Home /News /gandhinagar /Gujarat Election: વિધાનસભામાં વિરોધ કરતા એક દિવસ માટે કોંગ્રેસના વેલમાં આવેલા ધારાસભ્યો થયા સસ્પેન્ડ

Gujarat Election: વિધાનસભામાં વિરોધ કરતા એક દિવસ માટે કોંગ્રેસના વેલમાં આવેલા ધારાસભ્યો થયા સસ્પેન્ડ

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો. સત્ર ચાલુ થાય તે પહેલાં જ હોબાળો મચી ગયો છે. ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઉભા થયા.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો. સત્ર ચાલુ થાય તે પહેલાં જ હોબાળો મચી ગયો છે. ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઉભા થયા.

    ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બે દિવસનું ચોમાનું સત્ર રાખવામાં આવ્યું છે. જેમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં આવતા પહેલા જ વિરોધ શરૂ કરી દીધો હતો. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં જઇને પણ વેલમાં આવીને વિરોધ કર્યો હતો. જેના કારણે વેલમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    'લોકશાહીનું હનન કોંગ્રેસ કરી રહ્યું છે'


    વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને વિનંતી કરતા કહ્યુ કે, ગૃહમાં સતત નારેબાજી અને પ્લે કાર્ડ સાથે નારેબાજી ચાલુ ન રાખશો. ગૃહની ગરિમા જાળવી, ગૃહનું કાર્યવાહી આગળ ચાલવા દો. તમે સિનિયર સભ્યો છો અને લોકોનું પ્રતિનિધિત્વ કરો છો. તમે લોકશાહીના નિયમ હેઠળ રજુઆત કરી શકો છો. ગૃહની અંદર દેખાવો અને ઘરણા કરવા યોગ્ય નથી. કોંગ્રેસના હોબાળા બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ અપીલ કરતા જણાવ્યુ હતુ કે, સભ્યોને વિનંતિ કે ટૂંકી મુદતના પ્રશ્ન પર ચર્ચા કરો. સમયનો ઉપયોગ કરો. બંધારણ હેઠળ ચર્ચા કરો. લોકશાહીનું હનન કોંગ્રેસ કરી રહ્યું છે.

    માજી સૈનિકો અને એસટી કર્મીઓનું આંદોલન પૂર્ણ

    'લાખો કર્મચારીઓ રોડ પર આવવા મજબૂર'


    કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રશ્નો કરતા જણાવ્યુ કે, લોકોના પ્રશ્નોની ચર્ચા કરવાથી ભાગે છે. રાજ્યના 15 લાખથી વધુ કર્મચારીઓ રોડ પર આવી ગયા છે. તેમના પ્રશ્નોની ચર્ચા કરવાની કોંગ્રેસે માંગ કરી તો તેના માટે સમય નથી આપવો. ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો તેમને નથી સાંભળવા.



    ટૂંકી મુદતના પ્રશ્નોથી સત્રની શરૂઆત. નેતા વિપક્ષ સુખરામ રાઠવા બોલવા ઉભા થયા. અડધા કલાકની ચર્ચા માટે સમય આપવા રજુઆત કરી હતી. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભામા ઉભા થયા. હાથમાં પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો. સત્ર ચાલુ થાય તે પહેલાં જ હોબાળો મચી ગયો છે. ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઉભા થયા. મેજ તરફ નારાઓ લગાવવાતા આવ્યા. સરકારી કર્મચારીઓ ને ન્યાય આપો ના નારાઓ લગાવ્યા. ગૃહમાં કોંગ્રેસે વિરોધ નોંધાવીને હોબાળો નોંધાવ્યો છે. વિવિધ પ્રશ્નો અને માંગણીઓ ને લઈને વિરોધ. સરકારી કર્મચારી, આંદોલનકારીઓને ન્યાય આપવાના નારાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરાયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Elections, Gujarat Politics, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन