ગાંધીનગર: ગુજરાતમાં ગણતરીનાં દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે. ત્યારે તમામ પક્ષો મતદારોને મનાવવા મોટા મોટા વચનોની લ્હાણી કરી રહ્યાં છે. આજે ભારતીય જનતા પાર્ટીએ પણ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. નોંધનીય છે કે, ભાજપ દાવો કરી રહ્યું છે કે, વર્ષ 2017માં સંકલ્પ પત્ર માંથી 70 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સંકલ્પ પત્રનાં વિમોચન કાર્યક્રમમાં ભાજપનાં અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
'ગુજરાત સંતોની ભૂમિ'
જે. પી. નડ્ડાએ સંકલ્પ પત્રનાં વિમોચન બાદ જણાવ્યુ કે, 'ગુજરાત સંતો, શૂરવીરો, સામાજીક પરિવર્તન લાવનારાની, રાજનૈતિક દ્રષ્ટીથી દિશા આપનારાઓની ભૂમિ છે. '
જે. પી. નડ્ડાએ સંકલ્પ પત્રનાં વિમોચન બાદ જણાવ્યુ કે, 'ગુજરાત સંતો, શૂરવીરો, સામાજીક પરિવર્તન લાવનારાની, રાજનૈતિક દ્રષ્ટીથી દિશા આપનારાઓની ભૂમિ છે. ' તેમણે વધુમાં જણાવ્યું કે, 37 ટકા એફડીઆઈ અહીં આવી રહ્યો છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ખેડૂતો માટે 10 હજાર કરોડ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્કચર માટે થશે. 25 હજાર કરોડ રૂપિયા ખર્ચીને સિંચાઇની સુવિધા આપવામાં આવશે.
ભાજપનો સંકલ્પ પત્ર
અગ્રેસર એગ્રીકલ્ચર
ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ" હેઠળ 10,000 કરોડનું રોકાણ કરરાશે. જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (APMC, વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્સ વગેરે) મજબૂત કરશે.
25,000 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું, જેમાં ખૂટતી કડીઓનું નિર્માણ અને કચ્છ-ઉત્તર ગુજરાત વોટર ગ્રીડ પર વધુ ધ્યાન આપીશું.
પશુધનની સારસંભાળને સુનિશ્ચિત ગૌશાળાઓને (500 કરોડના વધારાના બજેટ સાથે) માળખાકીય રીતે મજબૂત કરીશું, 1000 એડિશનલ મોબાઈલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુ માટે રસીકરણ અને વીમાની ખાતરી કરીશું.
IITના તર્જ પર 4 ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી”ની સ્થાપના કરીશું. વર્ષ 2030માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સાવીશું.
મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ' હેઠળ EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિઃશુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે 110 કરોડના ભંડોળનું નિર્માણ કરીશું.
1000 કરોડના ભંડોળથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષનું નિર્માણ કરીશું, જેથી 3 નવી સિવિલ મેડિસિટી, 2 AIIMડ સ્તરની હોસ્પિટલોનું નિર્માણ થશે અને વર્તમાન સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત બનશે.
ગુજરાત યુનિકોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરીશું.
એન્ટિ રેડિક્લાઈઝેશન સેલ બનાવીશું જે દેશવિરોધી તત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે.
રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગેરે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુક્સાનની વસૂલાત કરવા માટે કાયદો લાવીશું.
પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે 1000 કરોડનો ખર્ચ કરીશું.
અગ્રેસર ઈકોનોમી
ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સર્વિસ સેક્ટર અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ (એવિએશન, ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી પર વિશેષ ધ્યાન આપીશું.
સાગરખેડુ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેનને વધુ મજબૂત કરીશું તેમજ મત્સ્યોધોગને પ્રોત્સાહન આપવા બ્લુ ઈકોનોમી કોરિડોર અને સૌ-કૂડ પાર્કને કાર્યાન્વિત કરીશું.
'સંકલ્પ પત્ર માત્ર વચનોની લ્હાણી નથી'
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સંકલ્પ પત્ર માત્ર વચનોની લ્હાણી નથી. જે કહેવું તે કરવું તે ભાજપની કાર્યપદ્ધતિ છે. ગુજરાતની જનતાએ ભાજપને પ્રેમ આપ્યો છે.
'ભાજપ પર વિશ્વાસ'
સી.આર. પાટીલે સંકલ્પ પત્ર જાહેર કરતા જણાવ્યું કે, 'ભાજપ પર ભાઇ બહેનોને વિશ્વાસ છે જેથી લાખોની સંખ્યામાં લોકોએ પોતાના સૂચન કર્યા છે.'
આ વખતે ભાજપનાં મેનિફેસ્ટોમાં યુવા અને રોજગારી પર પ્રાધાન્ય અપાય એવી શક્યતા દેખાઇ રહી છે. હેલ્થ સિસ્ટમ મજબૂત કરવાનો પણ ઉલ્લેખ થઇ શકે છે. આ ઉપરાંત તેઓ સ્ટાર્ટ અપ સ્કિલ ઇન્ડિયા ઉદ્યોગ નીતિ પર પણ ભાર મુકી શકે છે. OBC તથા આદિવાસી સમુદાય અંગે પણ નવા સંકલ્પ લાવી શકે છે. નબળા વર્ગ માટે પણ રાહત આપતી જાહેરાત થઈ શકે છે. ગરીબ લોકોના પાકા મકાનો અંગે ફરીવાર ઉલ્લેખ થઇ શકે છે. ઉચ્ચ શિક્ષણ તથા ફી નિયંત્રણ બિલ અંગે પણ જાહેરાત થઇ શકે છે.