liveLIVE NOW

Gujarat Election 2022 Live: આપના આ ઉમેદવારના નામ સામે વિરોધ, ભાજપ ઉમેદવારો માટે કરશે મહત્ત્વની બેઠક

Gujarat Assembly Elections 2022 LIVE updates: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ મંગળવારે જ દિલ્હીના દરબારમાં અમિત શાહ સાથે બેઠક કરી છે. તો બીજી બાજુ આપ પક્ષે મંગળવારે પોતાના ઉમેદવારોની બારમી યાદી જાહેર કરી છે.

 • News18 Gujarati
 • | November 09, 2022, 09:55 IST |  Gandhinagar, India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 19 DAYS AGO
  15:58 (IST)
  સુરેન્દ્રનગર જીલ્લાના 03 તાલુકાના અમુક ગામોમાં વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર અંગેના બેનરો લાગતા ચકચાર મચી ગઇ છે. ધ્રાંગધ્રા તાલુકાના રામપરા, મુળી તાલુકા કુંતલપુર, રાવળીયાવદર, વઢવાણ તાલુકાના ખોડુ સહીતના ગામોમાં કોઈપણ પક્ષના રાજકીય આગેવાનોએ ચૂંટણી પ્રચાર કે મત માંગવા આવવું નહિ તેવા બેનરો લગાવી બહિષ્કાર કર્યો છે. અગાઉ વઢવાણ, મુળી અને ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં નર્મદા કેનાલનું પાણી ન મળતા ખેડૂતો સહિત સરપંચોએ અનેક વખત કલેકટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી 

  14:53 (IST)
  અમદાવાદમાં યુવા મતદાર ટાઉનહોલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકસભાના સાંસદ અને BJYM નાં રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં પંડિત દીનદયાળ હોલ ખાતે યુવાનો સાથે તેજસ્વી સૂર્યા સંવાદ કર્યો છે. BJYM નાં રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં શુભ કાર્ય કરતા પહેલા ભદ્રકાળીનાં દર્શન કરવાનો રિવાજ છે, એટલે ત્યાં પણ દર્શન કરવા ગયો હતો. જે સારું ભણે છે, એ વિદેશમંત્રી રહે છે પણ એના સિવાય જે લાસ્ટ બેન્ચર્સ બચે છે એ જ આપણા જેવા લોકો દેશની સેવામાં જોડાય છે, દેશના કામે આવે છે.મોદીજીના નેતૃત્વમાં ડબલ ડીજીટમાં દેશનો ગ્રોથ થઈ રહ્યો છે.અનેક સમસ્યાઓનું સમાધાન રાજકીય સ્થિરતા જ હોય છે.દેશને રાજકીય સ્થિરતા આપવાનું કામ ગુજરાતે જ કર્યું છે. ગુજરાત આજે દેશમાં પહેલા સ્થાને છે. દેશના એક્સપોર્ટ, સોલાર રૂફટોપ, સ્ટાર્ટ અપ, ઇનોવેશન સહિત અનેક ચીજોમાં ગુજરાત નંબર 1 પર છે. આ બધું એક દિવસ, મહિના કે વર્ષમાં નથી થયું.

  13:19 (IST)
  વાઘોડિયાના એમએલએ મધુ શ્રીવાસ્તવે મોટો દાવો કર્યો છે. મધુ શ્રીવાસ્તવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે નિવેદન આપ્યું છે કે, હું નહીં તો મારી પત્નીને ચૂંટણી લડાવીશ. તેમણે કહ્યું કે, હું બજરંગબલીની સેવામાં છું. જણાવી દઇએ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ વડોદરાના વાઘોડિયાથી ધારાસભ્ય છે.

  12:27 (IST)
  ગુજરાત ચૂંટણી: કોંગ્રેસનાં મોટા નેતા મોહનસિંહ રાઠવનાં રાજીનામાં આપ્યા બાદ ગુજરાત કોંગ્રેસનાં પાવીજેતપુરનાં સુખરામ રાઠવા રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. તેઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઇ તેવી સંભાવના ચર્ચાઇ રહી હતી. આ અંગે ન્યૂઝ18 ગુજરાતીએ સુખરામ રાઠવા સાથે વાત કરીને જ આ અંગે સ્પષ્ટતા કરી છે. રાજીનામાની અટકળો વચ્ચે સુખરામ રાઠવાએ જણાવ્યુ છે કે, સુખરામ રાઠવા કોંગ્રેસમાંથી ના જાય. મોહનસિંહ રાઠવા અમારા વરિષ્ઠ નેતા છે અને મારા સંબંધી પણ છે પરંતુ તે પોતાના અંગત કારણોસર કોંગ્રેસમાંથી ગયા છે. તેઓ અમને માર્ગદર્શન આપતા હતા.

  11:51 (IST)
  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લઈ પોલીસ સજ્જ બની છે. રાજકોટ શહેરમાં મુખ્ય માર્ગો પર હાલ પોલીસ છાવણી ઊભી કરાઈ છે. ગોંડલ ચોકડી, આજીડેમ ચોકડી, હુડકો ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, બેડી ચોકડી, જામનગર ચોકડી અને કાલાવડ તરફથી પ્રવેશતા મુખ્ય માર્ગો પર પોલીસ છાવણીઓ કાર્યરત થઈ છે. પોલીસ જવાનો દ્વારા શંકાસ્પદ લાગતા વાહનો પર પોલીસ દ્વારા બાજ નજર રખાઈ રહી છે. ચેકિંગ દરમિયાન વધુ માત્રામાં રૂપિયા હથિયારો કે દારૂ કે પછી કોઈ અન્ય ગેરકાનૂની વસ્તુ ઝડપાય તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  10:52 (IST)
  ગુજરાત ચૂંટણી: આપનાં અરવિંદ કેજરીવાલે ઉમેદવારોની જાહેરાત કરતા જણાવ્યુ છે કે, ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામ વિધાનસભા અને મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે. આપના સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, 'રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા શ્રી ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.'

  10:9 (IST)
  Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં AAPના સ્ટાર પ્રચારક છે. ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજન સિંહ પણ સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કરશે. AAPના સીએમ ચેહરો ઇસુદાન ગઢવી અને ગુજરાતમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા , મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજ જાડેજા પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. ગુજરાત માટે AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં પંજાબ સરકારના બે મહિલા મંત્રીઓ બલજિંદર કૌર અને અનમોલ ગગન માનનું પણ નામ છે.

  9:58 (IST)
  #GujaratElection સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિધાનસભા ચૂંટણીમાં અનેક નેતાઓની ટિકિટ કન્ફર્મ માનવામાં આવી રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલ ઉપરાંત મંત્રીઓ કુબેર ડીંડોર, જીતુ ચૌધરી, દિલીપ ઠાકોર, જયેશ રાદડિયા, ઈશ્વર પટેલ, સંગીતા પાટીલ, શંકર ચૌધરી, નરેશ પટેલ, ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલનો સમાવેશ થાય છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, કોંગ્રેસ છોડીને ભગવા પાર્ટીમાં જોડાયેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી શકે છે. આ સિવાય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને પણ ભાજપ તરફથી ટિકિટ મળી શકે છે.

  9:17 (IST)
  કોંગ્રેસના સિનિયર નેતા મોહનસિંહ રાઠવાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસની ટિકિટથી છોટાઉદેપુરથી 11 વખત પ્રતિનિધિ કરી ચુકેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપના કેસરિયા કર્યા છે. કોંગ્રેસમાંથી ઘણા સિનિયર નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા મોહનસિંહ રાઠવા ભાજપમા જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, તેમણે કોંગ્રેસમા પોતાના પુત્ર માટે ટિકિટની માગણી કરી હતી. મોહનસિંહ રાઠવાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. મળતિ વિગતો પ્રમાણે ભાજપ મોહનસિંહ રાઠવાના પુત્રને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. તેમણે પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી.

  9:2 (IST)
  #GujaratElection જિલ્લાની બે વિધાનસભા બેઠક અને ધંધુકા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્રારા જાહેર કરાયેલા ઉમેદવારને લઈ શરૂ થયો વિરોધ. આજે 5.00 વાગે આપ પ્રદેશ નેતા રાજભા ઝાલા, બોટાદ આપ જિલ્લા પ્રમુખ પરસોતમ રાઠોડની આગેવાનીમા બેઠક મળશે અને જાહેર કરાયેલા ઉમેદવારને લઈ ચર્ચા કરવામાં આવશે. ત્યારે હાલ તો આપના ઉમેદવારની જાહેરાત સાથે જ આ ત્રણ બેઠક પર શરૂ થયો આપમાં કકળાટ. 

  ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. પહેલા તબક્કાની ચૂંટણી પહેલી ડિસેમ્બરે યોજાવાની છે. ત્યારે તમામ પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં લાગી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ બની છે. આજે સાંજે 6.00 વાગે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ, સહિત કોર ગ્રુપનાં સભ્યો હાજર રહેશે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ મંગળવારે જ દિલ્હીના દરબારમાં અમિત શાહ સાથે બેઠક કરી છે. તો બીજી બાજુ આપ પક્ષે મંગળવારે પોતાના ઉમેદવારોની બારમી યાદી જાહેર કરી છે.

  મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચારસંહિતાનુ કડકપણે પાલન જરૂરી છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ, ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોનો ઉમેદવારે સંબંધીત ચૂંટણી અધિકારી પાસે નોંધણી કરાવવી પડશે અને અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઈથી દેખાય તે રીતે વિન્ડસ્ક્રીન પર ચોડવાની રહેશે. પરમીટની ફોટો કોપી નહિ ચાલે. પરમીટ કે રજીસ્ટ્રેશન વિનાના વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ લઈ શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાનાર વાહનમાં જો વધારાની એસેસરીઝ ફીટ કરાવેલી હશે તો તેના માટે આર.ટી.ઓ.ની મંજૂરી લેવી પડશે.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन