Home /News /gandhinagar /

Gujarat election 2022: ગોરખપુરથી લઈને કચ્છ સુધી ચાહક વર્ગ ધરાવે છે યોગી દેવનાથ, ભાજપ આ વર્ષે ગુજરાતના યોગીને આપી શકે છે ટિકીટ

Gujarat election 2022: ગોરખપુરથી લઈને કચ્છ સુધી ચાહક વર્ગ ધરાવે છે યોગી દેવનાથ, ભાજપ આ વર્ષે ગુજરાતના યોગીને આપી શકે છે ટિકીટ

Gujarat Pradesh Hindu Yuva Vahini Prabhari Yogi Devnath: અગાઉ વર્ષ 2017ની ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથ ભાજપ માટે પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. તે સમયે યોગી આદિત્યનાથે ‘એકલ ધામપુર ભ્રુદિયા ભચાઉ કત્ચ’ મંદિરે ગયા હતા અને યોગી દેવનાથ સાથે મુલાકાત કરી હતી.

Gujarat Pradesh Hindu Yuva Vahini Prabhari Yogi Devnath: અગાઉ વર્ષ 2017ની ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથ ભાજપ માટે પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. તે સમયે યોગી આદિત્યનાથે ‘એકલ ધામપુર ભ્રુદિયા ભચાઉ કત્ચ’ મંદિરે ગયા હતા અને યોગી દેવનાથ સાથે મુલાકાત કરી હતી.

વધુ જુઓ ...
    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly Election 2022) ગુજરાત પ્રદેશ હિન્દુ યુવા વાહિનીના પ્રભારી યોગી દેવનાથનો (Yogi Devnath) જન્મ 26 જાન્યુઆરીના રોજ થયો હતો. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. તેમના પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ શાળાએ જતા ત્યારે રસ્તામાં આશ્રમ આવતા અવાર નવાર તેઓ આશ્રમમાં જવા લાગ્યા અને બાળપણમાં જ તેમને સંન્યાસ લેવાની લગની લાગી હતી.

    યોગી દેવનાથે 12 વર્ષની ઉંમરે જ સંન્યાસ લઈ લીધો હતો અને નાથ અખાડાના સભ્ય બન્યા હતા. બાદમાં તેઓ કચ્છ-ભૂજ આવ્યા હતા અને ત્યાં એક નાનકડું મંદિર હતું, જ્યાં તેમણે આશ્રમ બનાવવાનું નક્કી કર્યું. આ આશ્રમ આજે એકલધામ આશ્રમ તરીકે પ્રચલિત છે.

    યોગી દેવનાથ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી (Gujarat Pradesh Hindu Yuva Vahini Prabhari Yogi Devnath) છે અને કચ્છ સંત સમાજના પ્રમુખ છે. લોકો તેમને દેવનાથ બાપુ પણ કહે છે. કચ્છમાં તેમનો ખૂબ જ પ્રભાવ જોવા મળી રહ્યો છે. યોગી દેવનાથ અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય છે તથા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામમાં આવેલ એકલધામ આશ્રમના મહંત પણ છે.

    મહારાષ્ટ્રના પાલઘરમાં જ્યારે બે સાધુ અને તેમના ડ્રાઈવરની મોબ લિંચિંગ થઈ હતી, ત્યારે યોગી દેવનાથે આ મામલે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે હજારો ગાયોને પણ કતલખાને જતા બચાવી હતી.

    શા માટે ગુજરાતના યોગી કહેવામાં આવે છે?

    યોગી દેવનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરુભાઈ છે અને તેમને યોગી આદિત્યનાથના સૌથી નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ અવારનવાર અખાડાના મંચ પર મળતા રહે છે. થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે યોગી દેવનાથના ફોટોઝ વાયરલ થયા હતા. તે સમયે ટ્વિટર પર 'ગુજરાત કા યોગી' ખૂબ જ ટ્રેન્ડ થયું હતું.

    યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એકલધામ આશ્રમ આવ્યા હતા. ત્યારબાદ યોગી દેવનાથના ચાહકોમાં ખૂબ જ વધારો થવા લાગ્યો હતો.

    અગાઉ વર્ષ 2017ની ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથ ભાજપ માટે પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. તે સમયે યોગી આદિત્યનાથે ‘એકલ ધામપુર ભ્રુદિયા ભચાઉ કત્ચ’ મંદિરે ગયા હતા અને યોગી દેવનાથ સાથે મુલાકાત કરી હતી.

    Gujarat election 2022: બહોળી લોકચાહના ધરાવતા ઋષિકેશ પટેલ ભાજપ માટે મહત્વપૂર્ણ લોકનેતા


    આજ સુધી જ્યારે પણ યોગી આદિત્યનાથ ગુજરાત મુલાકાતે આવે છે, ત્યારે તેઓ એકલધામ આશ્રમની અચુક મુલાકાત લે છે.

    ટ્વિટર પર ખૂબ જ સક્રિય છે યોગી દેવનાથ

    યોગી દેવનાથ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર ખૂબ જ સક્રિય છે. ટ્વિટર પર 'ગુજરાત કા યોગી' ટ્રેન્ડ થયા બાદ તેમણે આ ટ્રેન્ડનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. અને તેમણે હેશટેગ 'ગુજરાત કા યોગી' સાથે લખ્યું હતું કે, 'હિંદુ સમાજની સુરક્ષા, સમૃદ્ધિ અને રાષ્ટ્ર નિર્માણ માટે હંમેશા કાર્ય કરવામાં આવશે. હંમેશા આમ જ તમામ રાષ્ટ્રવાદીઓનો સાથ સહકાર મળતો રહે. તમામ લોકોના પ્રેમ અને આદર માટે ખૂબ ખૂબ આભાર.'

    યોગી દેવનાથ અગાઉ પણ સપ્ટેમ્બર 2021માં ચર્ચામાં આવ્યા હતા. યોગી દેવનાથનું એક ટ્વિટ વાયરલ થયું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, '8,51,000 ફોલોઅર્સ થવા પર દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. આ ફોલોઅર્સ નહીં, પરંતુ મારા પરિવારનો એક ભાગ છે. આવી રીતે જ આપ સહુનો એક બહેનને પ્રેમ મળતો રહે.' ટ્વિટમાં તેમણે બહેન લખ્યું હોવાના કારણે લોકોએ તેમના આરોપ મુક્યો હતો કે, ફોલોઅર્સ વધારવા માટે બહેન લખ્યું છે. ત્યારબાદ યોગી દેવનાથે સ્પષ્ટતા કરી હતી કે, તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું.

    લાઉડસ્પીકર વિવાદ

    ડિસેમ્બર 2021માં અંબાજી મંદિરમાં હવનશાળામાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ મામલે યોગી દેવનાથે અંબાજી મંદિરના તંત્રના આદેશનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો.

    તેમણે ટ્વિટમાં ફોટો શેર કરીને જણાવ્યું હતું કે, લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને તાત્કાલિક પરત ખેંચવામાં આવે. આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો તમામ મસ્જિદોમાં લગાવેલ લાઉડસ્પીકરને બંધ કરી દેવામાં આવશે.

    હિંદુ સમાજના લોકોએ આ નિર્ણયનો વિરોધ કરતા અંબાજી મંદિર તરફથી લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને પરત ખેંચી લીધો હતો.

    અંબાજી મંદિર તરફથી જાહેર કરેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, લાઉડસ્પીકરના કારણે ગ્રામજનોને તથા અંબાજી મંદિરના કાર્યાલયના તમામ કાર્યોમાં પરેશાની થઈ રહી છે. આ કારણોસર લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

    રાજકારણમાં પણ છે સક્રિય

    યોગી દેવનાથ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ આરોગ્ય અને શિક્ષા ક્ષેત્રે ગરીબો માટે કાર્ય કરી રહ્યા છે. યોગી દેવનાથ જણાવે છે કે, તેમનો કોઈ પરિવાર જ નથી, જેથી ભ્રષ્ટાચારનો સવાલ ઉભો થતો જ નથી.

    વર્ષ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઊભા રહેવા માટે યોગી દેવનાથે ભાજપ પાસે ટિકીટ માંગી હતી. કચ્છની કૈલાશ ટેકડીમાં સાધુ અને સંતોએ ભાજપ હાઈકમાન પાસે યોગીને ટિકીટ આપવા અંગે માંગ કરી હતી.

    Gujarat election 2022: જયેશ રાદડિયાઃ જાણો દિગ્ગજ નેતાનું પ્રારંભિક જીવન અને રાજકીય કારકિર્દી


    ભાજપે ટિકિટ ન આપતા વ્યક્ત કરી નારાજગી

    ભાજપ પાસે ટિકીટ માગવા અંગે યોગી દેવનાથે અગાઉ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘છેલ્લા 20 વર્ષથી મેં પાર્ટી માટે કામ કર્યું છે અને કચ્છ જિલ્લામાં ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું છે. કચ્છ જિલ્લાના તમામ નેતાઓનું માનવું છે કે, હું ચૂંટણીમાં જીત મેળવી શકું છું. હું અહીંયા સમય પસાર કરીને લોકોની સેવા કરું છું. એવું નથી કે હું સાધુ છું એટલા માટે ટિકીટ માંગુ છું. સાધુઓએ આ દેશના અને ભાજપના વિકાસ માટે ખૂબ જ યોગદાન આપ્યું છે. હું બે દાયકાથી વધુ સમયથી ભાજપ માટે વફાદાર રહ્યો છું.’

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મેં અગાઉ વર્ષ 2012 માં પણ ભાજપ પાસે ટિકીટ માંગી હતી. તેમણે ભાજપના ધારાસભ્ય પંકજ મહેતા લોકપ્રિય ન હોવાનો આડકતરો ઈશારો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘રાપરમાં કેટલાક પાર્ટી કાર્યકર્તાઓ ધારાસભ્યથી ખુશ નથી. આ ધારાસભ્ય 150 કિમી દૂર ભૂજમાં રહે છે અને તેમના વિસ્તાર રાપરની ખાસ મુલાકાત લેતા નથી. હું રાપરમાં જ રહું છું અને અહીં જ લોકોની સેવામાં સમય પસાર કરું છું.’

    કચ્છ જિલ્લામાં યોગી દેવનાથનો ખૂબ જ પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ કારણોસર ભાજપ આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે યોગી દેવનાથને રાપર વિધાનસભા મતવિસ્તાર માટે ટિકીટ આપી શકે છે. મહત્વનું છે કે, આ બેઠક હાલ કોંગ્રેસના કબ્જામાં છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन