Home /News /gandhinagar /

પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગુજરાતના રાજકારણને કઈ રીતે હચમચાવ્યું?

પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગુજરાતના રાજકારણને કઈ રીતે હચમચાવ્યું?

Patidar reservation movement: ભાજપ સરકારને ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલનો કડવો અનુભવ મળી જ ચુક્યો છે. પાટીદાર સમાજે સ્થાનિક અને વિધાનસભા ચૂંટણીમાં સત્તા સામેનું મતદાન કરતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો.

Patidar reservation movement: ભાજપ સરકારને ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલનો કડવો અનુભવ મળી જ ચુક્યો છે. પાટીદાર સમાજે સ્થાનિક અને વિધાનસભા ચૂંટણીમાં સત્તા સામેનું મતદાન કરતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) નજીક આવતા જ પાટીદાર ફેક્ટર (Patidar factor) શબ્દ સંખ્યાબંધ જગ્યાએ સાંભળવા મળે છે. ગુજરાતની અનેક બેઠકો પર પાટીદારો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો પાટીદાર સમાજને રાજીરાજી રાખવાનો પ્રયાસ કરે છે. પાટીદારોને નારાજ કરવાથી ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.

  ભાજપ સરકારને ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલનો કડવો અનુભવ મળી જ ચુક્યો છે. પાટીદાર સમાજે સ્થાનિક અને વિધાનસભા ચૂંટણીમાં સત્તા સામેનું મતદાન કરતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો. ખાસ કરીને ગ્રામપંચાયત જેવી ચૂંટણીમાં ભારે નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં પાટીદાર સમાજ અને તેમાં પણ ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતિને (Patidar reservation movement) સાચવી લેવામાં રાજ્ય સરકારે ઘણા પ્રયાસ કર્યા છે અને તેમાં મોટાપાયે સફળતા પણ મળી છે.

  આજે અહીં આખા દેશમાં ચર્ચા જગાવનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસ (PAAS) અંગે જાણકારી આપવામાં આવી છે. અહીં પાસના ઉદય, ભૂતકાળ, અને મહત્વ સહિતના મુદ્દાને આવરી લેવાયા છે.

  પાટીદાર અનામત આંદોલન (Patidar reservation movement) સમિતિની રચના

  પાટીદાર અનામત આંદોલન સમિતિ રચના યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે 2015માં કરી હતી. તે સમયે તેમની સાથે અલ્પેશ કાથીરિયા પણ જોડાયા હતા. આ રચના પાછળ પાટીદારોને અનામત અપાવવવાનો હેતુ હતો. પાસની રચના પહેલા હાર્દિક 2012માં પાટીદાર યુવા સંગઠન સરદાર પટેલ ગ્રુપ (SPG)માં જોડાયો હતો. આ દરમિયાન 2015માં હાર્દિક પટેલને એસપીજીના નેતા લાલજી પટેલ સાથે સંઘર્ષ થયો હતો અને ત્યારબાદ એસપીજીમાંથી તેને હાંકી કાઢવામાં આવ્યો હતો.

  જુલાઈ 2015માં હાર્દિક પટેલની બહેન મોનિકાને રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ મળી નહોતી. બીજી તરફ મોનિકાની મિત્ર અન્ય પછાત વર્ગ ક્વોટા દ્વારા તે જ શિષ્યવૃત્તિ માટે ક્વોલિફાય થઈ હતી. આ વાતથી હાર્દિક નારાજ થઈ ગયો હતો. બાદમાં પાટીદારોને અનામત અપાવવા માટે તેણે પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના કરી હતી.

  25 ઓગસ્ટ 2015ના રોજ થયો ભડકો

  પાટીદાર અનામત માટે પાસ સક્રિય રીતે કામમાં લાગી ગઈ હતી. ગામે ગામ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકાર સામે માંગ બુલંદ કરાઈ હતી. આ દરમિયાન 25 ઓગસ્ટ 2015ના અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે થયું તેના ભણકારા આજે પણ વાગી રહ્યા છે. તે દિવસે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદારો રેલી માટે એકઠા થયા હતા. તે સમયે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ગોળીઓ ચલાવાય હતી. જેના કારણે ભાગદોડ મચી જવા પામી હતી. આવા બનાવમાં 12 જેટલા શખ્સ મૃત્યુ પામ્યા હતા. એવામાં પોલીસે દેશદ્રોહના કેસ હેઠળ આંદોલન સાથે જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ કરી હતી.

  પાસને નેતાઓને દેશભરમાં ઓળખ મળી

  અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. પાટીદારોને અનામતની માંગણી ઉગ્ર બની હતી અને તેને લીધે હાર્દિક પટેલને એક યુવા પાટીદાર નેતા તરીકે દેશભરમાં લોકો ઓળખતા થયા હતા. હાર્દિક પટેલ સાથે અલ્પેશ કથીરિયા સહિતનાને પણ આ આંદોલનથી ઓળખ મળી હતી. ત્યારબાદ હિંસા અને અનેકવિધ કારણોસર પાટીદાર અનામત આંદોલન સતત સરકાર સાથે સંઘર્ષરત રહ્યું છે.

  તે સમયે 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી

  ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. જેમાંથી 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે અને હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે. વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાની માંગ દરમિયાન થયેલા આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં 14 પાટીદાર યુવકોના મોત થયા હતા. આ આંદોલનમાં જીવ ખોયો હોય તેવા યુવાનોનો નોકરી આપવામાં પણ માંગ ઉઠી હતી.

  રાજકીય પક્ષો, બિલ્ડરો, અધિકારીઓ સહિતનાએ આપ્યો હતો સાથ

  પાટીદાર અનામત આંદોલન પાછળ સૌથી પહેલા ભાજપના નેતાઓએ ટેકો આપ્યો હતો. આ ઉપરાંત પાટીદાર નેતાઓએ આંદોલનને વેગવંતુ બનાવવા પબ્લીક એકઠી કરવામાં મદદ કરી હતી. એકંદરે આ આંદોલન માટે કોંગ્રેસ અને ભાજપના બંન્ને પક્ષના નેતાઓએ કરી મદદ હતી. સભા માટે સ્થળો,મંડપ સહિતની વ્યવસ્થામાં મદદ કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે અનામત આંદોલનમાં પાટીદાર બીલ્ડર લોબી પણ સક્રિય રીતે ફાળો આપ્યો હતો. બીલ્ડર લોબીએ ફંડીગથી માંડીને રહેવા, જમવા અને વાહનોની વ્યવસ્થા કરી હતી.

  પાટીદાર અનામતમાં સરકારના પાટીદાર અધિકારીઓએ પણ ટેકો આપ્યો હતો. સરકારના અધિકારીઓએ યુવા સંગઠનને ગાઇડલાઇન આપી હતી અને અનામતની માંગ ઉગ્ર બનાવવા પાટીદાર અધિકારીઓએ તમામ સ્તરે મદદ કરી હતી.

  સરકાર સામે પાસની અમુક અંશે જીત

  ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વ્યાપક અને રોષપૂર્ણ હતું. પાટીદારોની નારાજગી વહોરવી ભાજપને પોસાય તેમ નહોતી. સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ સરકારના આગેવાનોને ગામમાં ઘુસવા દેવામાં આવ્યા નહોતા. થાળીઓ વગાડી વિરોધ કરાયો હતો. આ દરમિયાન ગુજરાત સરકારે બિનઅનામત વર્ગ માટે 10 ટકા આર્થિક અનામતની જોગવાઈનો નિર્ણય કર્યો હતો. જે અમુક અંશે પાસની જીત સમાન હતું.

  સરકાર માટે પાટીદારોને શા માટે જરુરી?

  ગુજરાતમાં કડવા અને લેઉવા એમ બે પાટીદારો છે. તેમની કુલ વસ્તી 15 ટકા જેટલી છે. વર્ષ 2012માં 182 ધારાસભ્યોમાથી 50 ધારાસભ્યો પાટીદારો હતા. જેમાંથી 36 ધારસભ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા. જોકે પાટીદાર આંદોલન બાદ સમીકરણો બદલાયા અને કોંગ્રેસની પાટીદાર સીટોમાં વધારો થયો. 2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 ધારાસભ્યો વિજયી બન્યા. જેમાંથી 11 ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયા હતા. હાલ 182માંથી 44 ધારાસભ્યો પાટીદારો છે. જ્યારે લોકસભાની 26 બેઠકોમાંથી 6 સાંસદો પાટીદાર સમાજના છે. રાજ્યસભાની 11 બેઠકોમાથી 3 સાંસદો પાટીદાર સમૂદાયના છે.

  અલ્પેશ કથિરિયા અને નરેશ પટેલને (Alpesh Kathiria and Naresh Patel) ખેંચવાના પ્રયાસ

  2022માં સત્તા મેળવવા પાટીદાર નેતાના ખભા પર સવાર થવા રાજકીય પક્ષો હવાતિયાં મારે છે. ભાજપે તો આંદોલનના મુખ્ય નેતા હાર્દિકને પ્રવેશ આપી દીધો છે. ત્યારે હાર્દિક બાદ પાસના મોટા નેતા ગણતા અલ્પેશ કથિરિયાને કોંગ્રેસ પોતાના ભણી લાવવા પ્રયાસ કરી રહી છે. બીજી તરફ પાટીદાર સમાજનો સૌથી મોટો ચહેરો ગણાતા નરેશ પટેલને પણ કોગ્રસમાં જોડવાના પ્રયાસ થયા હતા પણ હાલ પૂરતા તેઓ કોઈ પક્ષમાં જવા માંગતા નથી.

  2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર

  2017માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર હતી. જેના કારણે કૉંગ્રેસે અગાઉ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી અને કૉંગ્રેસે 77 બેઠક જીતી હતી. તે વખતે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સતત સક્રિય રહ્યા અને ચર્ચામાં પણ રહ્યા હતા.

  50 બેઠકો પર પાસની થઈ શકે અસર

  ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી મોટી છે. જેના કારણે પાટીદારો સત્તા પરિવર્તન લાવી શકે છે. રાજ્યમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે. જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રાનો સમાવેશ થાય છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन