Home /News /gandhinagar /ભાજપના દિગ્ગજ નેતાનો પક્ષ પલટું પૂર્વ MLAને ટોણો, 'ગત ચૂંટણીમાં ભાજપની મદદથી જ જીત્યા હતા'

ભાજપના દિગ્ગજ નેતાનો પક્ષ પલટું પૂર્વ MLAને ટોણો, 'ગત ચૂંટણીમાં ભાજપની મદદથી જ જીત્યા હતા'

પ્રતિકાત્મક તસવીર

પૂર્વ ધારાસભ્યએ કહ્યુ કે, હું વર્ષોથી આ વિસ્તારમાં સક્રિય છું. લગભગ બધાના પરિચયમાં છું. આ જ સમયે ભાજપમાં એ દિગ્ગજ નેતાએ ટોણો માર્યો હતો કે, હા ભાઈ. ગત ચૂંટણીમાં તમે ભાજપની મદદથી જીત્યા હતા.

ગાંધીનગર : રાજ્યમાં 8 બેઠક (Bypoll) પર પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ (BJP)ને આંતરિક વિરોધનો સામનો કરવો પડી શકે છે. ગત પેટા ચૂંટણીમાં રાધનપુર સીટ (Radhanpur Seat) જે રીતે આંતરિક વિવાદના કારણે ભાજપે ગુમાવી હતી, એવી સ્થિતિનો સામનો આ વખતે ભાજપને કેટલીક સીટ પર પણ કરવો પડી શકે છે. કારણ કે કેટલીક સીટ પર અત્યારથી જ કૉંગી ધારાસભ્યો ભાજપમાં આવતા કલેહ શરૂ થઈ ગયો છે.

થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રની એક બેઠક પર શુભેચ્છા બેઠક યોજાઇ હતી. આ દરમિયાન કૉંગી નેતા કે જેઓ પક્ષ પલટો કરી ભાજપમાં આવ્યા છે તેમને ભાજપમાં એક નેતાનો ટોણો સાંભળવો પડ્યો હતો. બપોરના સમયે બેઠક યોજાઇ હતી એ દરમિયાન એ વિસ્તારના મોરચાના હોદ્દેદારો જિલ્લામાં મોટા નેતાઓ હાજર હતા. પૂર્વ કૉંગી ધારાસભ્યને એ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સુરત : કોરોનાની સારવાર માટેના ઈન્જેક્શનની અછત હોવા મામલે સાંસદે આરોગ્ય કમિશનરને લખ્યો પત્ર

પ્રાથમિક મુલાકાત બાદ પૂર્વ કૉંગી નેતાએ કહ્યુ હતુ કે, 2017ની ચૂંટણીમાં આપણે સામ સામે હતા. હવે એક જ પક્ષમાં છીએ. આથી જૂની બાબતો ભૂલી જઈએ. ત્યાર બાદ ભાજપના નેતાએ કહ્યુ હતુ કે ભાજપના જિલ્લાના મુખ્ય હોદ્દેદારોના મોબાઈલ નંબરની આપ લે કરી લો. આ સમયે પૂર્વ ધારાસભ્યએ કહ્યુ હતુ કે, હું વર્ષોથી આ વિસ્તારમાં સક્રિય છું. લગભગ બધાના પરિચયમાં છું. આ જ સમયે ભાજપમાં એ દિગ્ગજ નેતાએ ટોણો માર્યો હતો કે, હા ભાઈ. ગત ચૂંટણીમાં તમે ભાજપની મદદથી જીત્યા હતા. અહીં બેઠા એ પૈકીના જ ઘણાએ તમને મદદ પણ કરી હશે. આ વાક્ય સાંભળતા જ બેઠકમાં સોપો પડી ગયો હતો. જે બાદ હળવા સ્મિત સાથે એ પૂર્વ કૉંગી ધારાસભ્યએ વાતને પૂર્ણ કરી હતી.

વીડિયોમાં જુઓ : કોરોના વાયરસ મામલે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન

નોંધનીય છે કે એ જિલ્લાનું રાજકારણ પહેલેથી જ ભાજપ માટે અઘરું રહ્યું છે. જિલ્લાના ત્રણ દિગ્ગજ નેતાઓ માટે કાયમ જિલ્લામાં વર્ચસ્વની લડાઈ આંતરિક રીતે ચાલતી રહે છે. કદાચ તેના કારણે જ 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના એ જિલ્લાના ત્રણ પૈકી બે નેતાઓ હારી ગયા હતા. આમ ભાજપમાં આંતરિક કલેહ આસમાને છે. જેનું માઠું પરિણામ પણ ભાજપને ભોગવવા પડી શકે છે. ગત ચૂંટણીમાં રાધનપુર અને બાયડ બેઠક ગુમાવી હતી તેમ આ વખતે પણ કેટલિક બેઠક પર ભાજપને જોખમ રહેલું છે.
First published:

Tags: Rajya Sabha Election, Vidhansabha, ગુજરાત, ચૂંટણી, ધારાસભ્ય, ભાજપ