Home /News /gandhinagar /

Gujarat election 2022: ગુજરાતના ડેરી ક્ષેત્રની આર્થિક, સામાજિક અને રાજકીય અસર, જાણો ઇતિહાસ અને મહત્વ

Gujarat election 2022: ગુજરાતના ડેરી ક્ષેત્રની આર્થિક, સામાજિક અને રાજકીય અસર, જાણો ઇતિહાસ અને મહત્વ

Gujarat's Dairy Industry Impact on Elections 2022: ડો વર્ગીસ કુરિયનને (dr verghese kurien) 'શ્વેતક્રાંતિના જનક' તરીકે (White revolution) ઓળખવામાં આવે છે. કુરિયને ગુજરાતના આણંદ ડેરીઉદ્યોગને સફળ સહકારી મૉડલ તરીકે સ્થાપિત કર્યું હતું.

Gujarat's Dairy Industry Impact on Elections 2022: ડો વર્ગીસ કુરિયનને (dr verghese kurien) 'શ્વેતક્રાંતિના જનક' તરીકે (White revolution) ઓળખવામાં આવે છે. કુરિયને ગુજરાતના આણંદ ડેરીઉદ્યોગને સફળ સહકારી મૉડલ તરીકે સ્થાપિત કર્યું હતું.

વધુ જુઓ ...
  ગુજરાતના ડેરી ક્ષેત્રની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 કેવી રહેશે અસર?: (Gujarat Assembly election 2022) ભારત કૃષિપ્રધાન દેશ છે અને સાથે જ પશુપાલનનું પણ એટલું જ મહત્વ છે. ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોના ખેતી ઉદ્યોગ સાથે તેના પૂરક ઉદ્યોગ તરીકે ૫શુપાલન ઘ્વારા થતુ દૂધ ઉત્પાદન મહત્વનની પુરક આવક બની રહે છે. જેથી ગુજરાત પશુપાલન પાલનમાં બહોળી નામના ધરાવે છે. ગુજરાતમાં ટોચની અમુલ, સાબર અને દૂધસાગર સહિતની ડેરીઓ આવેલી છે. જેના કારણે ગુજરાતને બીજું ડેનમાર્ક પણ કહેવાય છે.

  ગુજરાતની ડેરીઓ અને રાજકારણ (Dairies and Politics of Gujarat)

  ગુજરાતમાં ડેરી ઉદ્યોગ સાથે લાખો લોકો સંકળાયેલા છે. આ ઉદ્યોગ પશુપાલકો સાથે અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતી ડેરીઓ કરોડોનો નફો કરે છે. આ સાથે ડેરીઓમાં મલાઈદાર પદ ભોગવવા માટે ગંદુ રાજકારણ પણ જોવા મળે છે. રાજકીય પક્ષો દ્વારા પોતાના માનીતાઓને ટોચના પદે બેસાડવા પ્રયાસ થાય છે. ડેરીની ચૂંટણી સમયે ભાજપ કે કોંગ્રેસ પક્ષ તરફી પેનલો પણ રચાય છે. આવી સ્થિતિ ડેરી ઉદ્યોગમાં રહેલું રાજકારણ માહોલ બગાડી રહ્યું હોવાની બૂમ ઉઠતી હોય છે.

  ગુજરાતની ડેરીઓના કર્યો

  ગાય તથા ભેંસ સહિતના પશુઓના દૂધનું વેચાણ કરવાના ઉદ્યોગને ડેરી કહેવામાં આવે છે. દૂધ એકઠું કરવું, તેની જાળવણી માટેની પ્રક્રિયાઓ કરવી, ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવું, યોગ્ય પેકીંગ કરવું, વેચાણની વ્યવસ્થા કરવી, વધારાના દૂધનો સંગ્રહ તેમજ તેમાંથી અન્ય બનાવટો બનાવી વેચાણ કરવું વગેરે કાર્યોની જવાબદારી જે તે ડેરી દ્વારા ઉપાડવામાં આવે છે. આ ઉપરાંત દુધાળા પશુઓના સ્વાસ્થ્ય અને માટે સમયાંતરે તબીબી તપાસ અને સારવાર, પૂરક પોષણયુક્ત આહારની વ્યવસ્થા સહિતના કાર્યોમાં પણ ડેરીની ભૂમિકા હોય છે.

