Home /News /gandhinagar /

Gujarat Election: ગુજરાત ચૂંટણી દહેગામ બેઠક જીતવી આસાન નથી, જાણો રાજકીય સમીકરણો?

Gujarat Election: ગુજરાત ચૂંટણી દહેગામ બેઠક જીતવી આસાન નથી, જાણો રાજકીય સમીકરણો?

ગત વખતે વર્ષ 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દહેગામ વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 50.88 નોંધાઈ હતી. તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૌહાણ બલરાજસિંહ કલ્યાણસિંહે કોંગ્રેસના રાઠોડ કામિનીબા ભુપેન્દ્રસિંહને સારા એવા માર્જીનથી હરાવ્યા હતાં.

ગત વખતે વર્ષ 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દહેગામ વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 50.88 નોંધાઈ હતી. તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૌહાણ બલરાજસિંહ કલ્યાણસિંહે કોંગ્રેસના રાઠોડ કામિનીબા ભુપેન્દ્રસિંહને સારા એવા માર્જીનથી હરાવ્યા હતાં.

વધુ જુઓ ...
    ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. એક-એક બેઠક જીતવી બંને માટે મહત્વની બની રહેવાની છે. આમ તો ટ્રેન્ડ ભાજપ તરફી દેખાય છે, પરંતુ રાજકારણમાં ક્યારે ક્યાં શું થઈ જાય તે કહી શકાય નહીં. ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની કુલ ચાર બેઠકો આવેલી છે. જેમાં દહેગામ વિધાનસભા, કલોલ વિધાનસભા, માણસા વિધાનસભા, ગાંધીનગર ઉત્તર (Gandhinagar North Assembly Seat) અને ગાંધીનગર દક્ષિણનો સમાવેશ થાય છે. આજે અહીં દહેગામ વિધાનસભા બેઠકની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે.

    દહેગામ બેઠક પર છેલ્લી ચૂંટણીઓ

    ગત વખતે વર્ષ 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દહેગામ વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 50.88 નોંધાઈ હતી. તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૌહાણ બલરાજસિંહ કલ્યાણસિંહે કોંગ્રેસના રાઠોડ કામિનીબા ભુપેન્દ્રસિંહને સારા એવા માર્જીનથી હરાવ્યા હતાં.

    જ્યારે વર્ષ 2012માં કોગ્રેસના ઉમેદવાર કામીનીબા રાઠોડ જીત્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર રોહિતજી ચંદુજી ઠાકોર સામે જીત મેળવી હતી. કામિનીબાએ 61,043 વોટ મેળવ્યા હતા અને બીજેપીના ઉમેદવારે 58,746 વોટ મેળવ્યા હતા. દહેગામ વિધાનસભા સીટ પર ટોટલ વોટીંગ 73.77 ટકા થયુ હતુ. આમ કામીનીબા ફ્કત 2297 વોટની પાતળી સરસાઇથી જીત મેળવી હતી.














































































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017બલરાજસિંહ ચૌહાણભાજપ
    2012કામિનીબા રાઠોડકોંગ્રેસ
    2009કલ્યાણ ચૌહાણભાજપ
    2007જગદીશ ઠાકોરકોંગ્રેસ
    2002જગદીશ ઠાકોરકોંગ્રેસ
    1998ગાભાજી ઠાકોરભાજપ
    1995વિઠ્ઠલ શાહભાજપ
    1990વિઠ્ઠલ શાહભાજપ
    1985ગાભાજી ઠાકોરભાજપ
    1980ખુમાણસિંહ રાઠોડકોંગ્રેસ
    1975ગાભાજી ઠાકોરજન સંઘ
    1972ઘનશ્યામ ઓઝાકોંગ્રેસ
    1967એમ સી શાહસ્વતંત્ર પાર્ટી
    1962વિઠ્ઠલ અમીનકોંગ્રેસ

    અહીં ઉલ્લેખનીય છે કે, દહેગામ વિધાનસભા મત વિસ્તાર અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. લોકસભાની 2019માં થયેલ ચૂંટણીમાંના ઉમેદવાર હસમુખભાઈ સોમાતભાઈ પટેલ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલને હરાવી અમદાવાદ પૂર્વ લોકસભા (સાંસદ) સીટ 434330થી જીત્યા હતા.

    દહેગામ બેઠક હેઠળનો વિસ્તાર

    દહેગામ તાલુકામાં અહમદપુર, અમરાજીના મુવાડા, અંગુઠલા, અંટોલી, આંત્રોલી, અરજણજીના મુવાડા, બાબરા, બદપુર, બહિયેલ, બારડોલી (બારીયા), બારડોલી (કોઠી), બારીયા, બેટાવાડા, ભાદરોડા, બીલામણા, બોભા, ચામલા, ચેખલાપગી, ચિસ્કારી, દહેગામ, દેમાલીયા, ચિસકર, દેવકરણના મુવાડા, ધારીસણા, દોદ, દુમેચ, ફુલજીના મુવા, ઘામિજ, હાલીસા, હરખજીના મુવાડા, હરસોલી, હાથીજણ, હીલોલ, હીલોલ વાસણ, ઇસનપુર દોડિયા, જાળીયાનો મઠ,જાલુંદરા મોટા, જીંદવા, જીવાજીની મુવાડી, કડાદરા સહિતના ગામોનો સમાવેશ થાય છે.

    મતદારો અને મતદાનની સ્થિતિ

    2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ કુલ 268562 વસ્તીમાંથી 84.13 ટકા ગ્રામીણ અને 15.87 ટકા શહેરી વસતી છે. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 4.24 અને 0.97 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 286 મતદાન મથકો છે.

    2019ની લોકસભાની ચૂંટણીમાં 60.56% મતદાન થયું હતું, જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તે 72.7 ટકા મતદાન થયું હતું. ભાજપ અને કોંગ્રેસને 2017માં અનુક્રમે 50.88 ટકા અને 43.46 ટકા મત મળ્યા હતા. જ્યારે 2019માં અનુક્રમે 58.94 ટકા અને 32.98 ટકા મત મળ્યા હતા.

    દહેગામ વિધાનસભા બેઠક જીતવાનું ગણિત

    દહેગામ વિધાનસભા મતવિસ્તારમાં 286 મતદાન મથક અને 54 ગ્રામપંચાયત છે. આશરે 2.17 લાખ જેટલા મતદાતા છે. આવી સ્થિતિમાં આગામી વિધાનસભા ચૂંટણી સમયે 70 ટકા મતદાન થાય તો પણ આશરે 1.45 લાખ જેટલા મત પડ્યા કહેવાય.

    આ પરિસ્થિતિમાં ચૂંટણી જીતવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 75 હજાર જેટલા મત તો લાવવા જ પડે અને જો ચૂંટણીમાં ચાર જેટલા ઉમેદવાર ઊભા હોય તો 65 હજાર જેટલા મતની જરૂર પડે.

    દહેગામમાં આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવારોને ઉભા રાખે તેવી શક્યતા સેવાઇ રહી છે. અહીં હાલની પરિસ્થિતિ પ્રમાણે ભાજપા અને કોંગ્રેસ સરખી રફતારમાં ચાલી રહ્યા છે. પણ જો આમ આદમી પાર્ટી આવશે અને અસરકારક ઉમેદવાર ઉભો રાખી તેજાબી ચૂંટણી પ્રચાર કરશે તો પરિણામમાં ફેરફાર થઈ શકે છે.

    આ સંજોગમાં ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો કેવી રીતે તાકાત લગાડે છે તેના ઉપર ચૂંટણીના પરિણામ જોવા મળશે. વર્તમાન ધારાસભ્ય પોતે એડીચોટીનું જોર લગાવીને પોતાની સીટ ટકાવી રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે.

    બીજી તરફ બંને પક્ષોમાં અન્ય ઉમેદવારો પણ ટિકિટ મળે તે માટે લંગર નાખી રહ્યા છે. વર્તમાન ધારાસભ્યની ટીમ દ્વારા દહેગામ વિસ્તારના સરપંચો અને ગ્રામપંચાયતના વોર્ડ પ્રતિનિધિઓની ખાનગી મુલાકાતનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકીય પક્ષ છેલ્લી ઘડીએ જો ઉમેદવાર જાહેર કરે તો પોતાની ઉમેદવારી જોખમમાં ના મુકાય તે માટે આગોતરું આયોજન કરવું જરૂરી બન્યું છે.

    કામીનીબા રાઠોડ નારાજ?

    દહેગામ કોગ્રેસના કામીનીબા રાઠોડ નારાજ થયા હોવાની વાત ચાલી રહી છે. તેમણે અગાઉ પ્રભારી રઘુ શર્માને રજૂઆત કરી હતી. કામીનીબા સંગઠનથી લઇ ટીકિટ મામલે વારંવાર ઉપેક્ષા કરાવામાં આવી હોવાથી નારાજગી સામે આવી છે.

    જગદીશ ઠાકોરનું ગ્રુપ કામીનીબાની ટીકીટ કાપવા માટે પ્રયાસો કરવા મેદાને હોવાનું પણ જાણવા મળે છે. તેમને તાજેતરમાં કોગ્રેસ કાર્યાલય બોલાવ્યા હોવાની પણ વાત બહાર આવી છે. ત્યારે તેઓની ટીકીટ કપાય તો બીજા પક્ષમાં જોડાય તેવી ચર્ચા વહેતી થઇ છે.

    જ્ઞાતિ-જાતિના સમીકરણો

    દહેગામ વિધાનસભા બેઠકમાં ઠાકોર સમાજની એક લાખ જેટલી વસ્તી છે. દહેગામ પર ઠાકોર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. દહેગામમાં સાત પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં અમરાજીના મુવાડામાં 25,317 કુલ મતદારોમાં સૌથી વધુ ઠાકોર મતદારો છે. તેમના 14 હજાર મત છે.

    પાટીદાર 2 હજાર અનુસુચિત જાતીના એક હજાર વોટ છે. બહિયલમાં 24,100 મતદારોમાંથી 12 હજાર ઠાકોર, 36 હજાર મુસ્લિમ, બે હજાર પાટીદાર અને અનુસુચિત જાતિ એક હજાર મત છે. હાલિસામાં 26,873થી વધુ મતદારોમાં 12 હજાર ઠાકોર, પાટીદાર 2 હજાર મત, મુસ્લીમના 2 હજાર મત છે.

    હરખજીના મુવાડામાં 25,616 હજાર મતદારોમાંથી 16 હજાર ઠાકોર, પટેલ 15 હજાર, અનુસુચિત જાતીના 800, વોટ છે. કડજોદરામાં 28,572 મતદારમાંથી 18 હજારથી વધુ મતદારો ઠાકોર, 2 હજાર પટેલ સમાજના લોકો છે. રખિયાલમાં 24,478 મતદારોમાંથી ઠાકોર જ્ઞાતિના 12 હજાર મતો, પટેલના 3 હજાર,

    વધુમાં ચૌધરી-મુસ્લિમ અને અનુસુચિત જાતી મળીને 2 હજાર વોટનો સમાવેશ થાય છે. સાણોદામાં 25,633 મતદારોમાંથી ઠાકોર અને દરબાર મળીને 12 હજાર, પટેલ 6000, ચૌધરી-મુસ્લિમના 200-200 વોટ અનુસુચિત જાતીના 1100 મતો છે.

    ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ માટે નાક સમાન બેઠક?

    ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર દહેગામ વિધાનસભા બેઠક પરથી બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. જગદીશ ઠાકોરે દેહગામ 2002 અને 2007માં વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

    જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ખાસ મનાય છે. વર્ષ 2016માં તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો. જોકે, 2021માં એટલે કે પાંચ વર્ષ જગદીશ ઠાકોરે ફરીથી રી એન્ટ્રી કરી હતી.

    હાલમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની જવાબદારી જગદીશ ઠાકોરના ખભા ઉપર સોંપવામાં આવી છે. તેવામાં કોંગ્રેસને વધુમાં વધુ સીટો અપાવવાની સૌથી મોટી જવાબદારી પણ તેમના ઉપર રહેલી છે.

    કોંગ્રેસ હાઈકમાને તેમના ઉપર મૂકેલા વિશ્વાસને જોતા તેઓ નાની એવી સરસાઇથી ગુમાવેલી દહેગામની સીટ ઉપર ફરીથી કબ્જો કરવા માટે માસ્ટર પ્લાન બનાવી શકે છે. અગાઉ પણ તેઓ આ સીટને બે વખત જીતી ચૂક્યા છે, તેથી તેઓ આ સીટના રાજકીય સમીકરણોને સારી રીતે જાણે છે, તેવામાં આ સીટને જીતવા માટે પ્લાનિંગ કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन