Home /News /gandhinagar /Rahul Gandhi: રાહુલ ગાંધી મુદ્દે ગુજરાત કોંગ્રેસે કાળા કપડાં પહેરીને કર્યું વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ

Rahul Gandhi: રાહુલ ગાંધી મુદ્દે ગુજરાત કોંગ્રેસે કાળા કપડાં પહેરીને કર્યું વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ

કોંગ્રેસ દ્વારા ગૃહમાં વિરોધ

Gujarat Congress protest: વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગર: રાહુલ ગાંધી સાંસદમાંથી પૂર્વ સાંસદ થઈ જતા ગુજરાત કોંગ્રેસમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. માનહાની કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકાર્યા બાદ લોકસભા સચિવાલયે તેમની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરી નાંખી છે. રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ પણ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કાળા કપડાં પહેરીને વિરોધ


આજે ગુજરાત વિધાનસભામાં અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યુ છે. વિધાનસભાનાં પ્રવેશ દ્વાર પર જ બેસીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે દિલ્હીમાં પણ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યાં પણ કોંગ્રેસ નેતાઓએ કાળા કપડાં પહેરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

'અદાણીની સેલ કંપનીમાં વીસ હજાર કરોડનું રોકાણ ક્યાંથી આવ્યું?'


અમિત ચાવડાએ આ વિરોધ અંગે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, આઝાદી પહેલા 13મી માર્ચે અંગ્રેજોએ આપણા ભગતસિંહ અને અન્ય લોકોને સજા ફરમાવી હતી. ત્યારે આ 23મી માર્ચે આ નવા અંગ્રેજોના શાષનમાં એક ગાંધીને સજા ફરમાવવામાં આવી છે. ખોટી રીતે કેસ ઉભા કરીને નિયમનું ઉલ્લંઘન કરીને કાર્યવાહી થઇ છે અને તરત સભ્યપદ રદ કરવા પાછળ એક કારણ હતુ. જેમાં દેશની જનતા જાણવા માંગતી હતી કે, અદાણીની સેલ કંપનીમાં વીસ હજાર કરોડનું રોકાણ ક્યાંથી આવ્યું? આ રોકાણ કોનું હતુ કે આમાં ભાજપનાં મોટા નેતાઓનાં રૂપિયા તો નથીને તે દેશની જનતને જાણવું હતુ. રાહુલ ગાંધીને પાર્લામેન્ટમાં બોલતા બંધ કરવામાં આવ્યા. તેમના પ્રવચનો રદ કરવામાં આવ્યા.

આ પણ વાંચો: રાજકોટમાં અધિકારી આપઘાત કેસમાં મોટા ખુલાસા

તમામ ધારાસભ્યો સસ્પેન્ડ


જોકે, વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજની વિધાનસભા કાર્યવાહીમાંથી તમામ કોંગ્રેસનાં ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે. ગૃહમાં ઉગ્ર વિરોધને પગલે કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોને વેલમાંથી પણ દૂર કરાયા છે. આ સાથે વિધાનસભાનાં અધ્યક્ષે ગૃહનો સમય ન બગાડવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં ધૂણતા-ધૂણતા ભૂવાનું મોત


ગુજરાતભરમાં કરાયું હતુ વિરોધ પ્રદર્શન


રવિવારે પણ આ મુદ્દે અમદાવાદ, સુરત, જૂનાગઢ, સોમનાથ સહિતના શહેરોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. ક્યાંક પૂતળા બાળવામાં આવ્યા હતા તો ક્યાંક ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં યુથ કોગ્રેસ દ્વારા મેમ્કો ચાર રસ્તા પાસે દેખાવો પણ કરવામાં આવ્યા હતાં. યુથ કોંગ્રેસના સભ્યો દ્વારા મેક્મો ચાર રસ્તા પર ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. મેમ્કો ચાર રસ્તા પાસે બસ રોકીને ટ્રાફિક જામ પણ કરવામાં આવ્યો હતો.
First published:

Tags: Gandhinagar News, Gujarat News, ગુજરાત કોંગ્રેસ, રાહુલ ગાંધી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો