Home /News /gandhinagar /ગાંધીનગરની પાંચ બેઠકો પર 49 ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કર્યા, ગેરહાજર રહેનાર એક ઉમેદવારને નોટિસ
ગાંધીનગરની પાંચ બેઠકો પર 49 ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કર્યા, ગેરહાજર રહેનાર એક ઉમેદવારને નોટિસ
અપક્ષ ઉમેદવારને નોટીસ
Gujarat election 2022: ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આવતીકાલે 5મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા નિમણૂક કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકો દ્વારા ત્રીજા તબક્કામાં ઉમેદવારો પાસેથી ખર્ચની વિગતો મંગાવી ચકાસણી કરવામાં આવી હતી.
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આવતીકાલે 5મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા નિમણૂક કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકો દ્વારા ત્રીજા તબક્કામાં ઉમેદવારો પાસેથી ખર્ચની વિગતો મંગાવી ચકાસણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાની પાંચેય બેઠક પરના કુલ 50 ઉમેદવારોમાંથી 49 ઉમેદવારોએ ખર્ચની વિગતો રજૂ કરી હતી. જ્યારે ખર્ચના હિસાબો રજૂ કરનાર 38-કલોલ વિધાનસભા મતવિસ્તારના અપક્ષ ઉમેદવાર કનૈયાલાલ કેશવલાલ પ્રજાપતિને નોટિસ મોકલવામાં આવી હતી.
ઉમેદવારોના ખર્ચના હિસાબની ચકાસણી
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ખર્ચ નિરીક્ષકો દ્વારા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના ઉમેદવારોને પોતાના ખર્ચ રજૂ કરવા માટે 25, 29 નવેમ્બર અને 03 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. જે અંતર્ગત 36-ગાંધીનગર ઉત્તર અને 37-માણસા દહેગામ, 35- ગાંધીનગર દક્ષિણ અને 38-કલોલના ઉમેદવારોના ખર્ચના હિસાબની ચકાસણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ઉત્તર બેઠક પર તમામ 10, ગાંધીનગર દક્ષિણ બેઠક પર તમામ 11, દહેગામ બેઠક પર તમામ 7, માણસા બેઠક પર તમામ 10, જ્યારે કલોલ બેઠક પર 12માંથી 11 ઉમેદવારોએ સંબંધિત ખર્ચ નિરીક્ષક સમક્ષ પોતાના ખર્ચના હિસાબો રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારોના ખર્ચના હિસાબોની ચકાસણી અંતર્ગત શેડો રજિસ્ટર તથા ફોલ્ડર ઓફ એવિડન્સની ચકાસણી કરવામાં આવી હતી.
ગેરહાજર ઉમેદવારને સંબંધિત ખર્ચ નિરીક્ષક દ્વારા નોટિસ
મળતી વિગતો પ્રમાણે તે અંતર્ગત ગેરહાજર રહેનારા કલોલ વિધાનસભા મતવિસ્તારના અપક્ષ ઉમેદવાર કનૈયાલાલ કેશવલાલ પ્રજાપતિ ગેરહાજર રહેતા તેમને સંબંધિત ખર્ચ નિરીક્ષક દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. કલોલ સિવાયના તમામ ઉમેદવારોએ ખર્ચ રજૂ કર્યા હતા. જ્યારે અન્ય ઉમેદવારોએ પોતાનો હિસાબ આપ્યો હતો. પરંતુ અપક્ષ ઉમેદવાર કનૈયાલાલ કેશવલાલ પ્રજાપતિ હાજર ના રહેતા તેમને નોટીસ આપવામાં આવી છે.