Home /News /gandhinagar /રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સરકારી મેડિકલ કોલેજમાં 500 બેઠકનો વધારો કરાયો: આરોગ્ય મંત્રી

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સરકારી મેડિકલ કોલેજમાં 500 બેઠકનો વધારો કરાયો: આરોગ્ય મંત્રી

ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર

Gujarat assembly : ગુજરાત વિધાનસભામાં માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ સાસણ ખાતે સિંહ દર્શન માટે પ્રવાસી સુવિધાના વધારા અંગેનો પ્રસંગ પૂછ્યો હતો, જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન શાસક સાથે શ્રીદર્શન માટે આવતા પ્રવાસી સુવિધામાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો માંગી હતી

વધુ જુઓ ...

વિધાનસભાની કાર્યવાહી પૂર્વે વિધાનસભા અધ્યક્ષે વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી..


ગુજરાત વિધાનસભામા પ્રશ્નોત્તરીના સમય પૂર્વે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો વતી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી. રાજયમા આજથી ધોરણ 10 અને 12બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે લેવામાં આવશે જ્યારે 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023ની વચ્ચે આયોજિત કરવામાં આવી છે.આ પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થીઓને ગુજરાત વિધાનસભાએ સફળતાની શુભેચ્છા પાઠવી હતી .

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ કુલ ૯૬૫ વિદ્યાર્થીઓને લાભ:1066.46 લાખ અપાયા


ગુજરાત વિધાનસભા મંગળવારે આરોગ્ય પરિવાર સંસદીય બાબતો તેમજ પ્રવાસન વન અને પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ વિભાગ ના પ્રશ્નો પર ચર્ચા હાથ કરવામાં આવી હતી જેમાં રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા રાજ્યમાં મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંગે નો પ્રશ્ન પૂછ્યો હતો જેમા 31-12/2022 સ્થિતિએ  મુખ્યમંત્રી યોજના હેઠળ કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો હોવાની વિગતો માંગી હતી.જેના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રી જણાવ્યું હતું કે વર્ષ 2022 -23 દરમિયાન કુલ 965 વિદ્યાર્થીને આ લાભ આપવામાં આવ્યો હતો આ પેટે કુલ 1066.46 લાખની સહાય ચૂકવવામાં આવી હતી.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સરકારી મેડિકલ કોલેજમાં 500 બેઠકનો વધારો આરોગ્ય મંત્રી


રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સ્નાતક કક્ષાની કેટલી બેઠકોનો વધારો થયો છે તેની વિગતો લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે માંગી હતી જેના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન સ્નાતક કક્ષાએ 500 સીટ નો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આ યુવકની અજબ પ્રેમ કી ગજબ કહાની

વધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે 31 માર્ચ 2022 ની સ્થિતિએ રાજ્યમાં છ સરકારી મેડિકલ કોલેજો અને 13 રાજ્ય સરકાર સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી હેઠળ કાર્યરત કોલેજો છે. બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળ પાંચ મેડિકલ કોલેજ મેં મંજૂરી આપવામાં આવેલ છે અને છેલ્લા બે વર્ષમાં સ્નાતક કક્ષાએ 500 સીટોનો વધારો થયો છે.

આ ઉપરાંત અન્ય પ્રશ્ન મા રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે રાજ્યમાં સરકારી અને ખાનગી નર્સિંગ કોલેજ ની વિગતો માંગી હતી. જેના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે 31/ 12/2022 ની સ્થિતિએ એ છેલ્લા બે વર્ષ દરમિયાન ખાનગી અને સરકારી નર્સિંગ સ્કૂલ અને કોલેજને મંજૂરી આપવામાં આવી છે.જેમા 393 ખાનગી સંસ્થાઓને મંજુરી આપવામા આવી છે.

199 વિધાર્થીઓને 115.14 લાખની સહાય ચૂકવાઇ


ઉચ્ચ શિક્ષણ એજ્યુકેશન યોજના નો પ્રશ્ન રાજકોટ પૂર્વેના ધારાસભ્ય ઉદય કાનગડ એ પ્રશ્નોત્તરીમાં ઉઠાવ્યો હતો જેના લેખિત જવાબમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે 31 -12- 2022 ની સ્થિતિએ નાણાકીય વર્ષ 2022-23 માં ઉચ્ચ શિક્ષણ એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના હેઠળ કુલ 199 વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે આ પેટે કુલ 115.14 લાખની સહાય ચૂકવાય છે.

આજે પણ નેશનલ પાર્કમા હજુ 3960 ખુલ્લા કુવા


ગીર અભ્યારણ નેશનલ પાર્કમાં પેરાપેટ વિનાના ખુલ્લા કૂવાનો પ્રશ્ન પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ ઉઠાવ્યો હતો જેના લેખિત જવાબમાં વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું છે કે 31 12 2022 ની સ્થિતિએ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક નજીક અંદાજે 3960 ખુલ્લા કુવાઓ આવેલા છે.
આ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા નિરંતર નવા કુવા બનાવવાની પ્રક્રિયા ચાલતી હોવાથી બજેટની ઉપલબ્ધતા થતી તાત્કાલિક ધોરણે ખુલ્લા કુવાને પારાપેટ વોલ થી સુરક્ષિત કરવામાં આવશે તેવી ખાતરી વિધાનસભા ગૃહમાં મંત્રીએ આપી હતી.

આ પણ વાંચો: રાજ્યની 33 જેલ માટે સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઉભો કરાશે

દર્શન માટે પ્રવાસીઓની સુવિધામાં માટે કુલ 2682.85 લાખનો ખર્ચ


ગુજરાત વિધાનસભામાં માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ સાસણ ખાતે સિંહ દર્શન માટે પ્રવાસી સુવિધાના વધારા અંગેનો પ્રસંગ પૂછ્યો હતો, જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન શાસક સાથે શ્રીદર્શન માટે આવતા પ્રવાસી સુવિધામાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો માંગી હતી એના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તા.૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સાસણ ખાતે સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે સુવિધા વધારવા સરકાર દ્વારા હાથ ધરેલ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રથમ તબક્કામા ડેવલપમેન્ટ ઓફ સાસણ સદન, મગર ઉછેર કેન્દ્રનો વિકાસ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે બીજા તબક્કામાં સિંહ સદન ના વિકાસના કામો હાથ ધરાયા હતા જેમાં રિસેપ્શન સેન્ટર,ઇન્ફોર્મેશન સેન્ટર,ઓરિએન્ટેશન સેન્ટર,સોવેનિયર શોપ, હેન્ગઆઉટ એરીયા, પ્લે એરીયા વી.આઇ.પી. પાર્કિંગ,ઓપન લાયબ્રેરી, સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે ટેન્ટ ટ્રેનિંગ સેન્ટરની રી-ડીઝાઈનકીચન અને ડાઈનિંગ એરીયા,પાઠશાળા, એમ્ફીથીયેટર તેમજ ટ્રેલરનું રીનોવેશન ટોયલેટ બ્લોકનો સમાવેશ થયો છે.

બીજા તબકકામા દેવળિયા સફારી પાર્ક અને સનસેટ પોઈન્ટના વિકાસ માટેની કામગીરી હાથ ધરવામા આવી છે.


એન્ટ્રી ગેટની રી-ડિઝાઈન ઈન્ટરપ્રીટેશન સેન્ટર અને ટિકીટ બૂકીંગ ઓફિસ કેન્ટીન ફૂટ કોર્ટ અને સોવેનીયર શોપ,વૉચ ટાવર,પાર્કિંગ, સીટીંગ એરેન્જમેન્ટ, પાથ વે તેમજ ટોયલેટ બ્લોક,સનસેટ પોઈન્ટ ભાલ છેલ હીલ,એમ્ફીથીયેટર ફૂડ કોર્ટ,હેન્ગઆઉટ એરીયા,ટિકીટ બિલ્ડીંગ, આર્ટ વર્ક અને સેલ્ફી પોઈન્ટ, પાર્કિંગ એરીયા,ટોયલેટ બ્લોક ફેઝ-૩મા આર્ટવર્ક તથા સ્કલ્પચરની કામગીરી ચેક પોસ્ટ ગેટ-૨ તેમજ નેચરલ ટ્રેલ દર્શાવતી સેલ્ફી પોઇન્ટની જાળી સી સદન નેચરપાર્ક બેવડીયા સનસેટ પોઇન્ટ પાછળ અત્યાર સુધીમાં રુપિયા 2682.85  લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gandhinagar News, Gujarat News