Home /News /gandhinagar /

વિધાનસભા પ્રશ્નોત્તરી: રાજ્યમાં વીજ બિલ ન ચૂકવનારા 6002 ઔદ્યોગિક એકમ પાસેથી 1186 કરોડથી વધારે વસુલવાના બાકી

વિધાનસભા પ્રશ્નોત્તરી: રાજ્યમાં વીજ બિલ ન ચૂકવનારા 6002 ઔદ્યોગિક એકમ પાસેથી 1186 કરોડથી વધારે વસુલવાના બાકી

પ્રતિકાત્મક તસવીર

સબકા સાથ, સબકા વિકાસ ના દાવા વચ્ચે પછાત વર્ગના બોર્ડ ને સહાય નહીં. અનેક સરકારી હોસ્પિટલો ફૂલ ટાઈમ સર્જન, ચાઈલ્ડ સ્પેશ્યલિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ વગર ચાલે છે.

ગાંધીનગર : વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારના મંત્રીઓએ અલગ-અલગ મુદ્દે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા જેમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની વ્યવસ્થા, તથા કેટલા ઔદ્યોગિક એકમો દ્વારા કેટલા વીજબીલ ચુકવવાના બાકી. અને રાજ્યની શાળાઓમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ કેવો ચાલી રહ્યો છે? આવા વિવિધ મુદ્દા પર સરકાર દ્વારા જવાબો રજુ કરવામાં આવ્યા છે.

અનેક સરકારી હોસ્પિટલો ફૂલ ટાઈમ સર્જન, ચાઈલ્ડ સ્પેશ્યલિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ વગર ચાલે છે

સરકારી હોસ્પિટલોમાં સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની અછત છે. Mbbs થયા બાદ થયા બાદ સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવવામાં drની ઉદાસીનતા સામે આવી રહી છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં mbbs થયેલા 2,269 ડોક્ટરોની નિમણુંક કરાઈ છે. જેમાં માત્ર 373 ડોકટર જ ફરજ પર હાજર થયા, 1761 ડોકટર ફરજ પર હાજર ન થયા. આ પ્રકારના ડોકટર પાસેથી બોન્ડની રકમ વસુલવાની સરકારની જોગવાઈ છતાં સરકારનું કુણું વલણ જોવા મળી રહ્યું છે. માત્ર 244 ડોક્ટરો પાસેથી બોન્ડની રકમ વસુલ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત ડોકટરોની ઘટ્ટ વર્તાઈ રહી છે. કુલ 1513 નિષ્ણાત ડોકટર ની જરૂરિયાત છે, જેની સામે 841 ડોક્ટરો કાર્યરત છે, જ્યારે 598 જગ્યાઓ ખાલી છે. અનેક સરકારી હોસ્પિટલો ફૂલ ટાઈમ સર્જન, ચાઈલ્ડ સ્પેશ્યલિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ વગર જ ચાલે છે.

રાજ્યની છ સરકારી મેડિકલ કોલજમાં 1109 જગ્યાઓ ખાલી

આ બાજુ રાજ્યની છ સરકારી મેડિકલ કોલજમાં 1109 જગ્યાઓ ખાલી છે. ફિકસ પગાર અને માનદ વેતનથી ભરાયેલી જગ્યાઓ માત્ર 415 છે. જેમાં બી .જે મેડિકલ કોલેજ અમદાવાદમાં 122 જગ્યાઓ ખાલી, સરકારી મેડિકલ કોલેજ વડોદરામાં 228 જગ્યા ખાલી, પી. ડી. યુ મેડિકલ કોલજ રાજકોટમાં 203 જગ્યાઓ ખાલી અને સરકારી મેડિકલ કોલેજ સુરતમાં 167 જગ્યા ખાલી છે.

રાજ્યના 6002 ઔદ્યોગિક એકમો પાસેથી કુલ 1186 કરોડ 33 લાખ 39 હજાર વસુલવાના બાકી

સરકારે ઔદ્યોગિક એકમો પાસેથી વસુલવાના નાણા મામલે માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં વીજ બિલ ન ચૂક્યાંવ્યા હોય તેવા 6002 ઔદ્યોગિક એકમો છે. આ અદ્યોગિક એકમોને ડિફોલ્ટર પાસેથી કુલ 1186 કરોડ 33 લાખ 39 હજાર વસુલવાના બાકી છે. અમદાવાદમાં કુલ 297 અદ્યોગિક એકમો પાસે 3269 લાખ વસુલવાના બાકી, સુરતમાં કુલ 1018 એકમો પાસે 8208 લાખ વસુલવાના બાકી. રાજકોટમાં કુલ 580 એકમો પાસે 5233 લાખ વસુલવાના બાકી તો વડોદરામાં કુલ 292 એકમો પાસે 8976 વસુલવાના બાકી છે.

સબકા સાથ, સબકા વિકાસ ના દાવા વચ્ચે પછાત વર્ગના બોર્ડ ને સહાય નહીં

એકબાજુ સરકાર સબકા સાથ, સબકા વિકાસની વાતો કરે છે, તો બીજી બાજુ પછાત વર્ગના બોર્ડને સહાય નહીં ચુકવવાનું પણ કબુલ્યું છે. અનુસૂચિત જાતિ, ઓબીસી વર્ગના વિકાસ બોર્ડ ને નાણાકીય ફાળવણી થઈ નથી. 9 નિગમો પૈકી 5 નિગમ/બોર્ડ ને ૨૦૨૦-૨૧ના બજેટમાં એક પણ રૂપિયાની ફાળવણી નથી કરી તે કબુલ્યું હતું. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના 4 નિગમોને બે વર્ષમાં કેન્દ્ર સરકારે એકપણ રૂપિયાની લોન ના આપી. તમામ 9 બોર્ડ/નિગમોને કેન્દ્ર સરકારે 2 વર્ષમાં એકપણ રૂપિયાની સહાય આપી ન હતી.

રાજ્યની શાળાઓમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ

રાજ્યમાં શાળાઓમાં આરોગ્ય તપાસણી મામલે માહિતી આપતા જણાવવામાં આવ્યું કે, ખેડા જિલ્લામાં 2019 -20 વર્ષમાં હ્ર્દય રોગના 337, કિડની રોગના 79 અને કેન્સર થી પીડાતા 19 બાળકોને સારવાર આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં 2019 -20 વર્ષમાં હ્ર્દય રોગના 433, કિડની રોગના 92 અને કેન્સરથી પીડાતા 55 બાળકોને સારવાર આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં 2019 -20 વર્ષમાં હ્ર્દય રોગના 223 , કિડની રોગના 29 અને કેન્સરથી પીડાતા 14 બાળકોને સારવાર આપવામાં આવી, તો આણંદ જિલ્લામાં 2019 -20 વર્ષમાં હ્ર્દય રોગના 452 , કિડની રોગના 41અને કેન્સર થી પીડાતા 17 બાળકોને સારવાર આપવામાં આવી અને ભરૂચ જિલ્લામાં 2019 -20 વર્ષમાં હ્ર્દય રોગના 216, કિડની રોગના 21 અને કેન્સર થી પીડાતા 27 બાળકોને સારવાર આપવામાં આવી. આ રીતે રાજ્યના કુલ છ જિલ્લામાં હ્ર્દય રોગથી પીડાતા કુલ 1661 બાળકોને સારવાર આપવામા આવી, તો રાજ્યના કુલ છ જિલ્લામાં કિડની રોગથી પીડાતા કુલ 233 બાળકોને સારવાર આપવામા આવી અને રાજ્યના કુલ છ જિલ્લામાં કેન્સર રોગથી પીડાતા કુલ 132બાળકોને સારવાર આપવામા આવી છે.
Published by:kiran mehta
First published:

Tags: Gujarat Assembly, Gujarat BJP, ગુજરાત કોંગ્રેસ

આગામી સમાચાર