Home /News /gandhinagar /વિધાનસભામાં દેખાવ કરનાર કોંગ્રેસના ધારાસભ્યો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

વિધાનસભામાં દેખાવ કરનાર કોંગ્રેસના ધારાસભ્યો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બલવંતસિંહ રાજપૂત અને રાઘવજીભાઈ પટેલે ટેકો જાહેર કરતા વિધાનસભાના નિયમ 52 હેઠળ તમામ હાજર કોગ્રેસના ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી બહુમતીના જોરે સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર: વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ બાદ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કોંગ્રેસ દ્વારા ગૃહમાં કરવામાં આવેલા દેખાવોને લઈને તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માગણી ઉચ્ચારી હતી. જેને બલવંતસિંહ રાજપૂત અને રાઘવજીભાઈ પટેલે ટેકો જાહેર કરતા વિધાનસભાના નિયમ 52 હેઠળ તમામ હાજર કોગ્રેસના ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી બહુમતીના જોરે સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ સાશક પક્ષ, વિપક્ષ બધાએ પ્રજાના પ્રશ્નો પૂછવાના હોય છે પરંતુ કોંગ્રેસને પ્રજાની ચિંતા નથી. પહેલાથી નક્કી કરી ને આવ્યા હતા તેવી રીતે કોંગ્રસના સભ્યોએ ગૃહમાં વિરોધ કરવું, કાળા કપડાં પહેરવા, વેલમા ધસી આવવું, બેનરો સાથે દેખાવો કરવા અને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે બાદ તેમને બળજબરીથી લઈ જવા પડ્યા હતા. આખરે ગૃહને કાબુમાં લેવા અધ્યક્ષે 51 અન્વયે તેમને આજના દિવસ સુધી સસ્પેન્ડ કર્યા હતા. આ તમામ સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવે તેવી દરખાસ્ત મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મુકવામાં આવી હતી.

આ પણ વાંચો: એકના ડબલ કરવાની લાલચે ખેડૂતે 1.28 કરોડ ગુમાવ્યા

આ પ્રસ્તાવને બળવંત સિંહ રાજપૂત પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે, પૂર્વ અધ્યક્ષના નિયમ 44 હેઠળ નિર્ણય કરવામાં આવે, ગૃહમાં આ રીતે કાળા કપડાં પહેરવા યોગ્ય નથી, આયોજીત દેખાવો કર્યો છે જેથી ઋષિકેશ પટેલના ટેકાને સમર્થન આપ્યુ હતુ. આ તકે મંત્રીરાઘવજીભાઈ પટેલ પ્રશ્નોતરીનો એક કલાકનો સમય મહત્વનો છે અને જણાવેલ કે અધ્યક્ષની સૂચના બાદ પણ કોંગ્રેસના સભ્ય દ્વારા ગ્રુપમાં સતત દેખાવ અને સૂત્રોચાર કરવામાં આવ્યો હતા અધ્યક્ષ પાંચ વખત સૂચના આપી તેમ છતાંય કોંગ્રેસ પક્ષના સભ્યો વેલમાં આવીને પ્લે કાર્ડ સાથે દેખાવો કરેલ છે જે ઈરાદાપૃવક દેખાવો કરીને સભાનું અપમાન કર્યુ છે. જેથી કોંગ્રેસના સભ્યોને વિધાનસભા સત્રાંત  સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેને ટેકો આપ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં અધિકારી આપઘાત કેસમાં મોટા ખુલાસા

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ મામલે પોતાનો નિર્ણય જાહેર કર્યો તે પહેલા જણાવ્યું હતું કે, કોંગ્રેસના સભ્ય દ્વારા ગૃહમાં કાળા કપડાં પહેરીને આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે સાથે પ્લે કાર્ડ દર્શાવ્યા હતા અને પ્રશ્નોત્તરીનો સમય અત્યંત મહત્વનો હોવાથી તે સમય દરમિયાન આવા દેખાવો યોગ્ય નથી. વિધાનસભાના નિયમોના નિયમ અનુસાર લોકસભાના નિયમો અને નિર્ણયો પર વિધાનસભામાં વિરોધ કરી શકાતો નથી. વારંવાર ચેતવણી આપવા છતાં વિધાનસભાના કોંગ્રેસ પક્ષના સભ્યો ગૃહની વેલમાં આવીને ભારે વિરોધ કર્યો હતો.

કલમ 51 હેઠળ તેમને ગૃહમાં એક દિવસ માટે સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. પરતું કલમ 52 હેઠળ સંસદીય મંત્રી દરખાસ્ત મૂકી અને મંત્રી બળવંત સિંહ અને રાઘવજી પટેલ ટેકો આપ્યો છે અને વિધાનસભા કલમ હેઠળ કોંગ્રેસના તમામ સભ્યોને સત્ર સમાપ્ત થાય ત્યા સુધી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત વિધાનસભામાં મતદાન માટે મૂકવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં સાશક પક્ષે બહુમતીના જોરે કોંગ્રેસના સભ્યને ગૃહમાંથી સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામા આવ્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gandhinagar News, Gujarat News