Gujarat Assembly news: દેવભૂમિ દ્વારકા જિલ્લાની 46 શાળાઓમાં માત્ર એક શિક્ષક હોવાનું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું. જામનગર જિલ્લાની 8 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું. જેમા કલ્યાણપુર તાલુકાના 16 શાળા માત્ર એક શિક્ષક ચલાવે છે. ખંભાળિયા અને ભાણવડ તાલુકાની 12 - 12 શાળાઓ એક જ શિક્ષક ચલાવે છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં રજુ થયેલા પ્રશ્ન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટના પ્રશ્ન જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ આહીરે પૂછ્યો હતો. જેના લેખિત જવાબમાં તેને જણાવ્યું છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકાની પ્રાથમિક શાળાઓમાં 54 શાળા એવી જ છે કે જેમાં એક શિક્ષક છે. શિક્ષણની અધોગતિવાળું ચિત્ર ઉપસી આવ્યુ છે. રાજ્યના બે જિલ્લાની 54 શાળામાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું. જેમા દેવભૂમિ દ્વારકા જિલ્લાની 46 શાળાઓમાં માત્ર એક શિક્ષક હોવાનું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું. જામનગર જિલ્લાની 8 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું. જેમા કલ્યાણપુર તાલુકાના 16 શાળા માત્ર એક શિક્ષક ચલાવે છે. ખંભાળિયા અને ભાણવડ તાલુકાની 12 - 12 શાળાઓ એક જ શિક્ષક ચલાવે છે. આપના ધારાસભ્ય હેમંત આહીરના પ્રશ્નમાં શિક્ષણમંત્રીએ લેખીતમાં કર્યો સ્વીકાર કર્યો છે.
અન્ય પ્રશ્નમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ હોવાની વિગતો બહાર આવી છે.જામનગર અને દેવભૂમિ દ્વારકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 905 શિક્ષકોની ઘટ જામનગરની પ્રાથમિક શાળાઓમાં 330 શિક્ષકોની ઘટ દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 575 શિક્ષકોની ઘટ હોવાની કબુલાત શિક્ષણ મંત્રીએ આપના ધારાસભ્ય હેમંત આહિરના પ્રશ્નના જવાબ મા સ્વીકાર કર્યો છે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેમાધારાસભ્યો ક્રિકેટ મેચ રમશે.આ મેચ આગામી તા.20 તારીખે ધારાસભ્યોની ટુર્નામેન્ટ યોજાશે.ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બની છે.આ મેચ તા.20મી વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેચનુ આયોજન કરવા મા આવ્યુ છે.આ મેચ ગાંધીનગર ના સેક્ટર 21 ખાતે બનેલા નવા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
સરકારની નીતિ મૂજબ સરકારી શાળાઓ નવી શરૂ કરવાના બદલે ખાનગી શાળાઓને વધુ પ્રોત્સાહન
રાજ્ય સરકારની નવી સરકારી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળા શરૂ કરવા મામલે ઉદાસીનતા જોવા મળી છે.છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે બોટાદ, ભરૂચ, જામનગર અને દેવભૂમિ દ્રારકામાં શિક્ષણ વિભાગે એક પણ નવી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળાને મજૂરી આપવામા આવી નથી.
વર્ષ 2021 અને 22 માં દ્રારકા અને જામનગર જિલ્લામાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા ને એકપણ મંજુરી આપી નથી જ્યારે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક માં કુલ નવી 30 શાળાઓને મજૂરી આપી છે.જ્યારે વર્ષ 2021 અને 22 માં દ્રારકા અને જામનગર જિલ્લામાં માધ્યમિક ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી અને નોન ગ્રાન્ટેડ 6 શાળાઓને મંજૂરી આપી છે.
તેવી રીતે વર્ષે 2021 અને 22 માં ભરુચ અને બોટાદ પ્રાથમિક ગ્રાન્ટેડ શાળાને મજૂરી આપી નથી જ્યારે પ્રાથમિક નોન ગ્રાટેન્ડ શાળાને કુલ 27 શાળાઓને મજૂરી આપી છે તેવી જ રીતે ભરૂચ અને બોટાદ વર્ષ 2021 અને 22 માં નોનગ્રાન્ટેડ માધ્યમિક ની બે શાળા ને મજૂરી આપી છે.આમ સરકારની નીતિ મૂજબ સરકારી શાળાઓ નવી શરૂ કરવાના બદલે ખાનગી શાળાઓને વધુ પ્રોત્સાહન આપતી હોય તેવું ફલિત થાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.આગામી તા. 18 અને 19 ના એમ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં અત્યારે પ્રાથમિક નક્કી થયેલા કાર્યક્રમ મુજબ તારીખ 18 ના મતવિસ્તારના યુવાન કાર્યકરો સાથે તેઓ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે બેઠક કરશે. આ સિવાય તેમના મતવિસ્તારના વિકાસ કામોની સમીક્ષા માટે અધિકારીઓની મહત્વની બેઠક બોલાવી હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળે છે.અમિત શાહના આગમને લઈને ગાંધીનગર લોકસભાનું વહીવટી તંત્ર એક્ટિવ મોડ પર આવ્યું છે.
હાલો પ્રાથમિક કાર્યક્રમ મુજબ તા.19 મી જુનાગઢ એપીએમસીના બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. આ સિવાય તારીખ 18 મી એ ડેરી એસોસિએશન ઓફ ઇન્ડિયા ની મહાત્મા મંદિર ખાતે યોજાનારી કોન્ફરન્સ ના સમાપન સમારોહમાં હાજરી આપે તેવી સંભાવના જોવાઈ રહી છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગાંધીનગરના પ્રવાસ નક્કી થવાની સાથે જ વહીવટી તંત્ર એલર્ટ મોડ આવી ગયું છે.