Home /News /gandhinagar /આજે ગુજરાત વિધાનસભાના તમામ 182 ધારાસભ્યો શપથગ્રહણ કરશે, જાણો શું હોય છે પ્રોસેસ

આજે ગુજરાત વિધાનસભાના તમામ 182 ધારાસભ્યો શપથગ્રહણ કરશે, જાણો શું હોય છે પ્રોસેસ

ગુજરાત વિધાનસભાની તસવીર

બપોરે 11.30 થી 12.00 વાગે વિધાનસભામાં સૌ પ્રથમ ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવશે ત્યાર બાદ સિનિયર મંત્રી, કેબિનેટ મંત્રીઓ, જો વિપક્ષ નેતા બનાવે તો તેમને, રાજ્યકક્ષાના મંત્રીઓ, દંડકની શપથવિધિ થશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ભવ્ય જીત મેળવ્યા બાદ મંત્રી મંડળ બાદ હવે તમામ ધારાસભ્યોનો આજે શપથ લેવાનો વારો છે. તે પહેલા વિધાનસભાના અધ્યક્ષની નિમણુંકનો સમય છે. જોકે વિધાનસભાના અધ્યક્ષની નિમણુંક પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણુંક કરવાની થાય છે. પ્રોટેમ સ્પીકર તરીકે રાજ્યપાલે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની નિમણુંક કરી છે.

આજે 182 ધારાસભ્યોની શપથવિધિ યોજાવવાની છે. પહેલા ભાજપના ધારાસભ્યોની આજે 9 વાગે બેઠક મળશે. ત્યાર બાદ સૌ પ્રથમ રાજભવન ખાતે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ધારાસભ્ય પદના શપથ લેવડવાશે. ત્યારબાદ તેમને કાર્યકરી અધ્યક્ષ તરીકે બીજાને શપથ લેવડાવવાના અધિકાર મળશે. બપોરે 11.30 થી 12.00 વાગે વિધાનસભામાં સૌ પ્રથમ ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવશે ત્યાર બાદ સિનિયર મંત્રી, કેબિનેટ મંત્રીઓ, જો વિપક્ષ નેતા બનાવે તો તેમને, રાજ્યકક્ષાના મંત્રીઓ, દંડકની શપથવિધિ થશે. ક્રમ અનુસાર ધારાસભ્યને કાર્યકરી અધ્યક્ષ શપથ લેવડાવશે સાથે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે.

આ પણ વાંચો: 'બળદમાંથી દૂધ કાઢવા' જેવું, પણ અમે કરી બતાવ્યું: કેજરીવાલ

યોગેશ પટેલને સત્તાવાર જાણ કરાઈ


પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકરનું કામ નવા સભ્યોને શપથ લેવડાવવાનું અને વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવાનું હોય છે. પ્રોટેમ સ્પીકર એવી જ વ્યક્તિને જ બનાવવામાં આવે છે જેઓ સૌથી વધુ અનુભવી અને સૌથી વધુ ઉંમર ધરાવતા ધારાસભ્ય હોય છે. પ્રોટેમ સ્પીકરનું પદ કામચલાઉ છે, જે માત્ર 24 કલાક માટે જ અસ્તિત્વમાં રહે છે.


શપથવિધિ લગભગ સાડા ત્રણ કલાક આસપાસ ચાલવાની સંભાવના છે. ત્યારબાદ બીજા દિવસે 15મી વિધાનસભાની અધિકૃત રચનાની જાહેરાત થશે. તો વિધાનસભાના પ્રથમ સત્રના આરંભે સ્પીકર તરીકે શંકર ચૌધરી અને જેઠાભાઈ ભરવાડની ઉપાધ્યક્ષપદે નિમણૂક થશે.
First published:

Tags: Gujarat Assembly, Gujarat Politics, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત વિધાનસભા