Home /News /gandhinagar /

Gujarat Assembly elections 2022: ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો દબદબો, જાણો શું છે રાજકીય સ્થિતિ

Gujarat Assembly elections 2022: ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો દબદબો, જાણો શું છે રાજકીય સ્થિતિ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભામાં બહુમત ધરાવતા ભાજપ માટે ગાંધીનગરમાં જ સ્થિતિ કપરી છે. ગાંધીનગર ઉત્તર બેઠક ગત ટર્મમાં કોંગ્રેસના હાથમાં આવી હતી. જેને લઇને ચૂંટણી 2022 રસાકસીવાળી બની છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભામાં બહુમત ધરાવતા ભાજપ માટે ગાંધીનગરમાં જ સ્થિતિ કપરી છે. ગાંધીનગર ઉત્તર બેઠક ગત ટર્મમાં કોંગ્રેસના હાથમાં આવી હતી. જેને લઇને ચૂંટણી 2022 રસાકસીવાળી બની છે.

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની 182 સીટ પર ચૂંટણી લડાશે. આ આગામી વિધાનસભાની ચૂંટણી તમામ પક્ષ માટે પ્રતિષ્ઠાભરી રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તમામ પક્ષોમાંથી રાજકારણના મોટા નેતાઓ અવાર નવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે તો કેટલાક નેતાઓ બેરોજગારી મુદ્દે તો અન્ય મુદ્દાઓને લઈને સત્તાપક્ષ પર આરોપ મુકી રહ્યા છે.

    ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક

    ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની કુલ ચાર બેઠકો છે. આ ચાર બેઠકોમાં દહેગામ વિધાનસભા, કલોલ વિધાનસભા, માણસા વિધાનસભા, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણનો સમાવેશ થાય છે.

    વર્ષ 2008માં ગુજરાત વિધાનસભામાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાની બેઠક નહોતી. વર્ષ 2008માં પરિસીમન બાદ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉમેરવામાં આવી હતી.

    તે સમયે ભાજપના ધારાસભ્ય અશોક પટેલે આ સીટ પર ભાજપનો પરચમ લહેરાવ્યો હતો. જ્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ ભાજપના ઉમેદવાર અશોક પટેલને હરાવ્યા હતા અને 4,774 મતથી તેમનો વિજય થયો હતો.

    ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકનો વિસ્તાર:

    ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં રૂપાલ, વાસણ, ઉનાવા, પિંજરવા, પીપળજ, રાંધેજા, સોનીપુર, સરઢવ, જુલાદ, અડરજ મોટી, કોલવડા, પેથાપુર અને વાવોલના વિસ્તારોનો સમાવેશ થાય છે.

    કોંગ્રેસનો ગઢ

    ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસના સૌથી વધુ મજબૂત મતવિસ્તારમાં બોરીજ, ઇન્દ્રોડા, ઘોડાકુવા, ગોકુલપુરા, આદિવાળા, પાલજ આ 6 ગામનો સમાવેશ થાય છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં કુલ 2.60 લાખ મતદારો છે, જેમાંથી 1.25 લાખ મહિલા મતદારો છે અને 1.35 લાખ પુરુષ મતદારો છે.

    આ મતદારોમાં શિડયુલ કાસ્ટના 40,000 અને STના 5000 મતદારો, ક્ષત્રિય- ઠાકોર સમુદાયના 30,000 મતદારો, પાટીદાર સમાજના 20થી 22 હજાર મતદાર અને બ્રાહ્મણના 25,000 મતદારોના સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવવા માટે રાત દિવસ મહેનત કરવી પડે તેવી પરિસ્થિતિ છે.

    ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકની વિશેષતા

    ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં 5 વર્ષમાં તમામ કાર્યો પૂર્ણ થયા છે. આ મતવિસ્તારમાં આંગણવાડી ભાડા પર ચાલતી હતી અને નવી આંગણવાડી બનાવવા માટે ગ્રાન્ટમાંથી નાણાંની ફાળવણી કરવામાં આવી છે. તો આ વિધાનસભા બેઠક પર ભાજપ માટે જીત મેળવવી તે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ છે.

    બેઠકના ધારાસભ્ય સી.જે.ચાવડા

    ડૉ. સી.જે ચાવડાએ સતત પ્રજાલક્ષી કાર્યો કરીને એક આગવી ઓળખ ઊભી કરી છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ઈતિહાસમાં સી.જે.ચાવડા અત્યાર સુધીમાં સૌથી વધુ 21,028 મત મેળવીને વિજેતા થવાનો વિક્રમ ધરાવે છે. આ બેઠકમાં ગાંધીનગર શહેર અને 12 ગામડાઓનો સમાવેશ થાય છે.

    પ્રજાલક્ષી કાર્ય કરવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે. તો કોરોનાની કામગીરી અંગે તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં 100 ટકા ગ્રાન્ટનો વપરાશ કરવામાં આવ્યો છે. સી.જે. ચાવડા ગુજરાતના પ્રથમ ધારાસભ્ય છે કે, જેમણે કોરોનામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. ત્યારબાદ સરકારે તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારની હોસ્પિટલમાં ફરજિયાત 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાનો આદેશ આપ્યો હતો.

    સી.જે.ચાવડા વિવાદોમાં રહ્યા

    માર્ચ 2021માં કોંગ્રેસ નેતા સી.જે.ચાવડાએ ગુજરાત પર વધેલા દેવા અંગે સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ‘ગુજરાત પર 3 લાખ કરોડથી વધુનું દેવું છે.’ વિધાનસભા ગૃહમાં વિવાદાસ્વાદ નિવેદન આપ્યું હતું કે, ‘દેવુ કરીને ઘી પીવાય, દારૂ નહીં’.

    તો આ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સી.જે. ચાવડાની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘તમારે ઘરે જે કરવું હોય તે કરો વિધાનસભામાં ગૃહમાં દારૂની વાત કરવી યોગ્ય નથી. દારૂ પીવા માટે દેવું કરવામાં આવ્યું છે આ પ્રકારનું નિવેદન બરાબર નથી. અમે ભલભલા DSPઓની બદલી કરી દઈએ છીએ.’

    સ્થાનિકોની માગ

    ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં અન્ય ગ્રામ્ય વિસ્તારોનો પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયો છે. તેમ છતાં આંતરિક રસ્તાઓની પરિસ્થિતિ હજુ પણ વણસેલી છે.

    ગ્રામજનોને કોર્પોરેશનની સુવિધા પ્રાપ્ત થતી નથી, તેમ છતાં ગ્રામજનોએ કોર્પોરેશન ટેક્સ ભરવો પડે છે. કોર્પોરેશનની કોઈ યોજના અને સુવિધાઓનો લાભ મળતો ન હોવાથી સ્થાનિકો આ અંગે ફરિયાદ કરી અને રોડ રસ્તાઓની પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેની માંગ કરી રહ્યા છે.

    અગાઉની ચૂંટણીના પરિણામ

    2017ની ચૂંટણી

    વર્ષ 2017માં ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ધારાસભ્ય સી.જે. ચાવડા અને ભાજપ ધારાસભ્ય અશોક પટેલે ઉમેદવારી કરી હતી. આ ચૂંટણીમાં સી.જે. ચાવડાને 78,206 મત (49.04 ટકા) મળ્યા હતા અને તેમણે અશોક પટેલને હરાવી દીધા હતા. અશોક પટેલને આ વિધાનસભા ચૂંટણીમાં 73,432 મત (46.04 ટકા) પ્રાપ્ત થયા હતા.

    2012ની ચૂંટણી

    વર્ષ 2012માં ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ધારાસભ્ય સુરેશ પટેલ અને ભાજપ ધારાસભ્ય અશોક પટેલે ઉમેદવારી કરી હતી. આ ચૂંટણીમાં અશોક પટેલને 73,551 મત (49.09 ટકા) પ્રાપ્ત થયા હતા અને તેમણે સુરેશ પટેલને હરાવી દીધા હતા. સુરેશ પટેલને 69,326 મત (46.27 ટકા) પ્રાપ્ત થયા હતા.



























    ચૂંટણી વર્ષજીતનાર ઉમેદવારવિરોધ પક્ષના નેતાપક્ષ
    20082008 બાદ આ સીટ વિધાનસભામાં ઉમેરવામાં આવી છે
    2017સી.જે. ચાવડાઅશોક પટેલ (ભાજપ)કોંગ્રેસ
    2012અશોક પટેલસુરેશ પટેલ (કોંગ્રેસ)ભાજપ

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી

    ઓક્ટોબર 2021માં યોજાયેલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 44 બેઠકમાંથી 41 બેઠક પર જીત મેળવી હતી. બાકી રહેલ ત્રણ બેઠકમાંથી બે બેઠક પર કોંગ્રેસે અને એક બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો હતો.

    જે અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી.’ સી.આર.પાટીલના આ નિવેદનની ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં શું અસર થશે, તે તો ચૂંટણીના પરિણામ બાદ જ જાણી શકાશે. પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આ પરિણામ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છાપ છોડી જાય તો નવાઈ નહીં.

    ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ પાસે 17 અને કોંગ્રેસ પાસે 15 બેઠક હતી.

    લોકસભા ચૂંટણી

    ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ગાંધીનગર લોકસભામાં શરૂઆતમાં કોંગ્રેસનો દબદબો હતો. 2019માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી. જે બાદ ભાજપના દિગ્ગજ નેતા એલ કે અડવાણીનું પત્તું કપાયુ હતું. અમિત શાહની સામે કોંગ્રેસ નેતા સી.જે.ચાવડા ઊભા રહ્યા હતા. પરંતુ સી.જે.ચાવડાએ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gandhinagar News, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन