ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મોદી મેજિક સામે આવ્યો છે. આ પરિણામોમાં ભાજપે 53 ટકા વોટ શેર સાથે ઐતિહાસિક 156 બેઠકો મેળવી છે. જે 60 વર્ષના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ સાથે આપ પાર્ટીને કારણે કોંગ્રેસને ઘણું નુકસાન થતું પણ દેખાયું છે. જેના કારણે વિપક્ષનાં પદ પર પણ અનેક સવાલો સામે આવ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ ચૂંટણી હારી ગયા છે. ત્યારે આપણે ગુજરાત ચૂંટણીનાં પરિણામોનાં 11 મહત્ત્વની વાતો જોઇએ જેને જાણવી તમારા માટે જરૂરી છે.
ભાજપે જીતેલી 156 બેઠકોમાંથી 102 બેઠકો પર 50 ટકાથી વધુ વોટશેર મેળવ્યા છે.
આપ પક્ષે ડેડિયાપાડની બેઠક પર 50% થી વધુ વોટશેર મેળવ્યો છે.
કોંગ્રેસે બે બેઠકો વાસંદા અને પાટણ પર 50% થી વધુ મત મેળવ્યા છે.
ત્રણ બેઠકો ઘાટલોડિયા, એલિસબ્રિજ અને મજુરા પર વિજેતાઓનો વોટશેર 80 ટકાથી વધુ છે. જે તમામ ભાજપે જીતી છે.
સૌથી વધુ મત સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ આગળ રહ્યા છે. તેમણે અમદાવાદની ઘાટલોડિયા બેઠકથી લડીને 82.95% વોટશેર મેળવ્યા છે. તેમણે હરીફ ડૉ. અમી યાજ્ઞિક (INC) ને 1,92,263 મતોના માર્જિનથી હરાવ્યા છે.
આ સાથે સૌથી વધુ મતમાં વોટ શેરની વાત કરીએ તો સુરતનાં મજુરામાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવીને 83.15 ટકા વોટ મળ્યા છે.
રાપરમાં ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને કુલ 66961 મત તો કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠિયાને 66384 મત મળ્યા હતા. ભારે રસાકસી અને રી કાઉન્ટીંગ બાદ ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ 577 ની લીડથી વિજેતા બન્યા હતા.
8. 11 બેઠકો છે જ્યાં એક લાખથી વધુની લીડ મેળવીને ઉમેદવારો વિજય થયા છે. જે તમામ ભાજપનો કબજો છે. 9. AAPએ અત્યારે 5 બેઠકો જીતી છે. તેમાંથી 2 બેઠકો BJP, 2 કોગ્રેસ અને 1 BTP પાસેથી આંચકી લીધી છે. 10. 15 મતવિસ્તારમાં NOTA ને AAP કરતા વધુ મત મળ્યા છે. 1. અબડાસા, 6. રાપર, 7. વાવ, 8. થરાદ, 9. ધાનેરા, 16. રાધનપુર, 20. ખેરાલુ, 38. કલોલ, 108. ખંભાત, 109. બોરસદ , 110. આંકલાવ, 115. માતર, 146. પાદરા, 151. વાગરા, 159. સુરત પૂર્વ આ વિસ્તારો છે જેમાં નોટા (NOTA)ને આપ પાર્ટી કરતા પણ વધારે મત મળ્યા છે.
" isDesktop="true" id="1297431" >
11. ખેડબ્રહ્મામાં NOTA ને 7,331 મત મળ્યા છે. કુલ મતદારોમાંથી 3.56 ટકા મત નોટાને મળ્યા છે. જ્યારે લિંબાયતમાં સૌથી ઓછા માત્ર 0.6 ટકા મતદારોએ જ નોટાને પસંગ કર્યુ છે.