liveLIVE NOW

Gujarat Election 2022 LIVE: બીજેપીની પ્રથમ યાદી જાહેર: 160 બેઠક પર ઉમેદવારના નામ જાહેર, 14 મહિલાને ટિકિટ મળી

Gujarat BJP Candidate List 2022 LIVE Updates:આજે ભાજપનાં અનેક ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. આજે ખબર પડશે કે કોને ટિકિટ મળી અને કોની ટિકિટ કપાઇ છે.

 • News18 Gujarati
 • | November 10, 2022, 11:50 IST |  Gandhinagar, India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 3 MONTHS AGO
  14:9 (IST)
  મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્ર રાઠવાને છોટાઉદેપુર બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા છે. બે દિવસ પહેલા જ  મોહનસિંહ રાઠવા અને રાજુ રાઠવા ભાજપમાં જોડાયા છે. પહેલીવાર રાજુ રાઠવા  ચૂંટણી લડી રહ્યા છે. વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ રાજેન્દ્ર રાઠવાના સસરા છે. સસરા કોંગ્રેસમાં છે અને તેમના જમાઈ હવે ભાજપના છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર બન્યા છે. લોકોના સમર્થનથી  તેઓ ચોક્કસ જીતશે તેવું રાજેન્દ્ર રાઠવાએ દાવો કર્યો છે. ઉમેગવાર તરીકે નામ  જાહેર થતા મોહન સિંહ રાઠવાની ઓફિસે સમર્થકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.

  13:10 (IST)
  પાંચ બેઠકોનાં ઉમેદવારોનાં નામ બાકી છે. આ બેઠકોમાં ભાવનગર પૂર્વ, ધોરાજી, કુતિયાણા, ખંભાળિયા, ચોર્યાસી, ડેડિયાપાડા બેઠકના ઉમેદવારનાં નામ જાહેર કરવાના હજુ બાકી છે. ત્યારે ચર્ચા થઇ રહી છે કે, આ ઉમેદવારોનાં નામ પાછળ ભાજપને તમામ ગણિત ગણવા પડે તેમ છે. નોંધનીય છે કે, પ્રથમ તબક્કા માટે ચાર દિવસ બાદ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. 14મી નવેમ્બરનાં રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આપને જણાવીએ કે, પાંચ બેઠકોમાંથી બે બેઠકો પર હાલ ભાજપ પાસે છે. આ ઉપરાંત બે કોંગ્રેસ અને એક બેઠક એનસીપી અને બીટીપી પાસે છે.

  12:5 (IST)
  ગુજરાત ચૂંટણી: અમદાવાદની વાત કરીએ તો ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નિકોલ બેઠક પરથી જગદિશ પંચાલ સિવાય શહેરની તમામ બેઠકો પર નો રિપિટની થિયરી અપનાવવામાં આવી છે. અમદાવાદ શહેરની 16માંથી 10 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી 2 ટર્મથી ઉમેદવારો બદલ્યા જ નથી. આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2012ની ચૂંટણીમાં નવું સીમાંકન અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ પછી બે વખત વર્ષ 2012 અને વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે 16માંથી 10 સીટો પર ઉમેદવારોને રિપીટ કર્યા હતા.

  11:58 (IST)
  ગાંધીધામ: માલતિબેન મહેશ્વરી, વઢવાણ: જીગ્નાબેન પંડ્યા, રાજકોટ પશ્ચિમ: દર્શિતા શાહ, રાજકોટ ગ્રામીણ: ભાનુબેન બાબરિયા, ગોંડલ: ગીતાબા જાડેજા, નાંદોડ: દર્શનાબેન દેશમુખ, લિંબાયત: સંગિતાબેન પાટિલ, બાયડ: ભીખિબેન પરમાર, નરોડા: પાયલબેન કુકરાણી, ઠક્કરબાપા નગર: કંચનબેન રાદડિયા, અસારવા: દર્શનાબેન વાઘેલા- sc ઉમેદવાર, મોરવા હડફ: નીમીશાબેન સુથાર- STઉમેદવાર, વડોદરા શહેર: મનીષાબેન વકીલ sc ઉમેદવાર

  11:27 (IST)
  અમારા સંવાદદાતાએ સી.આર પાટીલ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે, અમારી લડાઇ માત્ર કોંગ્રેસ સાથે જ છે. આપનું ગુજરાતમાં કોઇ અસ્તિત્વ નથી. ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યા બાદ અમારા ન્યૂઝ18નાં સંવાદદાતાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ કે, અત્યાર સુધીની યાદીમાં 38 લોકોને બદલી દેવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકોનું સર્વસંમત્તિ સાથે ટિકિટ બદલવામાં આવી છે. જેથી તેમની ટિકિટ કપાઇ છે તેમ નથી કહી શકાય તેમને બદલવામાં આવ્યા છે.