  આ પણ વાંચો- 'વાણી વિલાસ'નું બીજું નામ કહેવાય છે ગેનીબેન ઠાકોર, જાણો કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતાનો કેવો છે દબદબો

  સરદાર ૫ટેલના માર્ગદર્શનથી ડેરી ઉદ્યોગે પા પા પગલી ભરી

  ગુજરાતમાં ડેરી ઉધોગે સરદાર પટેલની આંગળી પકડી પા પા પગલી ભરી હતી. વર્ષ 1946 પહેલા ૫શુપાલકોએ દુધનો રોજેરોજ નિકાલ કરવો ૫ડતો હતો. તે સમયે દૂધ લાંબા સમય સુધી સચવાઈ રહે તેવી ખાદ્ય ચીજો બનાવવાની કે તેનો સંગ્રહ કરવાની સુવિધા નહોતી. જેથી ઝડપથી બગડી જાય તેવા દૂધનો ઝડપી નિકાલ કરવો જરૂરી હતો.

  પશુપાલકોને જે ભાવ મળે તે ભાવથી દૂધનું વેચાણ કરવું ૫ડતુ હતું. જેથી દૂધ કે તેની પ્રોડક્ટના વેપારીઓ ઘ્વારા પશુપાલકોનું શોષણ થતુ હતુ. આવા સમયમાં ખાસ કરીને ગુજરાતના ખેડા જિલ્લાના ખેડૂતો જાગૃત થતા હતા. તે વખતે લોહપુરૂષ સરદાર ૫ટેલના માર્ગદર્શન હેઠળ ડેરી ઉદ્યોગ શરૂ થયો હતો. પશુપાલકોએ તે ૫રિસ્થિતિમાંથી બહાર આવી, સંગઠીત થઈ ૫રસ્પર સહકારથી આવા શોષણથી બચવાના પ્રયત્નો કર્યા હતા.

  સહકારી પ્રવૃત્તિની શરૂઆત

  સરદાર પટેલના સહયોગ બાદ દૂધ ઉત્પાદકો ઘ્વારા દૂધના વેચાણ માટેના સંગઠનો બનાવવામાં આવ્યા હતા અને ગામે ગામ સહકારી ધોરણે ડેરી ઉદ્યોગની શરૂઆત થઈ હતી. આ પ્રવૃતિથી સમાજમાં સમાનતાની ભાવનાને ૫ણ વેગ મળવા લાગ્યો સાથે સાથે ગ્રામકક્ષાએ લોકોને સાચી લોકશાહી કુશળ સંચાલન અને વહીવટનો ૫ણ અનુભવ થયો હતો. આ સાથે દૂધ ઉત્પાદન તથા દૂધ વેચાણની કામગીરીના ક્ષેત્રે સહકારી પ્રવૃતિની શરૂઆત થઈ હતી.

  જિલ્લા દુધ સંઘોનો ઉદય

  ગ્રામ્યા કક્ષાએ એકત્રીત થતા દુધના જથ્થાનાં નિકાલ માટે જિલ્લા કક્ષાએ જીલ્લા દુધ સંઘોનો ઉદય થયો હતો. ત્યારબાદ દૂધ એકત્ર કરી તે બગડી ન જાય તે માટે કોલ્ડ સ્ટોરજ જેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી. ૫શુઓની સારવાર, ૫શુઓલાદ સુધારણા, ૫શુઆહાર જેવા પ્રાણપ્રશ્નોના નિરાકરણની કામગીરી સંઘો ઘ્વારા હાથ ધરવામાં આવી હતી.

  આ પણ વાંચો- Gujarat election: ખેડૂત નેતા અને જાયન્ટ કીલર તરીકે ઓળખાતા કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી કોણ છે?

  ખાનગી ઉત્પાદકોને હંફાવી દીધા

  આ ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકાસ પામ્યું છે. પહેલા માત્ર દૂધનું વેચાણ થતું હતું, બાદમાં ઘી, માખણ, ચીઝ, ૫નીર, મિલ્ક પાવડર, ચોકલેટ, છાશ, મીઠાઈઓ જેવી ખાદ્ય ચીજોનું વેચાણ પણ થવા લાગ્યું હતું. ગુજરાતની ડેરીઓની પ્રોડક્ટ અન્ય રાજ્યોમાં પણ પહોંચી ગઈ હતી. આ ક્ષેત્રમાં અમુલ જેવી બ્રાન્ડે ખાનગી ક્ષેત્રને હંફાવી દીધું છે.

  23 જેટલા જિલ્લા દૂધ સંઘો સહકારી ધોરણે કાર્યરત

  વર્ષ 1946થી અત્યાર સુધીમાં 23 જેટલા જિલ્લા દૂધ સંઘો અસ્તિત્વમાં આવી ચુક્યા છે. આ સાથે 58 જેટલા શીત કેન્દૃો તથા દૂધ ઉત્પાદકોના ૫શુધનને પૌષ્ટિક આહાર સુલભતાથી અને યોગ્ય ભાવે મળી રહે તે માટે 10 જેટલી ૫શુઆહાર ફેકટરીઓ પણ અસ્તિત્વમાં છે.

  ગુજરાત મિલ્ક ફેડરેશન (Gujarat Milk Federation)

  ડો વર્ગીસ કુરિયનને (dr verghese kurien) 'શ્વેતક્રાંતિના જનક' તરીકે (White revolution) ઓળખવામાં આવે છે. કુરિયને ગુજરાતના આણંદ ડેરીઉદ્યોગને સફળ સહકારી મૉડલ તરીકે સ્થાપિત કર્યું હતું. એક સમયે દેશમાં દૂધની અછત હતી, ત્યારે કુરિયનના નેતૃત્વમાં ભારતને દૂધ ઉત્પાદનક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. વર્ષ 1973માં કુરિયને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરી અને 34 વર્ષ સુધી તેના અધ્યક્ષપદે રહ્યા.

  ગુજરાતની મુખ્ય ડેરીઓ  અમૂલઆણંદ
  દૂધસરિતાભાવનગર
  ગોપલરાજકોટ
  માધાપરભુજ
  દૂધસાગરમહેસાણા
  દૂધધારાભરૂચ
  સુમુલસુરત
  આઝાદ, આબાદ અને ઉત્તમઅમદાવાદ
  સૂરસાગરસુરેન્દ્રનગર
  પંચામૃતપંચમહાલ
  સાબરસાબરકાંઠા
  બનાસબનાસકાંઠા
  વસુંધરાનવસારી
  મધર અને મધુરગાંધીનગર અને જુનાગઢ
  બરોડાવડોદરા
  ચલાલા અને મલાલાઅમરેલી

  અમુલ (Amul)

  આણંદમાં આવેલી અમુલ ડેરીથી આજે દરેક ગુજરાતી પરિચિત છે. 1945માં આણંદની આસપાસના વિસ્તારનું દૂધ કૉન્ટ્રૅક્ટરો દ્વારા એકત્ર કરીને પાશ્ચુરીકરણ કર્યા બાદ મુંબઈ મોકલવામાં આવતું હતું. ત્યારે રાજ્ય સરકારે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને મળતો નહોતો. જેથી રોષનો માહોલ હતો.

  આ અંગે સરદાર પટેલની સલાહ અનુસાર મોરારજીભાઈ દેસાઈના પ્રમુખપદે પશુપાલકોની સભા થઈ હતી. જેમાં સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે વિચારણા કરાઈ હતી. ત્યારબાદ ત્રિભોવનદાસ પટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોના પ્રયાસથી નડિયાદમાં મળેલ જિલ્લા બૉર્ડની સભામાં ખેડા જિલ્લા દૂધ-ઉત્પાદક સંઘની નોંધણી થઈ અને એશિયાની ટોચની સહકારી ડેરી ‘અમૂલ’નો જન્મ થયો હતો.

