Home /News /gandhinagar /ગુજરાતના CM અને પાટીદારો વચ્ચે આજની બેઠક થઇ રદ, બિન અનામત આયોગ સહિતના આ 25 મુદ્દે થવાની હતી ચર્ચા
ગુજરાતના CM અને પાટીદારો વચ્ચે આજની બેઠક થઇ રદ, બિન અનામત આયોગ સહિતના આ 25 મુદ્દે થવાની હતી ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Gujarat latest News: આજની બેઠકમાં શિક્ષણ વિભાગમાં સમાવેશ કરવામાં આવેલી તમામ સહાયની રકમમાં વધારો કરવા અંગે ચર્ચા થવાની હતી. આ માટે આયોગને વધારાના 500 કરોડની ગ્રાન્ટ આપવા રજૂઆત કરવાની હતી.
ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની (Gujarat CM Bhupendra Patel) સાથે બિન અનામત આયોગ સહિત 25 મુદ્દે પાટીદાર (Patidar power) સમાજની આજે મહત્વની બેઠક ગાંધીનગર (Gandhinagar) ખાતે મળનાર હતી. તે છેલ્લી ઘડીએ મુખ્યમંત્રીનું શેડયુલ અચાનક બદલાવાને કારણે રદ થઇ છે.
આજની બેઠકમાં શિક્ષણ વિભાગમાં સમાવેશ કરવામાં આવેલી તમામ સહાયની રકમમાં વધારો કરવા અંગે ચર્ચા થવાની હતી. આ માટે આયોગને વધારાના 500 કરોડની ગ્રાન્ટ આપવા રજૂઆત કરવાની હતી. આ ઉપરાંત પાટીદારો સામે આંદોલન વેળાએ થયેલા કેસ પરત ખેંચવાને લઈને પણ રજૂઆત કરવાની હતી.
બિન અનામત આયોગ અને નિગમ તેમજ સમાજના પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દા સાથે 15 જૂને પાટીદાર સમાજની એક બેઠક એસજી હાઈવે પાસે આવેલા જાસપુરના વિશ્વ ઉમિયાધામમાં યોજાઇ હતી. આ બેઠકના મુદ્દા બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે પાટીદાર અગ્રણીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં બિનઅનામત આયોગ અને નિગમમાં જનરલ કેટેગરીને જે અન્યાય થયો છે તેની રજૂઆત કરવામા આવનાર હતી.
આ બેઠકમાં જાસપુર વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશન સુરત સમસ્ત પાટીદાર સમાજ સિદ્ધસર ઉમિયા મંદિર ટ્રસ્ટ ખોડલધામ ટ્રસ્ટ અડાલજ અન્નપૂર્ણા ધામ ઊંજાનું ઉમિયા માતા સંસ્થાન અને અમદાવાદના ધરતી વિકાસ મંડળના આગેવાનો આ બેઠકમાં ભાગ લઈને મુખ્યમંત્રી સમક્ષ 25 મુદ્દા પર પરામર્શ કરશે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 10% ઓબીસી અનામત વિના 3,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના દિનેશ બાંભણિયાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈડબલ્યુએસ માટે ખાસ અનામત રાખવાની માંગ કરી છે. આ માટે તેમને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પણ લખીને માંગણી કરી છે.
" isDesktop="true" id="1226199" >
આ મામલે પાસના કન્વીર દિનેશ બાંભણિયાએ પત્રમાં જણાવ્યું છે કે, 2019માં સરકારે બંધારણીય રીતે બીનઅનામત વર્ગને દરજ્જો આપ્યો છે. જેમાં 10% ઇડબલ્યુએસ અનામત મુજબ વસ્તી આધારિત અને અન્ય માપદંડ ધ્યાન રાખીને અનામત આપવામાં આવે તો ચૂંટણીમાં બિન અનામત સમાજને પણ અનામતનો લાભ મળી શકે તેમ છે.