  11:15 (IST)
  મળતી માહિતી પ્રમાણે 38 ઉમેદવારોની ટિકિટ કાપવામાં આવી છે.  આ સાથે પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. 

  11:9 (IST)
  BJP Candidate list: પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી, વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ ટિકિટ, જસદણથી કુંવરજી બાવળિયા લડશે, હર્ષ સંઘવી મજૂરાથી લડશે ચૂંટણી, કતારગામથી વિનુ મોરડિયા લડશે, માણાવદરથી જવાહર ચાવડા લડશે,ગઢડામાં શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડશે.

  10:52 (IST)

  પહેલા ફેઝનાં 84 નામ જાહેર પહેલા ફેઝનાં 84 નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવારોની યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાને રિપિટ કરવામાં આવ્યા છે. દસાડાથી પુરષોત્તમ પરમાર, રાપરથી વિરેન્દ્રસિંહ, ગીતાબા જેતપુરથી, ટંકારાથી દુર્લભભાઇ, જામનગર ઉત્તર રેવા બા, ઉનાઇમાંથી કાળુભાઇ રાઠોડ, મોરબીથી કાંતિ અમૃતિયા, વરાછા કિશોરભાઇ કાનાણી ,તલાળાથી ભગા બારડ, મહુવાથી જેતપુરથી જયેશ રાદડિયા. કામરેજથી પ્રફુલભાઇ, બારડોલીમાંથી ઇશ્વરભાઇ, લીંબડીથી કિરિટ શાહ, ગંધીઘામ માલતી મહેશ્વરી, મજુરાથી હર્ષ સંઘવી, વ્યારા મોહન કોકણી, કનુભાઇ દેસાઇ કપરાડા, જીતુભાઇ ચૌધરી ઉમરગામનો સમાવેશ થાય છે.

  10:42 (IST)
  ભાજપના ઉમેદવારોની યાદી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાને રિપિટ કરવામાં આવ્યા છે. દસાડાથી પુરષોત્તમ પરમાર, રાપરથી વિરેન્દ્રસિંહ, ગીતાબા જેતપુરથી, ટંકારાથી દુર્લભભાઇ, જામનગર ઉત્તર રેવા બા.

  10:39 (IST)

  અહીં જોઇ શકશો આખી ભાજપની પ્રેસવાર્તા. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ભૂપેન્દ્ર યાદવ તથા મનસુખ માંડવિયા પત્રકાર પરિષદ માટે પહોંચ્યા છે. 

  ગાંધીનગર: ચૂંટણી પંચે ગુજરાતમાં આગામી પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ત્યારે હવે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. ભાજપ પણ પોતાના ઉમેદવારોની પસંદગીની કવાયતમાં લાગી ગયા છે. બુધવારે ભાજપનાં દિગ્ગજ નેતાઓ દ્વારા ઉમેદવારોની યાદીને લઈને મંથન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે પી નડ્ડા, CM ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ સામેલ હતા. ગુજરાત ચૂંટણી માટેની ઉમેદવારોની યાદી આજે જાહેર થવામાં વાર લાગી રહી હતી. જે બાદ પ્રેસ કોન્ફરન્સમાં 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે બુધવારની રાતે ટિકિટ વાંચ્છુંક ઉમેદવારો આખી રાત ફોનની રાહમાં જાગ્યા હતા. જેમાં અનેક ઉમેદવારોને ફોન આવી ગયા હતા.

  નોંધનીય છે કે, આજે ગુજરાત કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. આ સાથે આપ દ્વારા ઉમેદવારોની 12 યાદી જાહેર કરી દેવામાં આવી છે.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन