Home /News /gandhinagar /

Gujarat Elections 2022: ભાજપનો ગઢ કહેવાતી ગાંધીનગરની આ બેઠક પર શું કોંગ્રેસ જમાવી શકશે કબજો? જાણો સમીકરણ અને ઈતિહાસ

Gujarat Elections 2022: ભાજપનો ગઢ કહેવાતી ગાંધીનગરની આ બેઠક પર શું કોંગ્રેસ જમાવી શકશે કબજો? જાણો સમીકરણ અને ઈતિહાસ

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં ગાંધીનગર દક્ષિણ બેઠક ભાજપ માટે આસાન માનવામાં આવી છે. છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો અહીં દબદબો રહ્યો છે.

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં ગાંધીનગર દક્ષિણ બેઠક ભાજપ માટે આસાન માનવામાં આવી છે. છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો અહીં દબદબો રહ્યો છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. ચૂંટણી પંચ ગમે ત્યારે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. તેવામાં રાજ્યમાં મોટા મોટા નેતાઓ પ્રચાર માટે ગુજરાતના આંટાફેરાઓ વધારી રહ્યા છે. આમ તો દરેક પક્ષ માટે રાજ્યની દરેક બેઠકનું મહત્વ અલગ અલગ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી બેઠક વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેના પર સત્તા જમાવવા દરેક પક્ષ એડીચોંટીનું જોર લગાવી દે છે. અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગર દક્ષિણ બેઠકની. આમ તો ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની કુલ પાંચ બેઠકો આવી છે. જેમાં દહેગામ વિધાનસભા, કલોલ વિધાનસભા, માણસા વિધાનસભા, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ આવેલ છે.

  ક્યા ક્યા વિસ્તારો આવરે છે આ બેઠક

  ગાંધીનગર તાલુકાનાં ગામ: અડાલજ (શહેર), આલમપુર, અંબાપુર, અમીયાપુર, બાસણ, ભાત, ભોયાણ રાઠોડ, ભૂંડીયા, ચાંદખેડા (મહાનગરપાલિકા), ચંદ્રાલા, ચેખલારાણી, છાલા, ચિલોડા (નરોડા) (શહેર), ચિલોડા, ડભોડા, દાંતલિયા, દશેલા, ધણપ, દોલારાણા વાસણા, ગલુદણ, ગિયોડ, ઇસાનપુર મોટા, જખોરા, જમીયતપુરા, કરાઈ, ખોરજ, કોબા, કોટેશ્વર, કુડાસણ, લવારપુર, લેકાવાડા, લિંબડીયા, માધવગઢ, મગોડી, મહુંદ્રા, મેદરા, મોટેરા (શહેર), નભોઈ, પાલજ, પીરોજપુર, પોર, પ્રાંતિયા, પુંદ્રાસણ, રાયપુર, રાજપુર, રણાસણ, રાંદેસણ, રતનપુર, રાયસણ, સાદરા, સરગાસણ, શાહપુર, શેરથા, શિહોલીમોટી, સોનારડા, સુધડ, તારાપુર, ટીટોડા, ઉવારસદ, વડોદરા, વલાદ, વાંકાનેરડા, વાસણા-હડમતિયા, વીરાતલાવડી, ઝુંદાલ સહિતના વિભાગોનું પ્રતિનિધિત્વ કરે છે.

  ભાજપનો અડ્ડો કહેવાય છે આ બેઠક

  ગાંધીનગર દક્ષિણ બેઠકની વાત કરીએ તો આ બેઠક વર્ષ 2007થી ભાજપની એકહથ્થુ શાસન હેઠળ છે. કોંગ્રેસ અને અન્ય પક્ષ માટે આ બેઠક હંમેશા મુશ્કેલ ચઢાણ રહી છે. આ બેઠક પરના ચૂંટણી પરીણામના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોરે આ બેઠક પર 1,07,480 મતોથી વિજયી બન્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી હિરાજી સોલંકીને હાર આપી હતી.

  જ્યારે વર્ષ 2007 અને વર્ષ 2012માં પણ ભાજપે બાજી મારી હતી. ઇતિહાસ પર નજર કરીએ તો આ બેઠક વર્ષ 2007થી ભાજપના દિગ્ગજ નેતા પૈકી એક શંભુજી છેલાજી ઠાકોરના હાથમાં છે. જ્યારે વર્ષ 2002માં દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડો. સી.જે ચાવડા વિજયી બન્યા હતા. આ અંતિમ વખત હતું, જ્યારે આ બેઠક પર કોંગ્રેસે જીતનો સ્વાદ ચાખ્યો હતો.

  1995 અને 1998માં સતત બે ટર્મ સુધી ભાજપના વાડીભાઇ ભાયચંદદાસ પટેલે જીતનો પરચમ લહેરાવ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો આ વર્ષો ભાજપ માટે ગાંધીનગર દક્ષિણમાં શરૂઆતી અને પાયાના રહ્યા હતા. કારણ કે આ સમય દરમિયાન ભાજપે ધીમે ધીમે પોતાના વ્યાપ વધારી એક મજબૂત પકડ ઊભી કરી હતી.

  જ્યારે વર્ષ 1990માં પોપટલાલ વી. પટેલી (જેડી), 1985માં કાસમ બાપુ (કોંગ્રેસ), 1980માં કાસમભાઇ બાપુ લિંબડીયા (કોંગ્રેસ), 1975માં જેઠાલાલ ફુલચંદભાઇ પટેલ (એનસીઓ), 1972માં નરેન્દ્રસિંહ ઝાલા (કોંગ્રેસ) અને 1967માં એસ. એલ. પટેલ (એસડબલ્યુએ) વગેરેએ જીત મેળવી હતી.

  કેવું છે આ બેઠક પર મતદારોનું સમીકરણ?

  ગાંધીનગર જીલ્લામાં સ્થિત ગાંધીનગર દક્ષિણ વિધાનસભા (35) અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ 367764 વસ્તીમાંથી 39.37 ટકા ગ્રામીણ અને 60.63 ટકા શહેરી વસ્તી ધરાવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 7.06 અને 0.95 છે.

  વર્ષ 2019ની મતદાર યાદી મુજબ, આ મતવિસ્તારમાં 324032 મતદારો અને 356 મતદાન મથકો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન 64.49 ટકા હતું અને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન 70.77 ટકા હતું. ભાજપ અને કોંગ્રેસને વર્ષ 2017માં અનુક્રમે 49.86 ટકા અને 44.51 ટકા વોટ મળ્યા હતા.

  જ્યારે વર્ષ 2019માં અનુક્રમે 63.29 ટકા અને 31.34 ટકા વોટ મળ્યા હતા. આપને જણાવી દઇએ કે પટેલ હસમુખભાઇ સોમાભાઇ (ભાજપ) અમદાવાદ પૂર્વના વર્તમાન લોકસભા સાંસદ છે અને ઠાકોર શંભુજી ચેલાજી (ભાજપ) ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.

  ગાંધીનગર તાલુકાના 60થી વધુ ગામડા ધરાવતી આ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો દબદબો છે. ગ્રામ્ય વિસ્તાર ધરાવતા આ બેઠક પર કોંગ્રેસના જિલ્લા સંગઠનની જોઈએ તેટલી પકડ કે નેતાઓ નથી. આંતરિક જુથબંધીને કારણે આ બેઠક પર કોંગ્રેસ પકડ નબળી હોવાનું મનાય છે.

  બેઠકના ધારાસભ્ય શંભુજી ઠાકોર

  69 વર્ષિય શંભુજી ઠાકોર આ બેઠક પર ધારાસભ્ય છે તેઓ વર્ષ 2017માં ગાંધીનગર દક્ષિણ ગુજરાતથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ જીત્યા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.

  આ ઉપરાંત, તેઓ અનુક્રમે વર્ષ 2007 અને 2012માં ગાંધીનગર અને ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આપને જણાવી દઇએ કે તેમની સામે કોઇ ગુનાહિત કેસો દાખલ થયા નથી.

  બેઠક પરના વિવાદો

  - ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ગૃહમાં જોરદાર ખોંખારો ખાતાં અધ્યક્ષનું ધ્યાન એ તરફ ધ્યાન ખેંચાયું હતું અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ જાહેરમાં કંઇ ન કહેતા દંડક પંકજ દેસાઇ સાથે થાવાણી માટે એક ખાસ ચિઠ્ઠી મોકલી હતી. આ મામલે ધારાસભ્યને પોતાની ચેમ્બરમાં બોલાવીને ઠપકો પણ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

  - ગાંધીનગર ભાજપાના ધારાસભ્ય શંભુજી ઠાકોર તેમજ વીરાતલાવડી ગામના સરપંચના પુત્રની વાઈરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં ધારાસભ્ય સ્પષ્ટ સ્વીકાર કરી રહ્યા છે કે વીરાતલાવડી ગામમાંથી તેમને વોટ મળતા નથી.
  ચૂંટણી વર્ષજીતનાર ઉમેદવારપક્ષ
  2017શંભુજી ચેલાજી ઠાકોરભાજપ
  2012શંભુજી ચેલાજી ઠાકોરભાજપ
  2007શંભુજી ચેલાજી ઠાકોરભાજપ
  2002ડો. સી. જે ચાવડાકોંગ્રેસ
  1998વાડીભાઇ ભાઇચંદદાસ પટેલભાજપ
  1995વાડીભાઇ ભાઇચંદદાસ પટેલભાજપ
  1990પોપટલાલ વી. પટેલજેડી
  1985કાસમ બાપુકોંગ્રેસ
  1980કાસમભાઇ બાપુ લિંબડીયાકોંગ્રેસ
  1975જેઠાલાલ ફુલચંદભાઇ પટેલએનસીઓ
  1972નરેન્દ્રસિંહ એ. ઝાલાકોંગ્રેસ
  1967એસ. એલ પટેલSWA
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gandhinagar News, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन