Home /News /gandhinagar /Gujarat election 2022: BAPS સ્વામિનારાયણ સંસ્થાઃ જાણો શું છે સંસ્થાનો ઈતિહાસ અને આવનારી ચૂંટણીમાં પક્ષો પર કેવો પડશે આ સંસ્થાનો પ્રભાવ
Gujarat election 2022: BAPS સ્વામિનારાયણ સંસ્થાઃ જાણો શું છે સંસ્થાનો ઈતિહાસ અને આવનારી ચૂંટણીમાં પક્ષો પર કેવો પડશે આ સંસ્થાનો પ્રભાવ
BAPS Swaminarayan Institute history: ભાજપનો સ્વામીનારાયણ સંપ્રદાય સાથેનો સંબંધ રાજકારણની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનો છે. એવું કહેવામાં કશું ખોટું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય ભાજપ માટે એક ફળદ્રુપ જમીન સમાન છે.
BAPS Swaminarayan Institute history: ભાજપનો સ્વામીનારાયણ સંપ્રદાય સાથેનો સંબંધ રાજકારણની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનો છે. એવું કહેવામાં કશું ખોટું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય ભાજપ માટે એક ફળદ્રુપ જમીન સમાન છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly election 2022) પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતની સત્તામાં દરેક વર્ગ, જ્ઞાતિ અને જાતિના લોકોનુ કોઈપણ પક્ષને જીતાડવા કે હરાવવામાં એક મહત્વપૂર્ણ યોગદાન હોય છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ધાર્મિક સંસ્થાનોના મહત્વને પણ નકારી શકાય નહીં. ગુજરાતમાં કોઈ ચોક્કસ વર્ગ કે સમાજના લોકો જે-તે ધાર્મિક સંસ્થા કે તેની સાથે જોડાયેલ વ્યક્તિને અનુસરે છે, તેના કહેવા પ્રમાણે અથવા તેના ઓપિનિયન અનુસાર રાજકીય મત કે વિચારધારા ધરાવતા હોય છે. ગુ
ગુજરાતના રાજકારણમાં આવી જ એક મહત્વની સંસ્થા એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન. સ્વામિનારાયણ સંપ્રદાયને એકજૂટ બાંધી રાખવાનું અને તેમની આસ્થા અને શ્રધ્ધાને માનપૂર્વક જાળવી રાખવાનું કામ કરતી આ સંસ્થાનુ માત્ર ધાર્મિક જ નહીં પણ રાજકીય મહત્વ પણ ખૂબ વધારે છે. આજના આર્ટિકલમાં આપણે બીએપીએસ સંસ્થાન અને તેના રાજકીય સંબંધોને લઈને ચર્ચા કરીશું.
શું છે બીએપીએસ સંસ્થાન (What is BAPS Institute?)
આપને જણાવી દઈએ કે BAPS સંસ્થાનું આખું નામ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા છે. સમાજસેવા અને જીવન નિર્માણના એક આધ્યાત્મિક આંદોલન સ્વરૂપે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપના વર્ષ 1905માં યજ્ઞપુરુષદાસ (શાસ્ત્રીજી મહારાજ) દ્વારા કરવામાં આવી હતી.
વર્ષ 1971થી જ પ્રમુખસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ BAPS મજબૂત રીતે વિકસ્યું છે. 2019 સુધીમાં BAPS પાસે પોતાના 44 શિખરબદ્ધ મંદિરો હતા. આજે આ સંસ્થાએ વિશ્વમાં સૌથી વધુ મંદિરો સ્થાપ્યા છે. બીએપીએસ સંસ્થાએ અત્યાર સુધી 1100 મંદિરોની સ્થાપના કરી વિશ્વવિક્રમ સર્જયો છે. સંસ્થાના ઉદ્દેશ્યો અને સાફ નિતી તથા ઉદારતાને કારણે લોકો આ સંસ્થા સાથે જોડાતા ગયા અને સમયની સાથે આ સંસ્થાનો વ્યાપ વધતો ગયો. સંસ્થાનો વ્યાપ વધવાને કારણે લોકો પર તેના પ્રભુત્વમાં પણ વધારો થયો, જેના પગલે રાજકારણમાં પણ તેનો દબદબો બનવા લાગ્યો.
