Home /News /gandhinagar /Gujarat Assembly Election 2022: અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત પહેલા તેમના વિરુદ્ધ સંમેલન યોજાયું

Gujarat Assembly Election 2022: અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત પહેલા તેમના વિરુદ્ધ સંમેલન યોજાયું

આયાતીઓને આવકાર નહીં

Gujarat Assembly Election 2022: ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદીની જાહેરાત કરતા જ રાજકીય પારો ગરમ થઈ ગયો છે. ભાજપ દ્વારા હજુ 22 બેઠકો પરના ઉમેદવારની યાદી બાકી રાખી છે, જોકે ગાંધીનગર ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની સંભાવના જોવા મળતા સ્થાનિક કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આજે ગુરૂવારે ભાજપ દ્વારા પણ 160 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ, ગાંધીનગર દક્ષિણ બેઠક સહિત 22 બેઠકોમાં ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ બેઠક પર અલ્પેશ ઠાકોરનું  નામની ચર્ચા જાહેર થતા વિરોધનો વંટોળ સામે આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આયાતી ઉમેદવારોને ગાંધીનગરની આ બેઠક પર સ્વીકારવામાં આવશે નહીં.

આ પણ વાંચો:  ભાજપના દબંગ નેતા તરછોડાયા, કહ્યું - વર્ષોથી પાર્ટી સાથે કામ કર્યું, પણ કદર ના કરી

અલ્પેશ ઠાકોર રાધનપુર છોડીને ગાંધીનગર દક્ષિણથી લડશે તેવી સંભાવનાઓ વચ્ચે ગાંધીનગરમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. અલ્પેશ ઠાકોરને આ બેઠક પરથી જાકારો આપતાં બોર્ડ પણ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત, રસ્તા પર લગાવવામાં આવેલા પોસ્ટર્સમાં અલ્પેશ ઠાકોરને ભાવિ મુખ્યમંત્રી તરીકે ચીતરીને આયાતી ઉમેદવારની અહીંયા કોઈ જરૂર નથી, તેવા લખાણ લખવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમાં લખવામાં આવ્યું છે કે, તમારા માટે રાધનપુર બરાબર છે, અહીંયા આવશો તો લીલાતોરણે ઘેર જવીની તૈયારી રાખજો.

ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક ભાજપમાં ભડકો થયો છે. આજે જેઓએ ગાંધીનગર દક્ષિણથી ઉમેદવારી નોંધાવી છે તેવા ઉમેદવારો સહિત કાર્યકર્તાઓ ગાંધીનગરમાં એસપી ઠાકોર રિસોર્ટમાં આ મુદ્દે એકઠા થયા હતા અને આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરને બદલે કોઇપણ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી, બસ એક ક્લિકમાં

જોકે અહીંયા એકઠા થયેલા લોકોમાં પણ મત મતાંતર જોવા મળ્યા હતા. કેટલાકે કહ્યું હતુ કે, અમે આયાતી ઉમેદવાર કોઇપણ સંજોગોમાં નહી ચલાવી લઈએ, જ્યારે કેટલાકે કહ્યું હતું કે ભાજપના મેન્ડેટ પર જે કોઇપણ આ સીટ પર આવશે અમે તેઓને ચૂંટણી જીતાડવા મહેનત કરીશું. રાધનપુરમાં અલ્પેશના વિરોધને લઇને સલામત સીટ તરીકે અલ્પેશ ઠાકોરને હાઈકમાન્ડે રાધનપુરના બદલે ગાંધીનગર દક્ષિણમાંથી ટિકીટ આપી શકે છે. જેના કારણે હાલ મામલો ગરમાયો છે.  ત્યારે હવે હાઈકમાન્ડ આ મામલે શું ફાઇનલ નિર્ણય કરે છે, તેના પર સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરોની નજર મંડાયેલી છે.
Published by:Samrat Bauddh
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, MLA Alpesh Thakor

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन