Home /News /gandhinagar /Bhupendra Patel cabinet: મુખ્યમંત્રી તો બદલાયા પરંતુ હવે તેમના મંત્રીઓ કોણ? કોણ રહેશે અને કોણ કપાશે? જાણો સંભવિત યાદી

Bhupendra Patel cabinet: મુખ્યમંત્રી તો બદલાયા પરંતુ હવે તેમના મંત્રીઓ કોણ? કોણ રહેશે અને કોણ કપાશે? જાણો સંભવિત યાદી

ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

Bhupendra Patel cabinet: સૂત્રનું માનીયે તો ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની કેબિનેટમાં યુવાનો અને મહિલાઓને વધારે પ્રતિનિધિત્વ મળી શકે છે. રૂપાણી (Vijay Rupani) સરકારમાં કામ કરી ચૂકેલા મંત્રીઓ પૈકી 40% ટકાને જ ફરીથી કામ કરવાની તક મળશે.

વધુ જુઓ ...
ગાંધીનગર: ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્જ (Bhupendra Patel) સંભાળ્યા પછી કેન્દ્રીય નિરીક્ષકો અને પ્રદેશના ટોચના નેતાઓ નવી કેબિનેટની રચનામાં વ્યસ્ત બન્યાં છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ની હાજરીમાં સરકારમાં હાલના કયા સભ્યોને પડતા મૂકવાનાછે અને કયા નવા ચહેરાઓને સ્થાન આપવાનું છે તેની પ્રાથમિક ચર્ચા પૂર્ણ થઇ છે. ટૂંક સમયમાં એટલે કે કમુરતા શરુ થાય એ પહેલા એટલે કે 16 મી સપ્ટેમ્બર સુધીમાં કેબિનેટના સભ્યોની શપથવિધિ પણ યોજાશે. સાઉથ સ્ટેટસમાં લાંબા સમય સુધી કાર્યરત એવા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ (B L Santosh)નો ગુજરાતની કેબિનેટ (Gujarat new Cabinet)ની રચનામાં મહત્ત્વનો રોલ રહેશે તેવું ચર્ચાઇ રહ્યું છે.

સૂત્રનું માનીયે તો ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં યુવાનો અને મહિલાઓને વધારે પ્રતિનિધિત્વ મળી શકે છે. રૂપાણી સરકારમાં કામ કરી ચૂકેલા મંત્રીઓ પૈકી 40% ટકાને જ ફરીથી કામ કરવાની તક મળશે, બાકીના 60%ને પડતા મૂકવામાં આવે તેવી સંભાવના રહેલી છે. આ રીતે 60% નવોદિત ચહેરા સાથે આ વખતે રુપાણી કરતા ભૂપેન્દ્ર પટેલની કેબિનેટનુ કદ 23થી વધીને 27 સુધી વિસ્તરશે તેવું મનાઇ રહ્યું છે.

ગત સરકારમાં સીએમ અને ડે. સીએમ જેવા બે હોદ્દાઓ હતા, પરંતુ સીએમના નામ ઘોષણાના દિવસે જ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સી. આર. પાટીલે (C.R.Patil) સ્પષ્ટ કર્યું હતું કે, અમે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા અંગે કોઇ ચર્ચા કરી નથી. તેથી હવે નીતિનભાઇની આગામી પોલિટિકલ કારકિર્દી મુદ્દે પ્રશ્નાર્થ છે. ડે. સીએમ પદ છોડીને નીતિન પટેલ (Nitin Patel)ને કેબિનેટ મંત્રીનું પદ ઑફર કરવામાં આવે તો તેઓ સ્વીકારશે કે કેમ તેમાં શંકા છે.

C R Patil with Bhupendra Patel
ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવતા સી.આર.પાટીલ.


ગત સરકારમાં નબળી કામગીરી કરી હોય, છબી ખરડાયેલી હોય તેવા મંત્રીઓ પડતા મૂકાવાના અણસાર છે. આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat vidhansabha election 2022)માં ઉત્તમ દેખાવ કરી શકે અને સંગઠન સાથે તાલમેલથી કામ કરી શકે તેવા નવા ચહેરા કેબિનેટમાં સમાવિષ્ટ કરવાનો પ્રયાસ પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ કરે તેવું દેખાઇ રહ્યું છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે નવી કેબિનેટમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલનો હાથ ઉપર રહેશે.

આ પૂર્વ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શકે

1) નીતિન પટેલ
2) પ્રદીપસિંહ જાડેજા
3) આર.સી. ફળદુ
4) ગણપત વસાવા
5) દિલીપ ઠાકોર
6) રમણ પાટકર
7) જયદ્રથસિંહ પરમાર
8) ઇશ્વર પટેલ

આ નામ પર ચર્ચા

1) ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
2) કૌશિક પટેલ
3) જવાહર ચાવડા

આ પણ વાંચો: ગુજરાત સરકારના મંત્રીમંડળની 16મી તારીખે યોજાશે શપથવિધિ, ધરખમ ફેરફારના એંધાણ

કોને પડવા મૂકવામાં આવી શકે

1) ઇશ્વર પરમાર
2) કુંવરજી બાવળિયા
3) બચુભાઇ ખાબડ
4) વાસણ આહિર
5) કિશોર કાનાણી
6) યોગેશ પટેલ
7) વિભાવરી દવે
8) પુરૂષોત્તમ સોલંકી

કયા નવા ચહેરા આવી શકે?

1) મનીષા વકીલ
2) સંગીતા પાટીલ
3) અરવિંદ રૈયાણી અથવા ગોવિંદ પટેલ
4) હર્ષ સંઘવી
5) અજમલજી ઠાકોર
6) ગજેન્દ્ર પરમાર
7) આત્મારામ પરમાર
8) દુષ્યંત પટેલ
9) ઋષિકેશ પટેલ
10) કિરીટસિંહ રાણા
11) જીતુ ચૌધરી
12) મોહન ડોડીયા

ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
First published:

Tags: Bhupendra Patel, ગુજરાત, સરકાર, સીએમ

विज्ञापन