liveLIVE NOW

Gujarat Election Result 2022: ભાજપ પાસે દેશહિતમાં કડક નિર્ણય લેવાની શક્તિ છે માટે લોકોએ મત આપ્યો: પીએમ મોદી

Gujarat Election Results 2022 News Live Updates: વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ભુપેન્દ્ર પટેલને ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે શપથવિધિની પણ જાહેરાત કરી દીધી છે.

 • News18 Gujarati
 • | December 08, 2022, 22:59 IST |  Gandhinagar, India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 4 MONTHS AGO
  20:17 (IST)
  ભૂપેન્દ્ર પટેલ ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. જેમા તેમણે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને તે આજે પણ યથાવત છે. નરેન્દ્ર ભાઈએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે. આજે ગુજરાતનો દરેક નાગરિક આ વિકાસની રાજનીતિ પર પોતાની મહોર લગાવી દીધી છે. ગુજરાત આખા દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.

  19:37 (IST)
  પીએમ મોદીએ કહ્યું, 'લોકોએ ભાજપને મત આપ્યો, કારણ કે ભાજપ દરેક ગરીબ, મધ્યમ વર્ગના પરિવારને વહેલી તકે દરેક સુવિધા આપવા માંગે છે. લોકોએ ભાજપને મત આપ્યો કારણ કે ભાજપ પાસે દેશના હિતમાં સૌથી મોટા અને અઘરા નિર્ણયો લેવાની શક્તિ છે.

  19:35 (IST)

  બે રાજ્યોના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં બીજેપી જીતી નથી, ત્યાં વોટ શેર જનતાના પ્રેમની સાક્ષી છે.

  18:50 (IST)

  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ હેડક્વોર્ટર પહોંચ્યા. ગુજરાતની જીતનો જશ્ન માનવશે.

  17:45 (IST)
  અમરેલી, ધારી, સાવરકુંડલા અને લાઠીમાં ભાજપનો ભવ્ય વિજય. રાજુલા બેઠક પર પણ કોંગ્રેસ પરાજયની કગાર પર. અમરેલી શહેરમા ભાજપના વિજેતા ઉમેદવારનું ભવ્ય વિજય સરઘસ. દીલીપ સંધાણી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા. અમરેલી જિલ્લામાં કેસરીયો માહોલ.

  17:45 (IST)
  અમરેલી, ધારી, સાવરકુંડલા અને લાઠીમાં ભાજપનો ભવ્ય વિજય. રાજુલા બેઠક પર પણ કોંગ્રેસ પરાજયની કગાર પર. અમરેલી શહેરમા ભાજપના વિજેતા ઉમેદવારનું ભવ્ય વિજય સરઘસ. દીલીપ સંધાણી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા. અમરેલી જિલ્લામાં કેસરીયો માહોલ.

  16:54 (IST)
  બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ઠાકોરની જીત. સતત 8 ટર્મથી ચાણસ્મા વિધાનસભા ભાજપનો ગઢ હતો. દિલીપ વિરાજી ઠાકોરનો પરિવાર સતત આઠ આઠ ટર્મથી ચાણસ્મા બેઠક પર જીત મેળવી હતી. કોંગ્રેસ ઉમેદવાર દિનેશ ઠાકોરે ગઢમાં ગાબડું પાડી જીત મેળવી છે.

  16:50 (IST)
  ગુજરાતના 33 પૈકી  16 જિલ્લાની તમામ બેઠકો પર ભાજપની જીત. અમરેલી, છોટાઉદેપુર, મોરબીમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરો.

  16:49 (IST)
  ગુજરાતમાં ભવ્ય જીત છતાં પોરબંદરમાં ભાજપનું ખાતુ ન ખુલ્યુ. કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા અને કુતિયાણાથી સપાના કાંધલ જાડેજાની જીત

  15:33 (IST)
  Gujarat Election Result:ચૂંટણી પરિણામોમાં કારમી હારની સામે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રધુ શર્માએ રાજીનામું આપ્યું છે.

  ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ લગભગ જાહેર થઈ ગયું છે. ત્યારે આ વખતે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીત્યાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે અને 150 કરતાં વધુ સીટ પર જીત હાંસલ કરી છે. મહત્ત્વનું છે કે, આ વખતે ભાજપે અમુક નવા ચહેરાને સ્થાન આપીને સાહસ કર્યુ હતુ તે પણ ફળીભૂત થયું છે. તો ઘણી બેઠક પર જૂનાજોગીને રિપિટ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 69 રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ 1,621 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ છે. ગુજરાતમાં ભાજપ, આપ કે કોંગ્રેસ કોણ સત્તા બનાવશે અને કોણ પોતાના દાવામાં ખરું ઉતરશે તે આવનારા પરિણામો જ જણાવશે.

  સરેરાશ મતદાન 64.33 ટકા


  આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.

  બે બેઠક પર 80%થી વધુ મતદાન


  આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.

  2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


  ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.