ગાંધીનગર: આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાતનાં સાંસદો આજે દિલ્હી જશે. પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં મુખ્યમંત્રી પટેલ અને સાંસદો સાથે સાંજે 6.30 કલાકે બેઠક કરશે. આપને જણાવીએ કે, સંસદ સત્ર દરમિયાન પીએમ અલગ અલગ રાજ્યોનાં સાંસદોને મળીને બેઠક કરી રહ્યા છે.
પાટીલ પણ બેઠકમાં જોડાશે
સીએમ પટેલ અને સાંસદો સાથે સંગઠન મહામંત્રી રત્નાકર અને સીઆર પાટીલ પણ જોડાવવાના છે. માનવામાં આવી રહ્યુ છે કે, આ બેઠકમાં ગુજરાત વિશે મહત્વની ચર્ચા થઇ શકે છે. ગરવી ગુજરાત ભવનમાં સાંસદોની બેઠક બાદ તમામ સાંસદોને PM નિવાસ્થાને પહોંચવા સૂચના આપાવામાં આવી છે. લોકસભા ચૂંટણી અંગે ગુજરાતની 26 બેઠકો માટે વડાપ્રધાન પ્રથમ બેઠક કરવા જઇ રહ્યા છે. આ બેઠક સાંજે 6.30 કલાકે યોજાવવાની છે.
નોંધનીય છે કે, વિધાનસભા સત્રનો આજે નવમો દિવસ છે. આજે સવારે 9.00 વાગે આ સત્ર શરુ થયુ છે. આ સત્રમાં તારાંકિત પ્રશ્નોત્તરીથી સત્રની શરુઆત થશે. જેમા કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પર ચર્ચા થશે. તાજેતરમાં પોરબંદરના દરિયામાં વન વિભાગના જોયુલ-૧માં ડોલ્ફીન અને શાર્દ માછલીઓ મોટીમાત્રામાં વસવાટ કરે છે ત્યારે રાજ્ય બહારની શિકારી ગેંગ દ્વારા પોરબંદરના મધદરિયામાં ડોલ્ફીન અને શાર્ક માછલીઓની શિકારની ઘટના સામે આવતાં વન્યજીવ પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી છે.
તે દૂર કરવા તથા ડોલ્ફીન અને શાર્ક માછલીઓને બચાવવા સરકારે લીધેલાં કે લેવા ધારેલાં પગલા અને માગણીઓ પર ચર્ચા અને મતદાન થશે.