સંસ્થાનું રાજકારણમાં મહત્વ (Importance of BAPS organization in politics)
કહેવાય છે કે સાધુ થવુ તો સ્વામિનારાયણના જ. આ નાનકડી કહેવતનો અર્થ ખૂબ મોટો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વિશાળતા અને તેમની એકતાને લઈને ગુજરાતનુ રાજકારણ ક્યારેય આ સંપ્રદાયને પડકારી શક્યું નથી. સ્વામીનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામીનું 2016માં અવસાન થયું, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીથી ગુજરાત આવ્યા હતા. માત્ર વડા પ્રધાનની વાત નથી. ગુજરાતમાં સત્તા પર આવેલા તમામ રાજકીય પક્ષો સ્વામીનારાયણ સંપ્રદાય સાથે રહ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાય હંમેશાં સત્તાની નજીક રહ્યો હોવાનું પણ કહેવાય છે. સ્વામીનારાયણ સંપ્રદાયનો રાજકારણ સાથેનો સંબંધ છેલ્લા 25 વર્ષમાં ગાઢ થયો છે અને તેમાં પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો સ્વામિનારાયણ સંસ્થાન સાથે ખૂબ ગાઢ અને સારો સંબંધ રહ્યો છે.
ભાજપનો સ્વામીનારાયણ સંપ્રદાય સાથેનો સંબંધ રાજકારણની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનો છે. એવું કહેવામાં કશું ખોટું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય ભાજપ માટે એક ફળદ્રુપ જમીન સમાન છે. આ સાથે જ રાજકીય પક્ષોને આ સંપ્રદાય અને તેના સંસ્થાન તરફથી ફાળો પણ આપવામાં આવે છે. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોની સંખ્યા ખૂબ વધારે છે અને તેમાં પણ પટેલો આ સંપ્રદાયને વધુમાં વધુ અનુસરતા હોય છે. જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના રાજકારણમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો દબદબો ખૂબ વધારે છે, એવામાં જ્યારે રાજકીય જોડાણ ધરાવતી સંસ્થા અને લોકો એકત્ર થઈ જાય તો તે જે પક્ષની તરફેણમાં હોય તેને રાજકીય લાભ થવાથી કે પછી ચૂંટણીમાં જીતના લક્ષ્યની નજીક પહોંચવામાં વધુ સરળતા થઈ જાય તેમાં કોઈ 2 મત નથી. આમ રાજકારણમાં BAPS સંસ્થાની ભૂમિકા ઘણી જ મહત્વની છે.
સંસ્થા સાથે જોડાયેલી રાજકારણી હસ્તીઓ
જો ગુજરાતની રાજકારણના મૂળથી જ વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી પ્રભાવશાળી ગણાતા રાજકારણી અને ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પોતે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હતા. તેમના કારણે મોટી સંખ્યામાં લોકો આ સંસ્થા સાથે જોડાયા હતા. જો હાલની વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સંસ્થા સાથે ખૂબ ગાઢ સંબંધ છે. તાજેતરમાં જ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ વડાપ્રધાનની મુલાકાત કરી હતી. ગુજરાતના રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલી મોટાભાગના રાજકારણીઓના છેડા બીએપીએસ સંસ્થા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છે.
સંસ્થા દ્વારા કરવામાં આવતા સમાજસેવાના કાર્યો
દેશમાં બીએપીએસ દ્વારા શૈક્ષણિક કાર્ય માટે કામ કરતી સંસ્થાઓને સમર્થન આપવામાં આવે છે. સાથે જ દર વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 5,000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અન્ય કોલેજો, શાળાઓ અને છાત્રાલયોને ટેકો આપવા ઉપરાંત 10 શાળાઓ અને 8 કોલેજોનું સંચાલન આ સંસ્થા કરે છે. આ સાથે જ ગામડાઓમાં 100 ટકા શિક્ષણને પ્રેરિત કરવા માટે માતાપિતાને તેમના બાળકો માટે શિક્ષણનું મહત્વ સમજવા માટે પ્રોત્સાહિત કરવા શિક્ષણ જાગૃતિ અભિયાન ચલાવે છે.
હાલ ચાલી રહેલા રશિયા યુક્રેનના યુધ્ધમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પણ બીએપીએસ સંસ્થા આગળ આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર બ્રમ્હવિહારી સ્વામીએ વિદ્યાર્થીઓની મદદ કરી હતી.
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણાધીન રામમંદિર માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રૂ. 2 કરોડ 11 લાખ 11 હજાર 111નું અનુદાન કરવામાં કરવામાં આવ્યું. આ જ રીતે કોરોનાના સમયે લોકડાઉન દરમ્યાન પણ સંસ્થા તરફથી વિનામૂલ્યો ગરીબોને ભોજન અને સારવારની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી.
બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા વિવાદો (બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા વિવાદો)
બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલો સૌથી જૂનો વિવાદ મંદિરોમાં દલિતોના પ્રવેશને લઈને થયેલો છે. સંસ્થા પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સાધુઓની વચ્ચે જ્ઞાતિગત ભેદભાવ કરવામાં આવે છે. જે અંતર્ગત ઊંચી જ્ઞાતિના સાધુઓ ભગવા વસ્ત્રો પહેરે છે, જ્યારે નીચી જ્ઞાતિના સાધુઓ સફેદ વસ્ત્રો પહેરે છે. તે વખતે આ વિવાદ ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બન્યો હતો. આ સિવાય ગુજરાતના વિખ્યાત ઈતિહાસકાર મકરંદ મહેતાએ સ્વામીનારાયણ વિરુદ્ધ 1987માં એક લેખ લખ્યો, ત્યારે તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો. એ કેસ આજે પણ ચાલી રહ્યો છે. આ લેખમાં સ્વામિનારાયણ સંતો અને મહિલાઓને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે જે વખતે આ કેસ કરવામાં આવ્યો, ત્યારે કૉંગ્રેસની સરકાર હતી અને અમરસિંહ ચૌધરી મુખ્ય પ્રધાન હતા.
સંસ્થા સાથે જોડાયેલા તાજેતરના વિવાદોની વાત કરીએ તો સોખડા હરિધામનો વિવાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. અહીં હરિધામ મંદિરના ગાદીપતિનો વિવાદ ખૂબ મોટાપાયે વકર્યો હતો અને તેણે ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યુ હતું. જુલાઈ, 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે બે સંતો (પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી)ના સમર્થકોએ પોતપોતાના ગુરુને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હોવાનું કહેવાય છે. વિવાદના પગલે 150 સંતોમાં પણ ભાગલા પડી ગયા હતા અને મામલો હાઈકોર્ટમાં પહંચ્યો હતો.
BAPS દ્વારા અમેરિકાનાં ન્યૂજર્સી રાજ્યમાં રોબિન્સ વિલે ખાતે બની રહેલું મંદિર પણ વિવાદમાં સપડાયું હતું. ભારતથી સેવાનાં નામે લલચાવીને આ મંદિર નિર્માણ માટે લઇ જવાયેલા લોકોના પાસપોર્ટ જપ્ત કરી ગોંધી રખાયાની સ્થાનિક કોર્ટમાં ફરિયાદ થતા અમેરિકાની ટોપની એજન્સી એફબીઆઇ દ્વારા સંસ્થા પર દરોડા પાડવામાં આવ્યા હતા.