Home /News /gandhinagar /Gujarat Budget 2022: ગુજરાત બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 8325 કરોડની જોગવાઈ, શું છે નવું?

Gujarat Budget 2022: ગુજરાત બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 8325 કરોડની જોગવાઈ, શું છે નવું?

બજેટમાં ગૃહ વિભાગ માટે જોગવાઈ

Gujarat Budget 2022 Home Department: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ (Finance minister Kanubhai Desai) ગુજરાતનું વર્ષ 2022-2023 માટે (Gujarat Budget- 2022-23) 2 લાખ 43 હજાર 965 કરોડ રૂપિયાનું બજેટનું રજૂ કર્યું છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં (Gujarat Government) ભૂપેન્દ્ર પટેલની સરકારનું (Bhupendra patel) આજે પહેલીવાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai) પહેલીવાર પોતાનું બજેટ રજૂ કર્યું હતું. આ વખતે બજેટ રજૂ કરવાની જગ્યા પણ બદલાઈ હતી. નાણામંત્રી કનુ દેસાઈએ બીજી હરોળમાં ઊભા રહીને બજેટ રજૂ કર્યું હતું. ત્યારે તેમણે ગુજરાતનું વર્ષ 2022-2023 માટે (Gujarat Budget- 2022-23) 2 લાખ 43 હજાર 965 કરોડ રૂપિયાનું બજેટનું રજૂ કર્યું છે.

નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં ગૃહવિભાગ માટે 8325 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા, ભયમુકત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલ છે. ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા એફ.એસ.એલ.ને નવા શિખર ઉપર પહોંચાડેલ છે. રાજ્ય પોલીસતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં જુદા જુદા સંવર્ગોમાં અંદાજે ૨૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ સંવર્ગની અંદાજે 12 હજાર જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં છે.

•પોલીસ પેટ્રોલિંગ અને સેવાઓની જાળવણી માટે 2256 વાહનો ખરીદવા જોગવાઈ રૂ.183 કરોડ.
•ગૃહ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેના માટે જોગવાઇ રૂ.41 કરોડ.
•પોલીસ ખાતા માટે 48 હજારથી વધુ મકાનોનું નિર્માણ કરેલ છે. રહેણાંક અને બિન રહેણાંક મકાનોના નિર્માણ માટે જોગવાઇ રૂ.861 કરોડ.
•જિલ્લા જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે જોગવાઇ રૂ.158 કરોડ.
•વિશ્વાસ પ્રોજેકટ તથા અન્ય આઈ.ટી. પ્રોજેકટ માટે જોગવાઈ રૂ.70 કરોડ.
•ડ્રીમ સિટી સુરત અને ગીફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે.
•બોર્ડર એરીયાની સિક્યોરીટી વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે કચ્છ જિલ્લામાં ધોરડો, હાજીપીર અને ગાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે.
•ઈ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત હાર્ડવેર અને સોફટવેરની ખરીદી કરવા માટે જોગવાઈ રૂ.28 કરોડ.
•હાલની ટુ ફીંગરના સ્થાને ફાઇવ ફીંગર આધારિત ઓટોમેટેડ ફીંગર આઈડેન્ટીફીકેશન સિસ્ટમ ખરીદ કરવા માટે જોગવાઈ રૂ.34 કરોડ.
•પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ જોગવાઈ રૂ.15 કરોડ.
•બોમ્બ ડીસ્પોઝલ એન્‍ડ ડીટેકશન સ્ક્વોડની કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે જોગવાઈ રૂ.5 કરોડ.
•જેલો તેમજ આનુષંગિક કચેરીઓ ખાતે CCTV લગાડવા જોગવાઇ રૂ.3 કરોડ.
•રેપીડ ડ્રગ ટેસ્ટ માટે મોબાઇલ ડ્રગ ટેસ્ટીંગ એનલાઇઝરની ખરીદી તેમજ સીરોલોજીકલ પદ્ધતિના બદલે લુપ મેડીએટેડ આઇસોથર્મલ એમ્પ્લીફિકેશન સિસ્ટમના સાધનોની ખરીદી માટે જોગવાઇ રૂ.2 કરોડ.

આ પણ વાંચોઃ-Gujarat Budget: કનુભાઈ દેસાઈના બજેટમાં ખેડૂતોને શું મળ્યું? સનેડાના ઉપયોગને પ્રોત્સાહન માટે સરકાર આપશે સહાય

કાયદા વિભાગ માટે કુલ રૂ.1740 કરોડની જોગવાઇ
સુલભ, ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય વ્યવસ્થા લોકતંત્રના પાયામાં છે. ન્યાયાલયોની સંખ્યા વધારવા તેમજ ન્યાય વ્યવસ્થામાં નવી તકનિક સાથે ઝડપ લાવવા સરકાર કટિબદ્ધ છે. પ્રોસિક્યુશનની કામગીરીને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા અદ્યતન ટેકનોલોજી અને આધુનિક માળખાગત સુવિધાઓ સરકારે ઊભી કરેલ છે.

આ પણ વાંચોઃ-Gujarat Budget: બોટાદ, જામખંભાળીયા અને વેરાવળમાં બનશે નવી મેડિકલ કૉલેજ

•નવી કોર્ટ બિલ્‍ડીંગના બાંધકામ માટે જોગવાઇ રૂ.45 કરોડ.
•રહેઠાણના મકાનોના બાંધકામ માટે જોગવાઇ રૂ.83 કરોડ.
•હયાત કોર્ટ બિલ્ડિંગ તથા રહેણાંકોના મકાનોના મરામત માટે જોગવાઇ રૂ.૧૨ કરોડ.
" isDesktop="true" id="1185176" >

•વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સહાય આપવા માટે જોગવાઇ રૂ.6 કરોડ.
•પ્રોસિક્યુશનની કામગીરી માટે સરકારી વકીલોને લેપટોપ, પ્રિન્ટર તથા લૉ સોફટવેર આપવા માટે જોગવાઇ રૂ.5 કરોડ.
•ન્યાયતંત્ર માટેની માળખાકીય સુવિધાઓ માટે રૂ.216 કરોડના કામો હાલ પ્રગતિમાં છે.
First published:

Tags: Gujarat budget 2022, Gujarat police, Gujarati news, Home Department

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો