Home /News /gandhinagar /ગુજરાત વિધાનસભાની ચૂંટણી: આજથી રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ, જાણો શું શું નહીં થાય

ગુજરાત વિધાનસભાની ચૂંટણી: આજથી રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ, જાણો શું શું નહીં થાય

આજથી ગુજરાતમાં આચારસંહિતા લાગુ.

Gujarat Election: ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવ પાડે તેવી કોઈપણ પરિયોજના યોજના રાહતો કે નીતિવિષયક બાબતો રાજ્ય સરકાર કે સત્તાધારી પક્ષ દ્વારા જાહેર કરી શકાશે નહીં.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ભારતીય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે રાજ્યમા આદર્શ આચારસંહિતનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.  શુક્રવાર સવારથી જ હવે રાજ્યના કોઇપણ વિસ્તારમાં વિવિધ માધ્યમોમાં ચાલતી સરકારી જાહેરખબરો બંધ કરવાની રહેશે.  હોર્ડીંગ હોય તો ઉતારી લેવાના રહેશે.

ચૂંટણી આયોગ દ્વારા અપાયેલી સૂચના અનુસાર, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન આચારસંહિતાનું ચુસ્ત અમલ કરવા સંબંધી રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જે અનુસાર હવે સરકાર કોઈપણ પ્રકારની ચૂંટણીલક્ષી જાહેરાત, નાણાકીય સહાય પરિયોજના શિલારોપણ વિધિ સરકારી સેવાઓ કે જાહેર સાહસોમાં નિમણૂંક કરી શકશે નહીં. ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી પંચને હવાલે કરી દેવામાં આવ્યું છે.

ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવ પાડે તેવી કોઈપણ પરિયોજના યોજના રાહતો કે નીતિવિષયક બાબતો રાજ્ય સરકાર કે સત્તાધારી પક્ષ દ્વારા જાહેર કરી શકાશે નહીં.

આજથી ગુજરાતમાં આચારસંહિતા લાગુ.


મંત્રીઓ કચેરીના કામ અર્થે વિધાનસભા મતવિસ્તારની મુલાકાત અને સરકારી વાહનનો ઉપયોગ કરવા બાબતે નિયંત્રણ લાદવામાં આવ્યા છે. કુદરતી આપત્તિ સિવાય કે કટોકટીની ઉપસ્થિત સહિતના સંજોગોમાં મંત્રી, મુખ્યમંત્રી રાહત કાર્ય ઉપર દેખરેખ રાખવા પ્રવાસ કરે તો આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાશે નહીં.
આ સિવાય કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રી વગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અર્થે સરકારી વાહનનો ઉપયોગ કરવા બાબતે કેન્દ્ર સરકારની વિગતો વખતની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોઈપણ સંસ્થાઓના વાહનો ચૂંટણી પંચ પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.

આ પણ વાંચો: દંપતિ ચાલુ ટ્રેનમાં સુઇ ગયું અને થયો કડવો અનુભવ

કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ કોર્પોરેશન કે બિન સરકારી પદાધિકારીઓ છે, ચૂંટણી સંબંધી કામગીરી સાથે સંકળાયેલા છે તેમની સાથે બેઠક કરી શકશે નહીં તેમજ ગાંધીનગર સહિત અન્ય સ્થળ બેઠક કરવા માટે પણ બોલાવી શકશે નહીં. આવું કરનાર અધિકારી સામે શિસ્ત ભંગ સહિતના પગલા લેવાશે.

રાજ્ય સરકાર સિધ્ધીઓના અને પ્રચારમાં રાજય સરકારના નાણાનો,લોન માડવાણ કરવા જેવી બાબતોની મુદત વધારી શકશે કે નહીં માફ કરી શકશે પણ નહીં. રાજકીય સમાચારોને સિદ્ધિઓના પ્રચાર પ્રસારમાં સરકારી નાણાનો ઉપયોગ કરી શકાશે નહીં. ચૂંટણી સભાઓ યોજવામાં મેદાન અને હેલીપેડ કેટલીક શરતોને આધીન ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: ચાલુ મતદાને EVM બગડ્યું તો શું?

રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામા શાળા કોલેજના શૈક્ષણિક સમય પત્રને અસર થવી જોઈએ નહીં. તેમ જ આ માટે અગાઉથી મંજૂરી લેવી પડશે. સરકાર વેબસાઈટ ઉપરથી પ્રચારાત્મક વિગતો દૂર કરવાની રહેશે, સરકારી કે જાહેર મકાનોમાં વડાપ્રધાન મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોના ફોટાગ્રાફ ઓફ કેલેન્ડર સહિતના ચિત્ર પ્રદર્શિત કરી શકાશે નહીં ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજવા તથા સરકારી યોજનાના અમલ અને પ્રગતિની સમીક્ષા કરી શકાશે નહીં.
કુદરતી કે માનવસર્જિત આપત્તિની સ્થિતિમાં અસરગ્રસ્તોને ચૂંટણી આયોગની પૂર્વ મંજૂરી સિવાય કોઈપણ જાતની સહાય આપી શકાશે નહીં આ ઉપરાંત z+ કેટેગરીની સુરક્ષા ધરાવતા રાજકીય નેતાઓને રાજ્યના અતિથિગૃહ વિશ્રામ ગૃહ અથવા જાહેર શાસન વિશ્રામ ગૃહમાં અગાઉથી રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકાર રહેવા માટે રૂમની ફાળવણી કરી શકાશે.



આદર્શ આચારસંહિતાના અમલમાંથી મુક્તિ મેળવવા માટે સચિવાલયના વિભાગો મારફતે કરવામાં આવતી દરખાસ્ત બાબતે સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં આદર્શ આચારસંહિતાના પગલે આગામી તારીખ 28-2 -2023ની સ્થિતિએ છેલ્લા ચાર વર્ષ કે ત્રણ તેથી વધુ સમય એક જ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓની બદલી કરવાના હુકમ કરવામાં આવ્યા છે. કોઈ બદલીના હુકમ કરવાના થાય તો ચૂંટણી પંચની મંજૂરી લેવી ફરજીયાત છે.



હવે રાજ્યમાં બદલી અને રજા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જ્યાં સુધી ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સચિવાલયના બધા વિભાગ ખાતાના વડા કચેરીના વડા પંચાયતો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બોર્ડ કોર્પોરેશન તેમજ અન્ય કર્મચારી જે જિલ્લા કલેક્ટર જીલ્લા ચૂંટણી અધિકારી અથવા આગળ ચૂંટણી અધિકારીને આવશ્યકતા તેવી સેવાઓમાં સંકળાયેલા છે તેમને ચૂંટણી અધિકારીના હવાલે મુકવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગાંધીનગર એસીબી, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन