Home /News /gandhinagar /Gujarat election 2022: ડો. રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસની નાવડી પાર કરાવી શકશે?

Gujarat election 2022: ડો. રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસની નાવડી પાર કરાવી શકશે?

Gujarat Assembly Election 2022: ડો. રઘુ શર્માને કોંગ્રેસના વફાદાર માનવામાં આવે છે. તેઓ કોંગ્રેસના વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ 2018થી 2021 સુધી રાજસ્થાન સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

Gujarat Assembly Election 2022: ડો. રઘુ શર્માને કોંગ્રેસના વફાદાર માનવામાં આવે છે. તેઓ કોંગ્રેસના વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ 2018થી 2021 સુધી રાજસ્થાન સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

વધુ જુઓ ...
    ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly election 2022) ચૂંટણીઓ એકદમ નજીક આવી ગઈ છે તેવામાં  ગુજરાતકોંગ્રેસની (Gujarat Congress) હાલત બહુ સારી ન કહી શકાય. હાર્દિક પટેલ જેવા મોટા યુવાનેતાના રાજીનામાના કારણે રાજ્યમાં કોંગ્રેસ વધુ ઢીલી પડી ગઈ છે. લોકમાનસ પર એવી છાપ છે કે, કોંગ્રેસ પાસે કોઈ કદાવર નેતા કે કોઈ વક્તા નથી. મોટા મુદ્દાને વ્યાપક અસરકારકતાથી ઉઠાવી  શકતા નથી અને તે લોકો સુધી પહોંચી શકતા નથી. પરિણામે નાની મોટી ચૂંટણીમાં રકાસ જોવા મળે છે.

    હવે 2022ની ગુજરાત વિધાનસભાની (Gujarat election 2022) ચૂંટણીના પડઘમ સંભળાય છે, ત્યારે કોંગ્રેસનું હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના પરિણામે રાજસ્થાન સરકારમાં આરોગ્યમંત્રી રહેલા રઘુ શર્માને (Raghu Sharma) ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે. તેઓ થોડા સમય પહેલા જ 125 બેઠક જીતવાનો દાવો કરી ચૂક્યા છે.

    તેઓ રાજસ્થાનની કેકરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને સચિન પાયલટ જૂથમાંથી મંત્રી બન્યા છે. આ ઉપરાંત તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના અત્યંત નીક્ટવર્તી ગણાય છે. રઘુ શર્મા રાજસ્થાન કોંગ્રેસનાં કદાવર નેતા હોવા સાથે રાહુલ ગાંધીના પણ વિશ્વાસુ છે. તેમણે પાટીદાર નેતા નરેશ પટેલના કોંગ્રેસમાં સામેલ કરવા અનેક પ્રયાસો કર્યા હતા.

    તેઓ કોંગ્રેસ માટે બનતા પ્રયાસો કરી રહ્યા છે. તેમણે ગુજરાતના રાજકારણને સમજી ઘણા પગલાં લીધા છે, પણ હાર્દિક પટેલ સહિત કેટલાક નેતાઓને સાંભળવામાં ક્યાંક ભૂલ ખાઈ ગયા હોવાનું પણ ઉપસી આવે છે. અહીં તેમના રાજકીય અને અંગત જીવન તથા જવાબદારી અંગે જાણકારી આપવામાં આવી છે.

    રઘુ શર્માનો અંગત જીવન 

    Personal life of Raghu Sharma: ડો.રઘુ શર્માનો જન્મ 26 જુલાઈ, 1958ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ શિવસ્વરૂપ શર્મા અને માતાનું નામ કાંતા દેવી છે. તેમના લગ્ન 1989માં થયા હતા અને તેમના પત્નીનું નામ વીરા શર્મા છે. તેમણે મેનેજમેન્ટમાં B.Sc., LLB., MBA, પીએચ.ડી. કર્યું છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટી, જયપુર અને આર.એ. પોદ્દાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી શિક્ષણ મેળવ્યું છે.

     કોંગ્રેસ નેતા રઘુ શર્માની રાજકીય કારકિર્દી (Political career of Congress leader Raghu Sharma)

    ડો. રઘુ શર્માને કોંગ્રેસના વફાદાર માનવામાં આવે છે. તેઓ કોંગ્રેસના વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ 2018થી 2021 સુધી રાજસ્થાન સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ અજમેર જિલ્લાના કેકરી મતવિસ્તારમાંથી રાજસ્થાન વિધાનસભાના સભ્ય છે.

    ડો. રઘુ શર્માની સંપતિ

    રાજસ્થાનમાં 2018ના ફેબ્રુઆરીમાં થયેલી પેટા ચૂંટણીમાં અજમેર બેઠક પરથી તેમણે ફોર્મ ભરતી વખતે પોતાની સંપતિ જાહેર કરી હતી. જે મુજબ તેમના હાથ પર 2.15 લાખ જેટલી રકમ છે. જ્યારે તેમની પત્નીના હાથ પર 1 લાખ જેટલી રોકડ છે. આ ઉપરાંત બેન્ક, રોકાણ, ફોર્ડ, આઈકોન, સ્કોરપીઓ, સહિતના વાહન, ઘરેણાં મળી 78 લાખથી વધુની મિલકત છે. આ ઉપરાંત રૂ. 60 લાખની સ્થાવર મિલકત છે. જ્યારે તેમના પત્નીના નામે 10 લાખથી વધુને જંગમ અને રૂ. 1 કરોડની સ્થાવર મિલકત છે.

    કઈ કઈ જવાબદારી સાંભળી ચૂક્યા છે?

    2008 - 2013: રાજસ્થાન વિધાનસભા સભ્ય, રાજસ્થાન વિધાનસભામાં સરકારના ચીફ વ્હીપ, (કેબિનેટ મંત્રીનો દરજ્જો સાથે), પબ્લિક એકાઉન્ટ કમિટીના સભ્ય

    1 ફેબ્રુઆરી, 2018: પેટા-ચૂંટણીમાં 16મી લોકસભામાં સભ્ય તરીકે ચૂંટાયા, સલાહકાર સમિતિ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને ખાણ મંત્રાલયની જવાબદારી સંભાળી

    14 માર્ચ, 2018 - 21 ડિસેમ્બર, 2018: વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને વન પર સ્થાયી સમિતિ સભ્ય તેમણે 21 ડિસેમ્બર, 2018ના રોજ રાજીનામું આપ્યું હતું.

    2018થી 2021: કેકરીથી પંદરમી રાજસ્થાન વિધાનસભા સભ્ય, રાજસ્થાન સરકારમાં તબીબી અને આરોગ્ય વિભાગનાં કેબિનેટ મંત્રી, આયુર્વેદ અને ભારતીય તબીબી વિભાગના કેબિનેટ મંત્રી, તબીબી અને આરોગ્ય સેવા વિભાગનાં કેબિનેટ મંત્રી (ઇએસઆઈ), માહિતી અને જનસંપર્ક વિભાગના કેબિનેટ મંત્રી

    આ ઉપરાંત તેઓ જયપુરની મહારાજા કોલેજ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ, રાજસ્થાન પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ, જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના સર્વોચ્ચ અધ્યક્ષ, રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ, રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ, રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ, રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, રાજસ્થાન યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય સહિતના પદો પર રહી ચૂક્યા છે.

    રઘુ શર્માની પ્રભારી તરીકે જવાબદારી

    કોરોનાકાળમાં રાજસ્થાનમાં આરોગ્ય વિભાગનો હવાલો સંભાળનાર શર્માજી સામે સૌથી મોટો પડકાર ગુજરાતમાં ભાજપ સંગઠન છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં છે. આવી સ્થિતિમાં ગુજરાતના પ્રભારી તરીકે ડો.શર્મા સામેનો સૌથી મોટો પડકાર હવે સીધો આ બે દિગ્ગજો જ રહેશે.

    બીજી તરફ મે 2021માં કોરોનાને કારણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી સાંસદ રાજીવ સાતવના નિધન બાદથી કોંગ્રેસના પ્રભારીનું પદ ખાલી પડ્યું હતું. આ પહેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ફેબ્રુઆરી-માર્ચ 2021માં સ્થાનિક સ્વરાજ અને પંચાયતની ચૂંટણીમાં કારમી હાર બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. અગાઉ કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ વધી રહ્યું હતું.

    એક વખત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં અવનાર હોવાની ચર્ચા પણ હતી, કારણ કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગેહલોત પ્રભારી હતા ત્યારે લડવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે છેલ્લા અઢી દાયકામાં સૌથી વધુ 77 બેઠકો જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમના ખાસ વિશ્વાસુ ડો.રઘુ શર્મા પર ગુજરાત કોંગ્રેસની જવાબદારી આવી પડી છે.

    NSUI, યુથ કોંગ્રેસથી લઈને રાજ્યના કેબિનેટ મંત્રી બનવા સુધી ડો. શર્માએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ તેમની બાહુબલી નેતાની છબી ટકી રહી છે. આમ છતાં ગુજરાતની ચૂંટણીની જવાબદારી તેમના માટે સૌથી મોટો પડકાર બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જેવા દિગ્ગજો સામે વિપક્ષને મજબૂત કરવો અને ચૂંટણી જીતવી એ કોઈ નાનીસૂની વાત નથી. કોંગ્રેસમાં વિભાજન અટકાવવું અને ચૂંટાયેલા નેતાઓને પક્ષ પલટો કરતા અટકાવવું એ ખૂબ જરૂરી છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Raghu Sharma

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन