદવારોની ટિકિટ

Gujarat Election 2022: ગુજરાત પ્રદેશ ભાજપ વિધાનસભા ચૂંટણીમાં કઇ રીતે કપાઈ છે ઉમેદવારોની ટિકિટ

Gujarat Election 2022: મુખ્યમંત્રી સહિત સમગ્ર સરકારને બદલી દેવાનો ભારતીય જનતા પાર્ટીનો આ નિર્ણય એ ખૂબ લાંબી રાજકીય દ્રષ્ટિ કોડનો નિર્ણય હતો.

Gujarat Election 2022: મુખ્યમંત્રી સહિત સમગ્ર સરકારને બદલી દેવાનો ભારતીય જનતા પાર્ટીનો આ નિર્ણય એ ખૂબ લાંબી રાજકીય દ્રષ્ટિ કોડનો નિર્ણય હતો.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષોમાં વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે અનેક નેતાઓએ દાવેદારી કરતા હોય છે. પાર્ટીના નિયમ અને અનુશાસનમાં રહી આ નેતાઓ દ્વારા દાવેદારી કરાતી હોય છે. પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં (BJP) પણ અનેક વિવિધ વિધાનસભા બેઠકો પર પોતાની દાવેદારી નોંધાવતા હોય છે. પરંતુ ખોલીને એક પણ કાર્યભાર વિધાનસભાની ટિકિટની (Election candidates) દાવેદારી કરતું નથી. કારણ કે, ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા ચૂંટણી દરમિયાન એક પદ્ધતિ રહી છે. જેમાં નિરીક્ષકોએ અલગ અલગ વિધાનસભાઓમાં જઈ સ્થાનિક કાર્યકરોને સાંભળે છે. સ્થાનિક કાર્યકરો દ્વારા આપવામાં આવતા નામ પર સર્વ સંમતિ સાધવાનો પાર્ટી કરતી હોય છે.

વિધાનસભાના નિરીક્ષકો પાસેથી જે ઉમેદવારોના નામની યાદી આવે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર મોકલવામાં આવે છે. બોર્ડમાં જે નામ આવેલા હોય છે તેની અંદરથી સ્કુટીની કરી ત્રણ ત્રણ નામની પેનલ તૈયાર કરી રાષ્ટ્રીય બોર્ડમાં મોકલવામાં આવે છે. જ્યાંથી વિધાનસભા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવે છે. આ ત્રણ નામની પેનલમાંથી જ કોઈ એક નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે. વર્તમાન ગુજરાત ભાજપની જો રાજનીતિની વાત કરવામાં આવે તો, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને હંમેશા પોતાની પ્રયોગશાળામાની છે અને તે જ કારણોસર ગુજરાતમાં અનેક રાજકીય પ્રયોગો કરવા માટે ભારતીય જનતા પાર્ટી જાણીતી છે અને તે જ પ્રયોગના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય રૂપાણી અને તેમની સમગ્ર સરકારને બદલી ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી અને તેમના નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી.

રાજપીપળામાં 'નકલી દર્દીઓ' અંગે સિવિલ સર્જને કર્યો ઘટસ્ફોટ

મુખ્યમંત્રી સહિત સમગ્ર સરકારને બદલી દેવાનો ભારતીય જનતા પાર્ટીનો આ નિર્ણય એ ખૂબ લાંબી રાજકીય દ્રષ્ટિ કોડનો નિર્ણય હતો. ભાજપના સૂત્રો જણાવી રહેલા છે કે, પાર્ટી હવે આગામી 20 વર્ષ રાજનીતિ કરી શકે અને સત્તામાં રોજ રહે તે માટે સેકન્ડ કેડરના નેતાઓને સ્થાન આપી રહેલી છે અને તે જ કારણોસર ભુપેન્દ્ર પટેલ સરકારમાં સેકન્ડ કેડરના નેતાઓને મંત્રી પદ આપવામાં આવ્યું છે. આ જ સિલસિલો હવે વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળશે.

વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાનો બનાવ્યો દમદાર પ્રોજેક્ટ

ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહેલા મંત્રીઓ ઉપરાંત ખુદ વિજય રૂપાણીએ ધારાસભાની ચૂંટણી નહીં લડે તે પ્રકારના સંકેતો પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા પણ આપી દેવામાં આવ્યા છે. એટલે કે, વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીના 112 ધારાસભ્યો છે. જેની અંદર 75 વર્ષના ઉંમરનો નિયમ સહિતના અનેક ક્રાઈટેરિયા આવો પણ આગામી દિવસોની અંદર પાર્ટી દ્વારા નક્કી કરાશે. જે અંતર્ગત 20થી 25 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાય શકે તેવી શક્યતાઓ પાર્ટી સૂત્રો જણાવી રહ્યા છે. આમ પણ 2017 હોય કે વર્ષ 2012 હોય વિધાનસભાની ચૂંટણીઓની યાદી જ્યારે જાહેર થાય છે.

ત્યારે ભારતીય જનતા પાર્ટી 20થી 25 જેટલા નવા ચહેરાઓ આપતી હોય છે અને 20થી 25 જેટલા જુના ચહેરાઓને બાકાત કરતી હોય છે. આ જ પરંપરાને વર્ષ 2022માં પણ લાગુ કરવામાં આવી શકે તેવી શક્યતાઓ પાર્ટી સુત્રો જણાવી રહેલા છે. જેની અંદર પાર્ટીના સિનિયર ધારાસભ્યો તેમજ સિનિયર મંત્રીઓના નામ આવી રહેલા છે. પાર્ટી સૂત્રો જણાવી રહેલા છે કે, ઠક્કરબાપા વિધાનસભા બેઠકના ધારાસભ્ય વલ્લભ કાકડીયા દસ્ક્રોઇ વિધાનસભા બેઠકના ધારાસભ્યો બાબુભાઈ જમનાભાઈ પટેલ જેવા અનેક ધારાસભ્યોને પાર્ટી આ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહીં આપે તો તે જ રીતે વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહેલા અનેક ચહેરાઓને પણ પાર્ટી ટિકિટ નહીં આપે તે પ્રકારનો ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનું જણાવવાનું થાય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat BJP, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन