Home /News /gandhinagar /

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જિલ્લાઓના પ્રવાસનો પ્રારંભ કર્યો, શું કોઈ નવા જૂની થશે?

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જિલ્લાઓના પ્રવાસનો પ્રારંભ કર્યો, શું કોઈ નવા જૂની થશે?

નવસારી ખાતે સી.આર. પાટીલ.

સોમનાથ દાદાના દર્શન કરીને સી.આર. પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત કરશે, 18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન પ્રવાસનું આયોજન થાય તેવી શકયતા.

ગાંધીનગર : ભાજપા પ્રદેશ અધ્યક્ષનો પદભાર સાંભળ્યા બાદ હવે સી.આર.પાટીલ (CR Patil South Gujarat Visit) દક્ષિણ ગુજરાતથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે. 12 ઓગસ્ટના રોજ તેઓ વલસાડ (Valsad) અને 13 ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લા (Dang District)નો પ્રવાસે કરશે. 18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર પ્રવાસ (Saurashtra Visit)નું આયોજન થાય તેવી શકયતા જોવા મળી છે. પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ સોમનાથ દાદાના દર્શન (Somnath Temple) કરીને કરશે. જેમાં સોમનાથ, ખોડલધામ, વીરપુરની મુલાકાત લઈ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રવાસ પૂર્ણ કરશે.

દક્ષિણ ગુજરાતના પ્રવાસની વાત કરવામાં આવે તો 12 ઓગસ્ટે સવારે 9 વાગ્યે વલસાડ જિલ્લાના પારડી ઓડીટોરીયમ ખાતે સન્માન અને અભિવાદન કાર્યક્રમથી ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વલસાડ જિલ્લાના પ્રવાસની શરૂઆત કરશે. પારડી સ્વાધ્યાય મંડળ ખાતે સામાજિક સંસ્થાઓના આગેવાનો સાથે મોરારજી દેસાઈ ઓડીટોરીયમ-વલસાડ અને કપરાડા ખાતે ભાજપાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને અગેવાનઓ સાથે વિવિધ બેઠકો યોજી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો : ગાંધીનગર : સાંસદ બનતા જ બીજેપીના નેતાને હવે દિલ્હીમાં વૈભવી બંગલાના અભરખા જાગ્યા

13 ઓગસ્ટે 9 વાગ્યે ડાંગ જિલ્લાના વઘઈ ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ડાંગ જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓ, તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ, સોશિયલ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ, શક્તિકેન્દ્રના નવયુવાનો સાથે મહત્વની સંગઠનલક્ષી બેઠકો યોજી જરૂરી માર્ગદર્શન આપશે.

વીડિયો જુઓ : કવિ તુષાર શુક્લના મુખે કૃષ્ણ પ્રેમની વાતો

સાથે જ આહવા ખાતે સ્થાનિક વિશિષ્ટ મહાનુભાવો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના અગેવાનો સાથે પણ બેઠક યોજશે. દક્ષિણ ગુજરાતનાઆ બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમજ ભાજપાના આગેવાનો-કાર્યકરો તેમની સાથે જોડાશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: CR Patil, Gujarat BJP, Saurashtra, Somnath Temple, દક્ષિણ ગુજરાત, ભાજપ

આગામી સમાચાર