Home /News /gandhinagar /Gujarat Election 2022: ચૂંટણી પંચે પાંચમી ડિસેમ્બર સુધી એક્ઝિટ પોલ પર લગાવી રોક, મીડિયા ગાઇડલાઇન જાહેર કરાઈ

Gujarat Election 2022: ચૂંટણી પંચે પાંચમી ડિસેમ્બર સુધી એક્ઝિટ પોલ પર લગાવી રોક, મીડિયા ગાઇડલાઇન જાહેર કરાઈ

મીડિયા ગાઇડલાઇન જાહેર કરાઈ

Media Guidelines: સામાન્ય રીતે જન માનસ પર અસર કરે તેવા કોઇપણ એક્ઝીટ પોલ કે ઓપિનિયન પોલને ચૂંટણી પંચ મતદાન માટેની અમુક સમયમર્યાદાને આધીન રહીને અટકાવતુ હોય છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
Media Guidelines: સામાન્ય રીતે જન માનસ પર અસર કરે તેવા કોઇપણ એક્ઝીટ પોલ કે ઓપિનિયન પોલને ચૂંટણી પંચ મતદાન માટેની અમુક સમયમર્યાદાને આધીન રહીને અટકાવતુ હોય છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશને લઇને મીડિયા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે 12 નવેમ્બર અને 5 ડિસેમ્બરે એક્ઝિટ પોલના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. આ આદેશનું ઉલ્લંઘન કરવુ ભારે પડી શકે છે.

ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે


ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કર્યું છે કે, તારીખ 12-11-2022 સવારે 8 વાગ્યે અને 5-12-2022માં સાંજે 5.30 વાગ્યા વચ્ચેના સમય દરમિયાન હિમાચલ પ્રદેશ ચૂંટણી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામનું પ્રકાશન અથવા પ્રચાર કરવો પ્રતિબંધિત રહેશે. આ દરમિયાન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એક્ઝિટ પોલ દ્વારા ચૂંટણી સંભવિત પરિણામ બતાવી નહી શકે. ચૂંટણી પંચે કહ્યુ, તેનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ડીસા વિધાનસભામાં જામશે ખરાખરીનો જંગ, વર્ષો પહેલા બંને ઉમેદવારોના પિતા હતા સામસામે

હિમાચલ પ્રદેશમાં કુલ 7881 મતદાન કેન્દ્ર


અત્રે નોંધવું જરૂરી છે કે, આવતીકાલે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી એક તબક્કામાં યોજાશે જ્યારે 8 ડિસેમ્બરે તેના પરિણામ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં કુલ 7881 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. હિમાચલમાં કુલ 68 વિધાનસભા બેઠક છે જેની પર 12 નવેમ્બરે મતદાન થશે.

એક્ઝિટ પોલના પ્રસારણ પર રોક લગાવી


જ્યારે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં કરાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 1 નવેમ્બરે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાશે જ્યારે 5 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ હિમાચલ પ્રદેશની સાથે જતા 8 ડિસેમ્બરે આવશે.

આ પણ વાંચો: જ્ઞાનવાપી કેસ: હિંદુ પક્ષ માટે મોટા સમાચાર, કથિત શિવલિંગની સુરક્ષા રાખવી પડશે

કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત


ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આવતીકાલથી પાંચમી ડિસેમ્બર સુધી એક્ઝિટ પોલના પ્રસારણ પર રોક લગાવી છે. પ્રતિબંધ નુ ઉલ્લંઘન કરીને પ્રસારણ કરનાર સામે આદેશના ઉલ્લંઘનના પગલાં લેવામાં આવશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Election commission, Exit polls, Gandhinagar News, Guidelines