Home /News /gandhinagar /

Gujarat election 2022: જાણો ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય સીજે ચાવડા વિશે, કેવી રહી છે તેમની રાજકીય સફર અને કેટલી સંપત્તિના છે માલિક

Gujarat election 2022: જાણો ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય સીજે ચાવડા વિશે, કેવી રહી છે તેમની રાજકીય સફર અને કેટલી સંપત્તિના છે માલિક

C J Chavada Profile : રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા. તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા.

C J Chavada Profile : રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા. તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા.

  ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly election 2022) ચૂંટણીમાં પડધમ વાગી ચૂક્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ કદાચ ઈતિહાસમાં સૌથી રસપ્રદ રહેશે. આવુ એટલા માટે કે દરેક વખતે ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધીઓ તરીકે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામતો હોય છે. એવામાં તમારા વિસ્તારના પ્રતિનિધી વિશે તમને માહિતી હોય તે જરૂરી છે. આ જ લક્ષ્ય અંતર્ગત આજે આપણે ચર્ચા કરીશું કોંગ્રેસ નેતા સી જે (C J Chavada) ચાવડા વિશે.

  કોણ છે સી જે ચાવડા (Who is C J Chavda?)

  ગાંધીનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યને એક શ્રેષ્ઠ અને આદર્શ રાજકારણી તરીકે વક્તા ઊંડા અભ્યાસુ, સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ડૉ. સી.જે. ચાવડા મૂળમાં એક કર્મઠ, નિષ્ઠાવાન અને સુઝબુઝ ધરાવતા પ્રામાણિક અધિકારી તરીકેની આગવી ઓળખ ધરાવે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1967માં ગાંધીનગર ખાતે થયો હતો.

  તેમના પિતાનુ નામ જાવાનજી ચાવડા છે. સી જે ચાવડાનુ આખુ નામ ચતુરસિંહ જે. ચાવડા છે. સી જે ચાવડાએ વર્ષ 1974માં બરોડાથી ધોરણ 10 પાસ કર્યું હતું. આ બાદ તેમણે આગળ અભ્યાસ કર્યો અને વર્ષ 1980માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેથી વેટર્નીટી સર્જનની ડિગ્રી મેળવી હતી. સી જે તાવડા એલએલબીનો પણ અભ્યાસ કરી ચૂક્યાં છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ 1989માં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ પણ કર્યો છે. હાલ તે ગુજરાતના રાજકારણમાં સક્રિય છે.

  સી જે ચાવડાની રાજકીય કારકિર્દી (Political career of CJ Chavda)

  રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા. તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા.

  ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી.

  આ પણ વાંચો: Gujrat election 2022: જાણો કોણ છે કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયા


  સી જે ચાવડાની કાર્યક્ષેલી જોઈને શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. જે બાદ તેઓએ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. 2007ની ચુંટણી હારી ગયા હતા અને 2017ની વિધાનસભાની ચુંટણી ફરીથી જીત્યા હતા. ભાજપના સૌથી કદાવાર નેતા અમિત શાહની સામે લોકસભા ચુંટણી લડી હતી. સી.જે ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં વિવિધ હોદા પર પણ ફરજ બજાવે છે.

  તેમણે વેટરનરી સર્જનની ડીગ્રી મેળવેલ છે અને તેઓના પર એક પણ કેસ થયેલ નથી અને તેઓ એક પ્રકાર રાજપૂત સમાજમાં પણ સારી એવી નામના ધરાવે છે અને સમાજિક મોભાદાર માણસ તરીકે તેઓની ગણના થાય છે.

  આટલી સંપતિના છે માલિક

  વર્ષ 2017માં ગાંધીનગર બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવતી વખતે પોતાના સોગંદનામામાં જણાવેલી વિગતો અનુસાર, સી જે ચાવડા પાસે કુલ રૂ. 1,83, 29,461 જંગમ સંપત્તિ છે. જેમાં રૂ. 60000 હાથ પરની રોકડ હોવાનુ જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ રૂ. 1,52,699ની બેન્કિંગ અને નોન બેન્કિંગ થાપણો પણ છે. ડિબેન્ચર અને મ્યુચ્યુઅલફંડમાં રૂ. 5,62,060નું રોકાણ છે. નેશનલ સેવિંગ સ્કિમમાં રૂ. 650000નું રોકાણ છે. આ સિવાય સી જે ચાવડા પાસે રૂ. 978775ની કિંમતના વાહનો છે. તેમની પાસે રૂ. 90000નું 3 તોલા સોનુ પણ તેમની પાસે છે. તેમની પાસે રૂ. 35812000ની સ્થાવર મિલકત છે. જેમાં મકાન મિલકત અને વારસામાં મળેલ સંપત્તિનો સમાવેશ થાય છે.

  તેમની પત્નીની જંગમ મિલકતોની વાત કરવામાં આવે તો તેમની પત્ની પાસે હાથમાં રૂ. 50 હજારની રોકડ હોવાની જાણ કરવામાં આવી હતી. આ સિવાય રૂ. 3464106ની વીમો પોલિસી અને નેશનલ સેવિંગ સ્કિમમાં રોકાણ પણ તેમના નામે છે. આમ તેમની પત્ની પાસે સોનુ અને વાહન તથા અન્ય સંપત્તિ મળીને કુલ રૂ. 7241279 ની જંગમ સંપત્તિ છે. તેમની પાસે રૂ. 55500000ની જંગમ સંપત્તિ પણ છે. તેમના આશ્રિતો પાસે કુલ 190508 અને 137500ની જંગમ સંપત્તિ છે.

  લોકસભા ચૂંટણી 2019માં મળી હતી હાર

  ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તરની બેઠક (Gandhinagar North seat) ડો.સી.જે.ચાવડા સાડા ચાર હજાર મતે જીત્યા હતા. જે બાદ કોંગ્રેેસે 16 મહિના પછી લોકસભાની ચૂંટણી જંગમાં ગાંધીનગર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે સ્થાનિક ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાને જ ઉતાર્યા હતા. જો કે આ પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. સાથે સાથે વિધાનસભા વખતે કોંગ્રેસના જે મતદારો હતા તે પણ પક્ષે ગુમાવ્યા હતા.

  વિધાનસભા અને લોકસભાના પરિણામોનું તારણ કાઢીએ તો વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર ડો. સી. જે. ચાવડાને ભાજપના ઉમેદવાર કરતાં સાડા ચાર હજાર મત વધુ મળ્યા હતાં. જ્યારે લોકસભાના પરિણામ ઉપર નજર કરીએ તો ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર કોંગ્રેસને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરતાં 28 હજાર મત ઓછા મળ્યાં હતા.

  ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી પણ 18822 મતોની સરસાઇ અમિત શાહને મળી હતી. ત્યારે પોતાની હાર સ્વીકારીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને વિજયની શુભકામનાઓ આપતાં સી.જે.ચાવડાએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠક ઉપર લડતા હોવાના કારણે ભાજપના તમામ નેતાઓએ તનતોડ મહેનત કરી. હારના કારણો શોધવાની સાથે સાથે આગામી દિવસોમાં ધારાસભ્ય તરીકે પ્રજા વચ્ચે જઇને વિકાસના વધુ કામો કરીશ અને કોંગ્રેસના સંગઠનનું મજબુત બનાવીશું.

  Gujarat Elections 2022: જગદિશ ઠાકોરની રાજકીય સફરમાં થયો રાતોરાત પરિવર્તન, જાણો દિગ્ગજ કોંગી નેતા વિશે


  ભાજપ પર કૌભાંડોના આક્ષેપ

  રાજય સરકારનું રૂ. 500 કરોડનું રાજકોટનું જમીન કૌભાંડ જાહેર કર્યા પછી કોંગ્રેસે સરકારના રૂ. 1 હજાર કરોડ, 10 હજાર કરોડ અને 50 હજાર કરોડ અને 1 લાખ કરોડના કૌભાંડો આગામી દિવસોમાં જાહેર કરશે તેમ કોંગ્રેસના દંડક સી.જે.ચાવડાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર કૌભાંડો પર બેઠી છે, કોંગ્રેસ તેને પ્રજા સમક્ષ ઉજાગર કરશે. કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક સી.જે. ચાવડાએ કહ્યું હતું કે, રાજયના શાસનમાં બેફામ વહીવટ થઇ રહ્યા છે.

  ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કોંગ્રેસના વિધાનસભાના વિરોધપક્ષના નેતા સહિત આગેવાનોએ રાજકોટમાં રૂ. 500 કરોડના જમીન કૌભાંડના કરેલા આક્ષેપમાં નિતીન ભારદ્વાજનું પણ નામ અપાયું હતુ, જેના પગલે કોંગ્રેસના નેતાઓ વિરૂધ્ધ બદનક્ષીની ફરિયાદ નોંધવા માંગણી કરતી અરજી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓને લીગલ નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन