Home /News /gandhinagar /Exclusive update: ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે થશે ગંઠબંધન, બુધવારે કરશે સત્તાવાર જાહેરાત

Exclusive update: ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે થશે ગંઠબંધન, બુધવારે કરશે સત્તાવાર જાહેરાત

સત્તાવાર રીતે આવતી કાલે કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરશે.

Gujarat Election 2022: રાષ્ટ્રીય કક્ષાએ શરદ પવાર અને સોનિયા ગાંધીના સંબંધના પગલે ગુજરાતમા પણ ગંઠબંધન શક્ય થશે.

ગાંધીનગનર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પડઘમ વાગી ગયા છે. રાજકીય પક્ષો ગુજરાતમાં ચૂંટણી લડવા સક્રિય થઇ છે. ભાજપ અને કોંગ્રેસ બાદ હવે એનસીપી પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા જોર લગાવી રહી છે.  ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગંઠબંધન ચર્ચાઓ ચાલી રહી છે. ૨૦૨૨ ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપી બન્ને ગંઠબંધનથી ચૂંટણી લડશે. સત્તાવાર રીતે આવતી કાલે કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરશે.

ન્યુઝ૧૮ ગુજરાતીના Exclusive અહેવાલ પર વિધાનસભા કોંગ્રેસ પક્ષ ઉપનેતા શૈલેષ પરમારે મ્હોર મારતા ખાસ વાતચીત કરતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ સાથે બેઠક દોર ચાલી રહ્યો છે. ભૂતકાળમાં પણ એનસીપી સાથે કોંગ્રેસનું ગંઠબંધન થયું છે. યુપીએ સરકાર હોય કે, પછી મહારાષ્ટ્ર સરકારમાં પણ કોંગ્રેસ અને એનસીપી સાથે ગંઠબંધન થયું હતું. વર્ષોથી કોંગ્રેસ પક્ષ અને એનસીપીના સાથે ગંઠબંધન રહ્યા છે.

બુધવારે વિધાનસભાને ઘેરવા કર્મચારી મહામંડળ તૈયાર

વધુમાં પરમારે જણાવ્યુ હતું કે, કેટલી બેઠક પર ચૂંટણી એનસીપી લડશે તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. એનસીપી તરફથી ભલે ૧૦ બેઠક માગવામા આવી હોય  પરંતુ ભવિષ્યમાં મોવડી મંડળ નક્કી કરશે કે કેટલી બેઠક એનસીપીને આપવી. હાલ બેઠક લઇ કોઇ ચર્ચા થઇ નથી. માત્ર ગંઠબંધન પર ચર્ચા થઇ છે. ભુતકાળમા એનસીપીના ધારાસભ્યો દ્વારા રાજ્યસભાની બે ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. પરંતુ તે ક્રોસ વોટિંગ વ્યક્તિગત હોઇ શકે છે.

પીએમ મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે : નમો કિસાન પંચાયતમાં જે. પી. નડ્ડા

પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ શરદ પવાર અને સોનિયા ગાંધીના સંબંધના પગલે ગુજરાતમા પણ ગંઠબંધન શક્ય થશે. નોંધનીય છે કે, ભુતકાળમાં એનસીપી દ્વારા રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાયું હતું. ૨૦૧૭ ચૂંટણી કોંગ્રેસ પક્ષે છેલી ઘડીએ ગંઠબંધન તોડ્યું હતું. અહેમદ પટેલ અને ભરતસિંહ સોલંકી રાજ્યસભા ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ કરાયું હતું. ત્યારે ફરી એકવાર ૨૦૨૨ ગંઠબંધન થાય છે તો શું પરિણામ આવે છે તે જોવાનું રહે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन