liveLIVE NOW

Gujarat Election Result News LIVE: મતગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ, દાહોદ-મહેસાણાનાં સ્ટ્રોંગ રૂમ બહાર મચી બબાલ

Gujarat Election Result news: ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે

 • News18 Gujarati
 • | December 07, 2022, 11:01 IST |  Gandhinagar, India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 MONTHS AGO
  15:7 (IST)
  વિધાનસભા ચૂંટણીની મતગણતરીને લઈ ભરુચ પ્રશાસન સજ્જ છે. પાંચ વિધાનસભા બેઠકની મતગણતરી આવતીકાલે કે.જે પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. વિધાનસભા દીઠ ૪૫ જેટલા ચૂંટણીકર્મીઓ કામે લાગશે. દરેક વિધાસભા વિસ્તાર દીઠ મતગણતરી માટે ૧૪ ટેબલ ઉપર ઈવીએમ તથા અન્ય ૧ ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી થશે. બોમ્બ સ્કોર્ડ, સ્કેનર,પાર્કિંગ સહિત તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

  12:50 (IST)
  સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકો માટે મતગણતરી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની તાલીમ શિબિર યોજાઈ. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલમાં કલેકટર કે.સી.સંપટની અધ્યક્ષતામાં તાલીમ આપવામાં આવી. 105 સુપરવાઈઝર, 105 કાઉન્ટીંગ આસિસ્ટન્ટ અને 105 માઈક્રો ઓબઝર્વર સહિત 315 કર્મચારીઓ મતગણતરીમાં ફરજ બજાવશે. EVMમાં મત ગણતરીની પ્રક્રિયા, પારદર્શક મત ગણતરી, સુરક્ષા વગેરે બાબતોની કર્મચારીઓને તાલીમ આપવામાં આવી. ધ્રાંગધ્રા, વઢવાણ, ચોટીલા, લીંબડી અને દસાડા બેઠકના ચૂંટણી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા. 

  11:37 (IST)
  ગુજરાતી ચૂંટણી: આવતીકાલે વિધાનસભા ચૂંટણીનો પરિણામ દિવસ છે. જે પહેલા મહેસાણાની મર્ચન્ટ કોલેજ બાસણમાં મોડી રાત્રે હંગામો થયાનો મામલો સામે આવ્યો છે. મર્ચન્ટ કોલેજમાં મહેસાણાની તમામ બેઠકોના EVM મશીન રાખવામાં આવ્યા છે. કોલેજમાં બિનજરૂરી શંકાસ્પદ ગાડીઓની અવરજવર થતા હોબાળો થયાનું સામે આવ્યું હતુ. મોડી રાત્રે શંકાસ્પદ ગાડીઓના સ્ટ્રોંગ રૂમ સ્થળે પ્રવેશથી સુરક્ષાકર્મીઓ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, હાલ આ મામલો થાળે પડી ગયો છે. 

  11:29 (IST)
  રાજકારણનાં આ ગરમાવા વચ્ચે દાહોદનાં સ્ટ્રોંગ રૂમ આગળ હંગામો થયો છે. સ્ટ્રોંગ રૂમની આસપાસ અવરજવર વધતા ભાગદોડ મચી ગઇ હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા કોંગ્રેસ અને આપનાં કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. જોકે, થોડીવારમાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. દાહોદ પોલીસે આપેલી પ્રાથમિક માહિતી અનુસાર, એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતુ. એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓ ગેટ ઉપર અવરજવર કરતા શંકાઓ ઉભી થઈ હતી. જોકે, આ ઘટના બાદ કોંગ્રેસ અને આપનાં ઉમેદવાર અને કાર્યકર્તાઓએ સ્ટ્રોંગ રૂમની બહાર પહેરો વધારી દીધો હતો. તેમણે જણાવ્યું હતુ કે, જ્યાં સુધી મતગણતરી પુરી નહીં થાય ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં. 

  10:52 (IST)
  આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.

  10:37 (IST)
  પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ટકાવારી જોઇએ તો 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ. 

  10:33 (IST)
  ગુજરાતની સત્તામાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન તેની પર સૌ કોઇની નજર છે. આવતી કાલે એટલે કે, ગુરૂવારે ગુજરાતીઓ સહિતા તમામ દેશવાસીઓની આતુરતાનો અંત થશે અને ખબર પડશે કે ગુજરાતમાં ભાજપ, આપ કે કોંગ્રેસ કોણ સત્તા બનાવશે. 8 ડિસેમ્બરે મત ગણતરી યોજાવવાની છે ત્યારે મતગણતરી પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

  ગાંધીનગર: ગુજરાતની સત્તામાં પરિવર્તિન આવશે કે પુનરાવર્તન તેની પર સૌ કોઇની નજર છે. આવતી કાલે એટલે કે, ગુરૂવારે ગુજરાતીઓ સહિતા તમામ દેશવાસીઓની આતુરતાનો અંત થશે અને ખબર પડશે કે ગુજરાતમાં ભાજપ, આપ કે કોંગ્રેસ કોણ સત્તા બનાવશે. 8 ડિસેમ્બરે મત ગણતરી યોજાવવાની છે ત્યારે મતગણતરી પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

  આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ટકાવારી જોઇએ તો 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.

  આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.
  विज्ञापन
  विज्ञापन