Home /News /gandhinagar /વિધાનસભા બેઠકના દિવ્યાંગ તથા 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સાર્વજનિક વાહનની સુવિધા, આ રીતે મેળવો

વિધાનસભા બેઠકના દિવ્યાંગ તથા 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સાર્વજનિક વાહનની સુવિધા, આ રીતે મેળવો

પ્રતિકાત્મક તસવીર

Gandhinagar news: આવા મતદારો https://www.nvsp.in/Home/KnowBoothNofficers લિંક ઉપર પણ પોતાના નામની નોંધણી કરાવી શકશે. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: મતદાન કરવા માટે હવે દિવ્યાંગો અને વૃધ્ધો માટે વધારાની સુવિધા આપવામા આવશે જેથી તેઓ સરળતાપૂર્વક તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન આગામી ૦૫ ડિસેમ્બરે યોજાશે. ત્યારે મતદાનના દિવસે ગાંધીનગર(ઉત્તર) મત વિસ્તારમાં ૪૦ ટકા કરતા વધુ દિવ્યાંગતા ધરાવતા અને ૮૦ વર્ષ કે તેથી ઉપરના વયોવૃદ્ધ, અશક્ત મતદારો માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સાર્વજનિક વાહન વ્યવસ્થા કરવામાં આવી છે.

આ મુદ્દે ન્યુઝ ૧૮ ગુજરાતી સાથે વાત કરતા ગાંધીનગર ઉત્તરના ચૂંટણી અધિકારી બ્રિજેશ મોડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન વધે તેવા આશયથી ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત દિવ્યાંગ અને ૮૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના મતદારો માટે ખાસ વાહનની સુવિધા કરવામાં આવી છે.  ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જે મતદારો ગાંધીનગર(ઉ) વિભાગમાં મતદાન કરવાના છે. તેવા દિવ્યાંગ, ૮૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના વયોવૃદ્ધ, અશક્ત મતદારો માટે સાર્વજનિક વાહનની સુવિધા કરવામાં આવી છે.

આ પણ વાંચો: 'ગુજરાત પ્રથમ તબક્કાની ચૂંટણીમાં અમને 55 સીટ મળશે, ભાજપ હારે છે'

આ સુવિધાનો લાભ લેવા ઇચ્છતા આવા મતદારોએ આવતીકાલે ૩જી ડીસેમ્બર અને ચોથી ડીસેમ્બર ના રોજ સવારના ૧૧.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક દરમ્યાન ફોન નંબર- ૦૭૯ ૨૩૨ ૫૯૦૭૪ પર સંપર્ક કરીને પોતાનું નામ, મોબાઇલ નંબર, મતદાનનું સ્થળ, ભાગ નંબર, એપિક નંબર સહિતની વિગતો આપવાની રહેશે.
" isDesktop="true" id="1293674" >

આ ઉપરાંત, આવા મતદારો https://www.nvsp.in/Home/KnowBoothNofficers લિંક ઉપર પણ પોતાના નામની નોંધણી કરાવી શકશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन