Home /News /gandhinagar /ભાજપ મિશન 2022માં કેવી રીતે બનાવશે ઇતિહાસ? આ રહ્યો માસ્ટર પ્લાન

ભાજપ મિશન 2022માં કેવી રીતે બનાવશે ઇતિહાસ? આ રહ્યો માસ્ટર પ્લાન

....એ તમામ સીટ પર બીજેપીએ ચોકકસ રણનીતિ અપનાવી જેના લીધે ચૂંટણીમાં ફાયદો પહોંચે

150થી વધુ વિધાનસભા બેઠકો જીતી નવો વિક્રમ સર્જાશે? 150 પલ્સ સીટ સાથે અભૂતપૂર્વ જીત હાંસલ કરવી તેના માટે નાના સમાજ અને નારાજ સમાજને પણ સાથે રાખવા કવાયત કરવામાં આવી રહી છે.

ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી ગુજરાત મુલાકાતે આવ્યા અને શીખ આપી કે, કમિટેડ વોટર સિવાયના મતદારો પર પણ ફોક્સ વધારવું. બીજી તરફ લઘુમતી સમાજ કે જે બીજેપીથી વિમુખ રહે છે તેવા મતદારોને જોડવા પણ કવાયત ચાલી રહી છે. એવામાં હવે લઘુમતીઓને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ એ તમામ સીટ પર બીજેપીએ ચોકકસ રણનીતિ અપનાવી જેના લીધે ચૂંટણીમાં ફાયદો પહોંચે. આમ તો બીજેપીની કમિટેડ વોટબેંક જુઓ તો એ સવર્ણ અને તેના મહત્તમ વોટ તેમને મળે છે. જેના આધારે બીજેપી આજે પણ ગુજરાતમાં સત્તા પર છે. પરંતુ પીએમ મોદી કે જેણે ગુજરાત મોડેલ આધારે સત્તા આખા દેશમાં મેળવી પરંતુ તેમની એક ઈચ્છા બાકી છે કે ગુજરાતમાં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવો અને એટલા માટે જ હાલમાં કવાયત ચાલી રહી છે. બીજેપી પણ જાણે છે કે સરકાર તો આસાનીથી બનશે પરંતુ 150 પલ્સ સીટ સાથે અભૂતપૂર્વ જીત હાંસલ કરવી તેના માટે નાના સમાજ અને નારાજ સમાજને પણ સાથે રાખવા કવાયત કરવામાં આવી રહી છે. હવે બીજેપીએ ફોક્સ વધાર્યું છે લઘુમતી મતદારો પર. જેમાં લઘુમતીઓને બીજેપીમાં જોડવા. લઘુમતી માટેની યોજનાઓ લોકો સુધી લઈ જવી. સરકારી યોજનાઓના લાભ અપાવવા સહિતની કામગીરી તો ચાલી જ રહી છે. આ સિવાય વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરે તમામ વિધાનસભા દીઠ 100 લઘુમતી મિત્ર બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે.

હવે, જો બીજેપીને 150 સીટ જોતી હોય તો લઘુમતી મોરચાને નજરઅંદાજ કરાય તેમ નથી. કારણ કે રાજ્યની 60 સીટ એવી છે, જેમાં લઘુમતી મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે અને કોઈ ચોક્કસ જિલ્લો નહીં પરંતુ 16 જિલ્લા એવા છે જેમાં આ મતદારો મોટી સંખ્યામાં વસે છે. કેટલીક સીટ એવી છે જેના પર નજર કરીએ તો જમાલપુર વિધાનસભા જેમાં 1 લાખ 35 હજાર લઘુમતી મતદારો છે. આ સિવાય વેજલપુર વિધાનસભા છે જેમાં 1 લાખ 40 હજાર મતદારો છે. તો એજ રીતે દરિયપુર વિધાનસભ જેમાં 95 હજાર મતદારો છે, તો ભરૂચ ગોધરા લીંબયાત સહિતની કુલ 60 બેઠક પર નિર્ણાયક સાબિત થઈ શકે છે. જેના માટે બીજેપીએ અનેક મુદ્દે કવાયત કરી છે. લઘુમતી સમાજનો ઝુકાવ કોંગ્રેસ તરફ રહે છે. જેના કારણે બીજેપીને એ સીટ ગુમાવવી પડે છે, પણ આગામી ચૂંટણીમાં બીજેપીને ફાયદો થઈ શકે છે. કારણ કે લઘુમતી વોટ ડાયવર્ટ થઈ શકે છે. કોંગ્રેસ અન્ય પાર્ટીઓ અને AIMIM અને અપક્ષ ઉમેદવારમાં જો વોટ વેચાય તો બીજેપીને ફાયદો થાય અને બીજેપીની જીતની શક્યતા વધી જશે.

આ પણ વાંચો: ભાવનગરનો આ પોર્ટ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં રોજગારીની સેંકડો તક આપશે: ભાવનગરમાં પીએમ મોદી

ભલે વર્ષોથી લઘુમતી મતદારોનો ઝુકાવ કોંગ્રેસ તરફ હોય પરંતુ ઘણી સીટ એવી છે, જેમાં લઘુમતી મતદારો વધારે હોય તો પણ જીત બીજેપીની થઈ હોય. જેમાં વાત કરીએ વેજલપુર, લીંબયાત, ગોધરા જેવી અનેક બેઠક છે, જેમાં બીજેપીએ મોટી લીડ સાથે જીત મેળવી હોય તેની પાછળનું કારણ છે બુથ મેનેજમેન્ટ, કોંગ્રેસની નિષ્ક્રિયતા અને છેલ્લી ઘડીએ મતદારોને મતદાનમથક સુધી પહોંચાડવા સહિતના અનેક કારણો જવાબદાર છે અને તેના કારણે બીજેપી આસાન જીત મેળવે છે.

કોઈપણ રાજકીય પક્ષ હોય નારાજ મતદારોને રીઝવવા અનેક કિમીયા કરવામાં આવતા હોય છે જે ઘણું ગુપ્ત રીતે કરવામાં આવતું હોય છે, જેમાંથી બીજેપી પણ બાકાત નથી. બીજેપીને આસાનીથી જીત ઘણી બેઠક પર મળી છે. એજ રીતે લઘુમતી મતદાર પ્રભાવિત બેઠક જેટલા વધારે ઉમેદવાર ઉભા રહેશે એટલી જીત આસાન થઈ જશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat BJP, Gujarat News, PM Modi પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन