Home /News /gandhinagar /

વિધાનસભા સત્ર બીજો દિવસ: લમ્પી વાયરસ મુદ્દે કૉંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ; ગાંધીનગરમાં વિવિધ મુદ્દે આંદોલનો યથાવત

વિધાનસભા સત્ર બીજો દિવસ: લમ્પી વાયરસ મુદ્દે કૉંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ; ગાંધીનગરમાં વિવિધ મુદ્દે આંદોલનો યથાવત

કૉંગ્રેસના ધારાસભ્યોનું વોકઆઉટ

Gujarat Assembly House: બીજી તરફ ગાંધીનગરમાં વિવિધ મુદ્દે આંદોલન યથાવત રહ્યું છે. જેમાં LRD મહિલા અનામત આંદોલન ઉગ્ર બન્યું છે. પોલીસ તરફથી આંદોલનકારી મહિલાઓને ડીટેઇન કરવામાં આવી છે.

    ગાંધીનગર: ગુજરાત વિધાસનભા ચોમાસું સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે લમ્પી વાયરસ મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વૉકાઆઉટ કર્યું છે. લમ્પી વાયરસ મામલે રજુઆત કરતા કોંગ્રેસના ધારાસભ્ય વેલ તરફ ધસી આવ્યા હતા. જે બાદમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આ ઉપરાંત તેલના ભાવ મુદ્દે કોંગ્રેસે ગૃહમાં હંગામો થયો હતો. કૉંગ્રેસે તાનાશાહી નહીં ચલેગીના સૂત્રો લગાવ્યા હતા. બીજી તરફ લમ્પી વાયરસથી પશુઓને બચાવવાની માંગ પણ ઉઠી હતી. કોંગ્રેસના સૂત્રોચ્ચાર વચ્ચે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી ચાલુ રાખી હતી.

    ગાંધીનગરમાં વિવિધ મુદ્દે આંદોલન


    બીજી તરફ ગાંધીનગરમાં વિવિધ મુદ્દે આંદોલન યથાવત રહ્યું છે. જેમાં LRD મહિલા અનામત આંદોલન ઉગ્ર બન્યું છે. પોલીસ તરફથી આંદોલનકારી મહિલાઓને ડીટેઇન કરવામાં આવી છે. નોકરીની માંગ સાથે આવનાર લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. હાલ સત્યાગ્રહ છાવણી ખાતે મજૂર સંમેલન ચાલી રહ્યું છે. બીજી બાજુ આરોગ્ય કર્મચારીઓ અને કિસાન સંધનું આંદોલન પણ ચાલી રહ્યું છે.


    પ્રથમ દિવસે ગૃહમાં ત્રણ બિલ પાસ થયા


    ચોમાસા સત્રના પ્રથમ દિવસે રાજય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં જીએસટી સુધારા વિધેયક, ગુજસીટોક સુધારા બિલ અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યા હતા.

    કૉંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું


    મંગળવારે વિધાનસભાની શરૂઆત તોફાની બની હતી. પ્રથમ દિવસે જ કૉંગ્રેસના ધારાસભ્યો આકરાપાણીએ જોવા મળ્યા હતા. ધારાસભ્યો વેલમાં ધસી આવતા અધ્યક્ષ તરફથી 22 જેટલા સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા.


    પ્રથમ દિવસે ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું


    ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ રાખવાની હેરફેર કરવા બાબતનું 2022 બિલ પુનઃવિચારણા અર્થે રાજ્યપાલ તરફથી ગૃહમાં મોકલવામાં આવતા, મંગળવારે આ બિલ પરત ખેંચવાને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. આ બિલને સર્વાનુમતે પરત ખેંચવામાં આવ્યું હતું. આ અંગેની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલે ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર કરવા) બાબત વિધેયક, ૨૦૨૨ ઉપર વિચારણા કરીને તેઓને તા.17મી સપ્ટેમ્બર, 2022ના રોજ
    ગુજરાત વિધાનસભાને પરત મોકલ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat vidhansabha, કોંગ્રેસ, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन