Home /News /gandhinagar /

Gujarat Board 12th Result 2022: ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ જાહેર, આ રીતે જાણો Result

Gujarat Board 12th Result 2022: ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ જાહેર, આ રીતે જાણો Result

ધોરણ-12નું પરિણામ જાહેર

Gujarat Board 12th Result 2022: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી 12ની પરિક્ષાના પરિણામની રાહ હવે ખતમ થઈ ગઈ છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org/ પરથી જાહેર કરી દેવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ (GSEB 12th exam result)નું ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ (GSEB website) પરથી પરિણામ જાણી શકે છે. આ વર્ષે પરીક્ષા આપનારા કુલ 86.91 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. વિધાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર પોતાનો રિસિપ્ટ નંબર દાખલ કરીને પરિણામ જોઈ શકે છે. આ પહેલા બોર્ડ તરફથી  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું.

    ધોરણ-12નું પરિણામ


    આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 86.91 ટકા જાહેર થયું છે. જેમાં સુબીર, છાપી, અલારસ કેન્દ્રનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે ડભોઈ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 56.43 ટકા આવ્યું છે. આ વર્ષે સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લો ડાંગ રહ્યો છે. ડાંગ જિલ્લાનું પરિણામ 95.41% રહ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા રહ્યો છે. વડોદરાનું પરિણામ 76.49% રહ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1064 છે.

    આ રીતે જાણો પરિણામ


    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી 12ની પરિક્ષાના પરિણામની રાહ હવે ખતમ થઈ ગઈ છે. આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org/ પરથી જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ 6 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.

    આ પણ વાંચો: ધોરણ 9થી 11માં રિટેસ્ટ લેવાશે, શિક્ષણ વિભાગનો પરિપત્ર











































    કુલ પરિણામ86.91%
    સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્રસુબીર, છાપી, અલારસા, 100%
    સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્રડભોઈ, 56.43%
    સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લોડાંગ 95.41%
    સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લોવડોદરા 76.49%
    100 ટકા પરિણામ ધરાવતી શાળા1064
    10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા1
    નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ (M)84.67%
    નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ (F)89.23%
    કોપી કેસની સંખ્યા2544

    3,37,540 વિદ્યાર્થીઓ નોંધાયા હતા


    બોર્ડ તરફથી આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે આ વર્ષે આ પરીક્ષામાં 3,37,540 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 3,35,145 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 2,91,287 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 86.91% ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 32,143 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 30,014 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 13,641 ઉમેદવાર સફળ થયા છે. પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.45 % આવ્યું છે.

    22,161 ખાનગી નિયમિત ઉમેદવાર


    આ પરીક્ષામાં 22,161 ખાનગી નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 20,189 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 9,877 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 48.92 % આવ્યું છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 24,567 ઉમેદવારો નોધાયેલા હતા, તે પૈકી 22,851 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 10,700 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 46.83% આવ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: 12th result, GSEB, GSEB Results 2022

    આગામી સમાચાર