liveLIVE NOW

Gujarat CM Oath Ceremony LIVE Updates: ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદે તથા 16 પ્રધાનોએ લીધા શપથ

Gujarat CM Bhupendra Patel Oath-Taking Ceremony Live Updates: સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં બપોરે 2.00 વાગે શપથવિધિ સમારોહ યોજાશે. ત્યારે માહિતી મળી રહી છે કે, સીએમ સહિત 17 ધારાસભ્યો શપથ લઇ શકે છે.

  • News18 Gujarati
  • | December 12, 2022, 14:51 IST |  Gandhinagar, India
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 MONTHS AGO
    14:30 (IST)

    રાજ્યકક્ષાનાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ બાદ ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતી, પ્રફુલ પાનસેરીયાએ લીધા શપથ.

    14:24 (IST)
    કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ બાદ જગદીશ પંચાલ અને હર્ષ સંઘવીને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યકક્ષાનાં પરશોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલે પણ શપથ લીધા છે.

    14:19 (IST)

    કેબિનેટ કક્ષાનાં બળવંતસિંહ રાજપૂત, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ બાદ કુબેર ડિંડોર, મુળુ બેરા, કુંવરજી બાળિયા, ભાનુબેન બાબરિયાએ પણ લીધા શપથ.

    14:10 (IST)
    મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ બાદ કેબિનેટ કક્ષાનાં પ્રધાનો બળવંતસિંહ રાજપૂત, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલે પણ શપથ લીધા છે.

    14:8 (IST)
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતનાં 18માં મુખ્યમંત્રી પદનાં શપથ લીધા. સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારોહ યોજાયા છે.


    14:0 (IST)
    આ શપથવિધિ સમારોહમાં નામાંકિત કલાકારોની સાથે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા છે.


    13:57 (IST)
    ભુપેન્દ્ર પટેલનો પરિવાર પણ આ શપથવિધિમાં આવ્યો છે. નવી સરકારનાં શપથવિધિ કાર્યક્રમમાં મોટો મોટા દિગ્ગજોની સાથે સાધુસંતો પણ આવી પહોંચ્યા છે.


    13:41 (IST)
    મંત્રી મંડળના 17 સભ્યો પૈકી 4 પાટીદાર, 3 કડવા પાટીદાર, 1 લેઉઆ પાટીદાર મંત્રી, 7 OBC, 2 ST, 1 SC  મંત્રી, મંત્રીમંડળમાં 1 ક્ષત્રિય સમાજના મંત્રી, 1 જૈન, 1 અનાવિલ બ્રાહ્મણ સમાજના મંત્રીનો સમાવેશ થઇ શકે છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના 5-5 MLA,મધ્ય ગુજરાતના 2 MLAનો સમાવેશ થઇ શકે છે. જિલ્લાની વાત કરીએ તો મંત્રીમંડળમાં સૌથી વધુ સુરતના જિલ્લાના 4 MLA, અમદાવાદ, રાજકોટ જિલ્લાના 2-2 MLAનો સમાવેશ થઇ શકે છે. નોંધનીય છે કે, જૂની સરકારમાં 25 ધારાસભ્યો હતા. 25 પૈકી 7 MLA નવી સરકારમાં ફરી મંત્રી બન્યા છે. નવી સરકારમાં 18 જૂના મંત્રીઓ પડતા મુકાયા છે. રૂપાણી સરકારના 3 મંત્રીઓનો નવી સરકારમાં સમાવેશ થયો છે. નવી સરકારમાં એક માત્ર મહિલા સભ્યનો સમાવેશ થયો છે. કોંગ્રેસ છોડી આવેલા 4નો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે.

    13:33 (IST)
    નવી સરકારના મંત્રી મંડળ અંગે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ મોટો ખુલાસો કર્યો છે. વીડિયોમાં જુઓ શું કહે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત સરકારનું આ વખતનું મંત્રીમંડળ સૌથી નાનું હોય શકે છે.

    12:53 (IST)
    સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત સરકારનું આ વખતનું મંત્રીમંડળ સૌથી નાનું હોય શકે છે. CM સહિત 17 નેતાઓ મંત્રી પદે શપથ લેશે. જેમાં  8 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રી હોઈ શકે છે. સાંજે પાંચ વાગ્યાની આસપાસ મંત્રીઓને ખાતાની ફાળવળી પણ કરી દેવામાં આવશે. આજે સાંજે જ કેબિનેટની પહેલી બેઠક મળશે.

    ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે, સોમવારે (12 ડિસેમ્બર, 2022) ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં બપોરે 2.00 વાગે શપથવિધિ સમારોહ યોજાશે. ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 22થી 25 મંત્રીઓ હોઈ શકે છે. જોકે, રાતે કેટલાક ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન પણ આવ્યો હતો. શપથવિધિ પહેલા મુખ્યમંત્રીનાં નિવાસ સ્થાને 'ચાય પે ચર્ચા' થશે. મંત્રી પદે શપથ લેનારા ધારાસભ્યો સાથે એક બેઠક કરવાનાં સમાચાર મળી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થઇ શકે છે. આ બેઠક સવારે 10 વાગે શપથ લેનારા મુખ્યમંત્રીના ઘરે પહોંચશે.

    આ ધારાસભ્યોને આવ્યા ફોન


    રવિવારની રાત્રે કેટલાક MLAને મંત્રીપદ માટે ફોન આવ્યો હતો. જેમાં ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, જગદીશ પંચાલને ફોન આવ્યો હતો. આ ઉપરાંત બચુભાઈ ખાબડ, કુબેર ડિંડોર, પરુષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, મુળુભાઈ બેરા, ભીખુસિંહ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી બાવળિયાને મંત્રી પદ માટે રાત્રે ફોન આવ્યો હતો.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો