Home /News /gandhinagar /સાબરમતી નદી બાદ હવે મેશ્વો નદીને જીવંત કરવા માટે કાર્યવાહી કરાશે

સાબરમતી નદી બાદ હવે મેશ્વો નદીને જીવંત કરવા માટે કાર્યવાહી કરાશે

ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર

રાજ્ય સરકાર સાબરમતી નદી બાદ હવે મેશ્વો નદીને જીવંત કરવા માટે કાર્યવાહી કરશે. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર સ્વીકાર્યું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે મેશ્વો નદી પર ચેકડેમ બાંધવામાં આવશે.

ગાંધીનગર: છેલ્લા બે વર્ષમાં રાજ્યને જીએસટીના વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય વર્ષ મુજબ કેટલી રકમ લેવાની નીકળે છે. સરકાર જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ 47, 204.02 કરોડ રૂપિયા રકમ લેવાની થાય છે. જેમાં વળતર તરીકે રૂપિયા 17758.26 કરોડ તથા જે રકમ વળતર તરીકે મળી નથી તેની સામે લોન પેટે કુલ 22262.21 કરોડ રૂપિયા મળેલ છે, જેની ચૂકવણી વ્યાજ સહિતની ચુકવણી કેન્દ્ર સરકાર સેસ ફડમાંથી કરાશે. રાજ્ય સરકાર ને હાલના તબક્કે કેન્દ્ર સરકાર પાસેથી કુલ 7183.61 કરોડ રકમ લેવાની બાકી છે

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્ય ઇમરાન ખેડવાળાએ કર્યો પ્રશ્ન કે, રાજ્યનું જાહેર દેવું કેટલું છે, છેલ્લા બે વર્ષમાં જાહેર દેવાના વ્યાજ અને મુદ્દલ પેટે કેટલી રકમ ચૂકવાઈ અને સરકાર કોઈની પાસે થી કેટલી રકમ લોનરૂપી લીધી અને તેની ચુકવણી કેટલી કરી છે. જોકે સરકાર જવાબ આપતા જણાવ્યું કે, વર્ષ 2021 અને 22 ના નાણાકીય વર્ષના સુધારેલા અદાજપત્ર પ્રમાણે કુલ 3,20,812 કરોડ રૂપિયાનું દેવું રાજ્યનું છે. જેમાં સરકારે છેલ્લા બે વર્ષમાં કુલ 45,086 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવેલ છે. જેમાં છેલ્લા બે વર્ષમાં 42,374 રૂપિયા કરોડ મુદ્દલ ચૂકવ્યા છે.

રાજ્ય સરકાર સાબરમતી નદી બાદ હવે મેશ્વો નદીને જીવંત કરવા માટે કાર્યવાહી કરશે. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર સ્વીકાર્યું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે મેશ્વો નદી પર ચેકડેમ બાંધવામાં આવશે. આ ચેકડેમથી કેટલા ગામડાઓને ફાયદો થશે અને છેલ્લા એક વર્ષમાં આ ચેકડેમને લઈને કેટલો ખર્ચ કરેલ છે. જેના જવાબમાં સરકાર જણાવ્યું કે, મેશ્વો નદી ખાતે એક ચેકડેમ પૂર્ણ કરવામાં આવેલ છે અને અન્ય 4 ચેકડેમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેકડેમોથી 27 ગામોને ફાયદો થશે અને છેલ્લા એક વર્ષમાં આ ચેકડેમ માટે કુલ 8.65 લાખ રૂપિયાનો ખર્ચ કરેલ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ કાળઝાળ ગરમી પડશે

કોંગ્રેસના સભ્ય અર્જુન મોઢવાડીયા પ્રશ્ન કર્યો કે, 2009 થી સૂઝલામ સુફલામ યોજનામાં કરોડોની સિમેન્ટની ગેરરીતિ કરવા બદલે કેટલા અધિકારી સામે ફરિયાદ દાખલ થઈ છે અને અત્યાર સુધી આ આરોપી સામે કેવા પગલાં ભરવામાં આવ્યા છે. જોકે સરકારે જવાબમાં જણાવ્યું કે, વર્ષ 2009 માં સૂઝલામ અને સુફલામ યોજના હેઠળ 33 જેટલા અધિકારીઓ ગેરરીતિ આચરી હતી જેમાંથી હાલ 3 કર્મચારીઓના અવસાન થયા બાદ હવે બાકીના 30 અધિકારીઓ સામે હાલ ખાતાકીય તપાસ ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પ્રશ્નોતરી મામલે કોંગ્રેસના સભ્ય ગૃહમાં બોલવા ઉભા થયા પરંતુ અધ્યક્ષે તેમને બોલવાની ના પાડી. કોંગ્રેસના સભ્ય ગૃહમાં ઉભા થઈ ગયા. કોંગ્રેસના સભ્ય ગૃહમાં દેખાવો કર્યો. મોદી અને અદાણી મામલે દેખાવો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના સભ્ય વેલ્મા ઘસી આવ્યા હતા. વેલ્મા બેસીને દેખાવો કર્યો.

ઋષિકેશ પટેલનું ગૃહમાં નિવેદન


આજે પ્રશ્નોતરી સમયે પ્રશ્નો પૂછવાના હોય જેમાં સાશક પક્ષ, વિપક્ષ બધા પ્રજાના પ્રશ્નો પૂછવાના હોય છે. પરંતુ કોંગ્રેસને પ્રજાની ચિતા નથી, પહેલાથી નક્કી કરી ને આવ્યા હતા કોંગ્રસના સભ્ય આજે ગૃહમાં વિરોધ કરવું, કાળા કપડાં પહેરવા, વેલ્મા ધસી આવવું, બેનરો સાથે દેખાવો કરવા અને બળજબરી લઈ જવા પડ્યા. અધ્યક્ષ તેમને આજના દિવસ સુધી સસ્પેન્ડ કર્યા છે. પરતું આમર સોની માગ છે કે, કોંગ્રેસન સભ્યને સત્ર પતે ત્યાં સુધી સપેન્ડ કરવામાં આવે બળવંત સિંહ પ્રસ્તાવ પર પોતાના વિચારો રજૂ કરી ને જણાવ્યું કે, પૂર્વ અધ્યક્ષના નિયમ 44 હેઠળ નિર્ણય કરવામાં આવે. ગૃહમાં આ રીતે કાળા કપડાં પહેરવા યોગ્ય નથી, આયોજીત દેખાવો કર્યો છે જેથી ઋષિકેશ પટેલના ટેકાને સમર્થન આપું છું.

રાઘવજી પટેલનો પ્રશ્નોતરીનો એક કલાકનો સમય મહત્વનો છે. અધ્યક્ષની સૂચના બાદ પણ દેખાવો કર્યો. અધ્યક્ષ પાંચ વખત સૂચના આપી તેમ છતાંય કોંગ્રેસ પક્ષના સભ્યો વેલમાં આવીને પેલ કાર્ડ સાથે દેખાવો કરેલ છે જે ઈરાદા પૃવક દેખાવો કરીને સભાનું અપમાન કરેલ છે. જેથી કોંગ્રેસના સભ્યોને વિધાનસભા સત્ર સુધી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gandhinagar News, Gujarat Assembly, Gujarat News