Home /News /gandhinagar /

ગુજરાત કૉંગ્રેસ આજે ED ઓફિસ બહાર ધરણા કરશે; ભાજપ 70 બેઠક પણ જીતી શકે તેમ નથી: જગદીશ ઠાકોર

ગુજરાત કૉંગ્રેસ આજે ED ઓફિસ બહાર ધરણા કરશે; ભાજપ 70 બેઠક પણ જીતી શકે તેમ નથી: જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોર

Congress Protest: નેશનલ હેરાલ્ડ કેસ મામલે રાહુલ ગાંધી-સોનિયા ગાંધીને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ કોંગ્રેસ આજે (સોમવારે) રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે.

ગાંધીનગર: નેશનલ હેરાલ્ડ કેસ મામલે રાહુલ ગાંધી-સોનિયા ગાંધી (Rahul Gandhi, Sonia Gandhi)ને ઇડીએ નોટિસ (ED Notice) ફટકાર્યા બાદ હવે મામલો ગરમાયો છે. આજે એટલે કે સોમવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે. જે સંદર્ભમાં રવિવારે ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા (Pawan Khera)એ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપની સરકાર ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગમે તેટલા ષડયંત્ર કરે પણ રાહુલ અને સોનિયા ગાંધી ડરશે નહી. નેશનલ હેરાલ્ડ (National Herald) સ્વતંત્રતા સંગ્રામ સાથે જાડાયેલું અખબાર છે. અંગ્રેજાએ ભારત છોડો આંદોલન સમયે આ અખબાર બંધ કરવામાં આવ્યું હતું અને ૯૦ કરોડ રૂપિયાનું દેવું આ અખબાર ઉપર થયું હતું. કોંગ્રેસે 2022થી 2012 સુધી આ અખબારને 90 કરોડ 100 હપ્તામાં ઉધાર આપ્યા હતા. પક્ષ આ રીતે ઉધાર ન આપી શકે તેવો કોઇ નિયમ નથી.

આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) પણ ભાજપની સરકાર ઉપર આક્રમક પ્રહાર કર્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આજની સ્થિતિએ ભાજપ 70થી વધારે બેઠકો જીતી શકે તેમ નથી તેવો રિપોર્ટ આવતાં જ સરકાર ફફડી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ભાજપનું 27 વર્ષથી એકચક્રીય શાસન છે, છતાં પણ ર૪ કલાક કલમ ૧૪૪ લાગુ કેમ છે? કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સોમવારે સવારે 9.30 કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એકઠા થશે અને ત્યાંથી ઈડી ઓફિસ બહાર જઈ ધરણા કરશે.

આ પણ વાંચો: સી.આર.પાટીલનો પ્રહાર, સોનિયા ગાંધી નોટિસથી ડરી ગયા

જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, મોટેરા સ્ટેડીયમનું નામ સરદાર પટેલ રાખો તેવી માંગણી સાથે બારડોલીથી કૉંગ્રેસના કાર્યકરો આવવાના હતા, તેમણે રોકવામાં આવ્યા છે. સરદાર પટેલને નમન કરવા જાય છે તો તેમણે જવા દેવામાં આવતા નથી. રાજ્યમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે છતાં પણ ૨૪ કલાક કલમ ૧૪૪ લાગુ રહે છે. પેપર ફોડવાવાળા બેરોજગારને આવવા દેવામાં આવતા નથી. એક્સ આર્મીમેનને આવવા દેવામાં આવતા નથી.
પોલીસ પરિવારો ગ્રેડ-પેને લઈ આંદોલન કરે તો પરમિશન આપવામાં આવતી નથી. ખેડૂતો આંદોલન કરે તો પરમિશન આપવામાં આવતી નથી, સરકારી કર્મચારીઓને આંદોલન માટે પરમિશન આપવામાં આવતી નથી. સરકારને ડર સતાવી રહ્યો છે, ગભરાઈ રહી છે કે ક્યાંક અમારી આબરૂ ધૂળધાણી ન થઇ જાય.

આ પણ વાંચો:  આ લોકોએ દેશની સંપત્તિ લૂટી, ક્રિમિનલ કેસને રાજકીય બનાવવાનો પ્રયાસ

'સરકાર ખોટી રીતે કેસ કરે છે'


"ભાજપની સરકાર ડરાવી રહી છે, ધમકાવી રહી છે અને અમારી સામે બોલ્યા તો જેલના સળિયા ગણવા તૈયાર રહેજો તેવી ધમકીઓ આપી રહી છે. જિજ્ઞેશ મેવાણી એક ટ્વીટ કરે તો આસામની જેલમાં મોકલી દેવામાં આવે છે. અમારા ધારાસભ્ય પૂંજાભાઈ વંશ ન માને તો કેસ કરવામાં આવે છે. ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ ન માને તો તેમની સામે કેસ કરવામાં આવે છે. ગેનીબેન ઠાકોર ન માને તો તેમની સામે કેસ કરવામા આવે છે."

ભાજપ 70થી વધુ બેઠક જીતી શકે તેમ નથી


"ભાજપવાળા 182 બેઠકો જીતવાની વાત કરે છે પણ હાલની સ્થિતિએ 70થી વધારે બેઠકો જીતી શકે તેમ નથી. આવો રિપોર્ટ આવતા ભાજપના નેતાઓ ગભરાયા છે અને તેના કારણે ફફડાટ ફેલાયો છે. આ જ કારણે તેઓ કોંગ્રેસને તોડવા મથે છે. સરકારને ડર સતાવી રહ્યો છે કે તેમની નિષ્ફળતા પ્રજા સમક્ષ આવી જશે. કોંગ્રેસને ડરાવવા ભાજપ આવા કામ કરી રહી છે, પણ તેની સામે કોંગ્રેસ રણટંકાર કરશે."
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Jagdish Thakor, Sonia Gandhi, કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી 2022, રાહુલ ગાંધી

આગામી સમાચાર