  આ પણ વાંચો- BAPS સ્વામિનારાયણ સંસ્થાઃ જાણો શું છે સંસ્થાનો ઈતિહાસ અને આવનારી ચૂંટણીમાં પક્ષો પર કેવો પડશે આ સંસ્થાનો પ્રભાવ

  સુમુલ ડેરી (Sumul)

  સુમુલ ડેરી એટલે કે, સુરત કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડની સ્થાપના 1951માં થઈ હતી. આ ડેરી સુરત અને તાપી જિલ્લામાં વ્યાપ ધરાવે છે અને સહકારી ધોરણે કાર્ય કરે છે. સુમુલ ડેરીનું મુખ્ય કાર્યાલય તેમજ પ્લાન્ટ સુરત શહેરમાં આવેલ છે.

  સાબર ડેરી (Sabar)

  સાબર ડેરી એટલે ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિની સ્થાપના વર્ષ 1964માં 19 પ્રાથમિક સહકારી દૂધ મંડળીઓમાંથી કાચું દૂધ એકત્રિત કરીને અને અમદાવાદ મ્યુનિસિપલ ડેરીને પ્રક્રિયા કર્યા વગર સપ્લાય કરીને કરવામાં આવી હતી. મ્યુનિસિપલ ડેરી ગ્રાહકલક્ષી ડેરી હોવાથી તે ફ્લશ સીઝનમાં દૂધનો વધુ જથ્થો સ્વીકારી શકતી ન હતી અને તેના કારણે યુનિયનને દૂધનું કલેક્શન વારાફરતી બંધ કરવાની ફરજ પડી હતી. અપૂરતા નાણાકીય સંસાધનોને કારણે દૂધ સંઘ પ્રથમ સાત વર્ષ સુધી તેની પ્રવૃત્તિઓ વિસ્તૃત કરી શક્યું નહીં. પરંતુ ત્યારબાદ સરકારના પ્રયાસોના કારણે આ ડેરીએ નિરંતર પ્રગતિ કરી છે

  બનાસ ડેરી (Banas)

  સ્વ.ગલબાભાઈ નાંનજીભાઈ પટેલ બનાસ ડેરીના આધ્યસ્થાપક છે. તેમણે ગામડાંઓના ખેડુતો અને પશુપાલકોનું સામાજિક અને આર્થિક સ્તર ઉંચુ લાવવા પ્રયાસ કર્યા હતા. તેઓએ ખેડા જિલ્લાનાં દૂધ સહકારી માળખા અમૂલ પેટર્ન આધારિત સહકારી દૂધ સંઘનું સર્જન બનાસકાંઠા જિલ્લામાં કર્યું હતું. તેઓએ કઠોર પરિશ્રમ કરી જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામમાં દૂધ સહકારી મંડળીઓ શરૂ કરી તેમનું દૂધ એકત્રિત કરી 1966થી દૂધસાગર ડેરી,મહેસાણા ખાતે આપવાનું શરૂ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.,પાલનપુરની નોધણી સહકારી કાયદા હેઠળ 1969માં થઇ હતી. જેને આપણે બનાસ ડેરી તરીકે ઓળખીયે છીએ.

  ગુજરાતની ડેરીઓમાં રાજકારણ અને ભ્રષ્ટાચાર (Politics and Corruption in Gujarat Dairies)

  વર્તમાન સમયે ગુજરાતની ડેરીઓ ભલે વિશ્વમાં નામ ગજવતી હોય, પરંતુ આ ડેરીમાં રહેલો ભ્રષ્ટાચાર ભલભલાને શરમાવે તેવું છે. સમયાંતરે ચૂંટણીઓમાં થતી તોડજોડ ઉડીને આંખે વળગે છે. આ ઉપરાંત ડેરીઓમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો અવારનવાર સપાટી પર આવતા હોય છે. ભ્રષ્ટાચારના આક્ષેપોનો ગુજરાતની મોટા ભાગની ડેરીઓ ભોગ બની ચૂકી છે. ડેરીઓમાં ટોચનું પદ હાંસલ કરવા માટે કોઈ રાજકીય પક્ષનો સહારો હોવો જરૂરી બની જાય છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन