Home /News /gandhinagar /વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કર્યો, ગુજરાતની માથાદીઠ આવક અખિલ ભારતીય સરેરાશ કરતાં ઊંચી
વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કર્યો, ગુજરાતની માથાદીઠ આવક અખિલ ભારતીય સરેરાશ કરતાં ઊંચી
ફાઇલ તસવીર
ગુજરાત વિધાનસભામાં આજે 2021-22ના નાણાકીય હિસાબ અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2021-22 દરમિયાન ગુજરાતની માથાદીઠ આવક અખિલ ભારતીય સરેરાશ કરતાં ઉંચી હતી.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે 2021-22ના નાણાકીય હિસાબ અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2021-22 દરમિયાન ગુજરાતની 2,76,588 જેટલી માથાદીઠ આવક રૂપિયા 1,72,913ની અખિલ ભારતીય સરેરાશ કરતાં ઉંચી હતી.
ગુજરાત રાજકોષીય જવાબદારી અધિનિયમ, 2005 હેઠળ નિયત કરવામાં આવેલા બધા જ મુખ્ય નાણાકીય ચલાંકો રાજ્યે વર્ષ દરમિયાન હાંસલ કરૂપિયાયા હતાં. રાજકોષીય ખાધની રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની સામે 1.17 ટકા જેટલી અને જાહેર ઋણની સામે 15.86 જેટલી ટકાવારી ગુજરાત રાજકોષીય જવાબદારી અધિનિયમ, 2005 હેઠળ નિયત કરવામાં આવેલા લક્ષ્યાંકોની અંદર હતી. 2021-22 દરમિયાન રાજ્યની રૂપિયા 3,044 કરોડ જેટલી બાકી બાંહેધરીઓ ગુજરાત રાજ્ય બાંહેધરી અધિનિયમ, 1963 અંતર્ગત નિયત કરવામાં આવેલી 20,000 કરોડની ટોચ મર્યાદા કરતાં ઘણી નીચી હતી. તેમ કેગના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.
બજારની લોનોની પરત ચૂકવણી માટે લચકતા પૂરી પાડવા માટે એકત્રિત ડૂબત ભંડોળ અને આકસ્મિક જવાબદારીઓ પૂરી કરવા માટે લચકતા પૂરી પાડવા માટે બાંહેધરી વિમોચન ભંડોળની સ્થાપના કરીને વધુ સારા નાણાકીય વ્યવસ્થાપન માટે રાજ્ય પહેલ કરી છે. રાજ્ય સરકારે તેના મહેસૂલી આવક-રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનનો ગુણોત્તર (8.58 ટકા) જે પાછલા વર્ષ દરમિયાન હાંસલ કરેલા 7.74 ટકા કરતાં ઉંચો હતો.
રાજ્યે મહેસૂલી ખાધ નાબૂદ કરવાનો લક્ષ્યાંક 2011-12થી 2019-20માં હાંસલ કર્યો હતો. 2020-21 દરમિયાન રૂપિયા 22,548 કરોડ જેટલી મહેસૂલી ખાધ 2021-22માં રૂપિયા 6,409 કરોડ જેટલી મહેસૂલી પુરાંતમાં ફેરવાઈ ગઈ હતી. 2021-22ના અંતે રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની ટકાવારી રૂપિયાપે રાજકોષીય ખાધ 1.17 ટકા જેટલી રહી હતી, જે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજકોષીય જવાબદારી અધિનિયમમાં નિયત કરવામાં આવેલા ત્રણ ટકાની મર્યાદાની અંદર હતી. રાજકોષીય એકત્રીકરણના રોડમેપમાં, મધ્યમ ગાળાના નીતિવિષયક નિવેદનમાં નિયત કરવામાં આવેલા રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની સામે જાહેર ઋણના 17.40 ટકાના લક્ષ્યાંક સામે રાજ્ય સરકાર 2021-22 દરમિયાન 15.86 ટકા જેટલી ટકાવારી જાળવી શકી હતી.
રાજયમાં ખાધના વલણો
2021-22 દરમિયાન રાજકોષીય ખાધ 2020-21માં 7,40,438 કરોડ હતી તે રૂપિયા 17,746 કરોડ (43.88 ટકા) જેટલી ઘટીને 2021-22માં 22,692 કરોડ થઈ હતી. 2021-22 દરમિયાન પ્રાથમિક ખાધ 2020-21માં 7,16,235 કરોડ હતી તે રૂપિયા 18,730 કરોડ જેટલી વધીને 2021-22માં 7 2,495 કરોડની પ્રાથમિક પુરાંત થઇ હતી. રાજ્ય સરકારે અંશદાયી પેન્શન યોજના સિવાયની અને વળતર વનીકરણની થાપણો પર વ્યાજની 745 કરોડની જવાબદારીઓ પૂરૂપિયાણ કરી ન હતી અને એકત્રિત ડૂબત નિધિમાં રૂપિયા 10,531 કરોડનો રાજ્ય સરકારનો ફાળો અને 7 363 કરોડની શ્રમ સેસની બિન-તબદીલી ઓછી નોંધાવી હતી અને રાષ્ટ્રીય પેન્શન યોજનામાં સરકારના ફાળામાં રૂપિયા 7 કરોડની ઘટ હતી. આના પરિણામે મહેસૂલી પુરાંત રૂપિયા 10,921 કરોડ જેટલી વધારે દર્શાવાઇ હતી અને રાજકોષીય ખાધ રૂપિયા 10,947 કરોડ જેટલી ઓછી દર્શાવાઇ હતી.
બિન-કર આવકમાં પાછલા વર્ષ કરતાં 3,526 કરોડ (33.60 ટકા) જેટલો વધારો
2021-22 દરમિયાન મહેસૂલી આવકના 67 ટકા રાજ્યના પોતાના સંસાધનોમાંથી મળ્યા હતા. 2021-22માં રાજ્યની પોતાની કર આવક પાછલા વર્ષ કરતાં 7,27,412 કરોડ (39.01 ટકા) જેટલી વધી હતી અને બિન-કર આવકમાં પાછલા વર્ષ કરતાં 3,526 કરોડ (33.60 ટકા) જેટલો વધારો થયો હતો. 2021-22માં પોતાની કર આવક અને બિન-કર આવક બન્ને અંદાજપત્રીય અંદાજો કરતાં નીચી હતી. માલ અને સેવા કર અધિનિયમ, 2017ના અમલીકરણથી થનાર આવકના નુકસાન પેટે રાજ્ય સરકાર 2021-22 દરમિયાન 7 20,033 કરોડનું માલ અને સેવા કરનું વળતર મેળવવા માટે હકદાર હતી.
કેન્દ્રીય કરવેરા અને જકાતમાં હિસ્સો અને સહાયક અનુદાનોમાં ઘટાડો
પાછલા વર્ષ કરતાં 53.85 ટકાનો વધારો નોંધાવીને 2021-22માં રાજ્યનો કેન્દ્રીય કરવેરામાં હિસ્સો રૂપિયા 31,106 કરોડ જેટલો રહ્યો હતો. 2021-22માં ભારત સરકાર તરફથી સહાયક અનુદાનોમાં પાછલા વર્ષની સામે રૂપિયા 3,150 કરોડ (11.59 ટકા) જેટલો ઘટાડો થયો હતો. 2021-22 દરમિયાન, રાજ્યની મહેસૂલી આવકના 33 ટકા ભારત સરકાર તરફથી કેન્દ્રીય કરવેરામાં રાજ્યનો હિસ્સો અને સહાયક અનુદાન રૂપિયાપે મળ્યા હતાં.
મહેસૂલી ખર્ચમાં 6.45 ટકાનો વધારો
મહેસૂલી ખર્ચ 2017-18માં રૂપિયા 1,18,060 કરોડ હતો તે સતત વધીને પાછળના વર્ષ કરતાં 9,717 કરોડના (6.45 ટકા) વધારા સાથે 2021-22માં રૂપિયા 1,60,421 કરોડ થયો હતો. 2021-22 દરમિયાન રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની ટકાવારી રૂપિયા મહેસૂલી ખર્ચ 2017-22ના સમયગાળા દરમિયાન સૌથી નીચો 8.25 ટકા જેટલો રહ્યો હતો. કુલ ખર્ચમાં મહેસૂલી ખર્ચનો હિસ્સો 2017-18માં 81.42 ટકા હતો તે વધીને 2021-22માં 84.58 ટકા થયો હતો.
મૂડી ખર્ચમાં 3.29 ટકાનો ઘટાડો
મૂડી ખર્ચ 2017-18માં 7 26,313 કરોડ હતો તે વધીને 2021-22માં 7 28,185 કરોડ થયો હતો. કુલ ખર્ચમાં મૂડી ખર્ચનો હિસ્સો 2017-18માં 18.15 ટકા હતો તે ઘટીને 2021-22માં 14.86 ટકા થયો હતો. 31 માર્ચ 2022ની સ્થિતિએ, રાજ્ય સરકારે વૈધાનિક નિગમો, સરકારી કંપનીઓ, ગ્રામીણ બેંકો, જોઇન્ટ સ્ટોક કંપનીઓ, સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓમાં રૂપિયા 1,16,485 કરોડનું રોકાણ કર્યુ હતું. આ કંપનીઓ/નિગમો/સંસ્થાઓમાં કરવામાં આવેલા રોકાણો પરનું 2021-22 દરમિયાન મળેલું વળતર 0.12 ટકા હતું જ્યારે સરકારે એ જ સમયગાળા દરમિયાન તેના ઋણ પર 7.12 ટકા જેટલું સરેરાશ વ્યાજ ચૂકવ્યું હતું.
રાજ્યની બાકી જવાબદારીઓમાં 6.40 ટકાની વૃદ્ધિ
રાજ્યની કુલ બાકી જવાબદારીઓ 2017-18માં રુ. 2,56,366 કરોડ હતી તે વધીને 2021-22માં રૂપિયા 3,80,802 કરોડ થઇ હતી. 2021-22માં બાકી જવાબદારીઓમાં પાછલા વર્ષ કરતાં 6.40 ટકા જેટલી વૃદ્ધિ થઇ હતી. તેમાં આંતરિક ઋણ 2,99,806 કરોડ (78.73 ટકા), જાહેર હિસાબની જવાબદારીઓ 7 50,240 કરોડ (13.19 ટકા) અને ભારત સરકાર તરફથી 7 30,756 કરોડની (8.08 ટકા) લોન અને પેશગીઓ સામેલ હતી. રાજ્યના એકંદર ઘરેલું ઉત્પાદનની સામે કુલ બાકી જવાબદારીઓની ટકાવારી 19.29 ટકાથી (2017-18) ઘટીને 18.44 ટકા (2021-22) થઇ હતી. ઋણના વિમોચન (મુદ્દલ અને વ્યાજની ચૂકવણી) બાદ 2021-22 દરમિયાન ચાલુ કામગીરીઓ માટે ઉછીના લીધેલા ભંડોળની ચોખ્ખી ઉપલબ્ધતા રૂપિયા 22,910 કરોડ હતી.
હિસાબોની ગુણવત્તા અને નાણાકીય અહેવાલની પદ્ધતિઓ
માર્ચ 2022ની સ્થિતિએ 31 માર્ચ 2021 સુધી વિતરણ કરવામાં આવેલા અનુદાનોની બાબતમાં એકંદરે રૂપિયા 10,309 કરોડના 4,563 વપરાશી પ્રમાણપત્રો બાકી હતાં. જે ચોક્કસ હેતુઓ માટે આપવામાં આવેલા અનુદાનોના ઉપયોગ પર વિભાગો દ્વારા યોગ્ય દેખરેખનો અભાવ દર્શાવે છે. માર્ચ 2022ની સ્થિતિએ જુદા જુદા વિભાગો દ્વારા ઉચ્ચ આકસ્મિક બિલો પર ઉપાડવામાં આવેલી રૂપિયા 273 કરોડની રકમના 3,167 વિગતવાર આકસ્મિક બિલો રજૂ કરવાના બાકી હતાં. વપરાશી પ્રમાણપત્રો અને વિગતવાર આકસ્મિક બિલો લાંબા સમય માટે બાકી રહે તેમાં છેતરપિંડી અને ઉચાપતનું જોખમ રહેલું છે. 31 માર્ચ 2022ની સ્થિતિએ જીલ્લા તિજોરીઓમાં 990 કરોડની બંધ સિલક સાથેના 471 વ્યક્તિગત થાપણ ખાતા ચાલુ હતાં.
2021-22 દરમિયાન રાજ્યના કુલ ખર્ચના 6.02 ટકા જેટલો એકંદરે 7 12,882 કરોડનો ખર્ચ ગૌણ સદર ‘800-અન્ય ખર્ચ’ હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. એ જ રીતે, કુલ આવકના 1.99 ટકા જેટલી એકંદરે 4,261 કરોડની રાજ્યની મહેસૂલી આવકનું વર્ગીકરણ સર્વગ્રાહી ગૌણ સદર ‘800- અન્ય આવક’ હેઠળ કરવામાં આવ્યું હતું. ખર્ચ અને આવકની મોટી રકમો સર્વગ્રાહી ગૌણ સદર-800 હેઠળ નોંધવાથી નાણાકીય અહેવાલની પારદર્શિતાને અસર થાય છે અને વિતરણની પ્રાથમિક્તાઓના વિશ્લેષણને અને ખર્ચની ગુણવત્તાને અસ્પષ્ટ બનાવે છે.
રાજ્યના જાહેર ક્ષેત્રનું એકંદર ઘરેલું ઉત્પાદનના 8.35 ટકા જેટલું
31 માર્ચ 2022ના રોજ 100 જાહેર ઉપક્રમો જેમાં 64 સરકારી કંપનીઓ (12 નિષ્ક્રિય કંપનીઓ સહિત), ચાર વૈધાનિક નિગમો અને 32 સરકાર નિયંત્રિત અન્ય કંપનીઓ હતી. 2021-22 દરમિયાન, સરકારી કંપનીઓ અને વૈધાનિક નિગમોએ 1,62,392.00 કરોડનું વાર્ષિક ટર્નઓવર નોંધાવ્યું હતું, જે ગુજરાતના રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનના 8.35 ટકા જેટલું હતું.
31 માર્ચ 2022ના અંતે રુ.1,39,756.58 કરોડના કુલ મૂડીરોકાણની સામે આ જાહેર ઉપક્રમોમાં શેરમૂડી અને લાંબી મુદતની લોનમાં રાજ્ય સરકારનું મૂડીરોકાણ રૂપિયા 1,04,709.07 કરોડ હતું. 67 સરકારી કંપનીઓ પૈકી, 43 જાહેર ઉપક્રમોએ કરવેરા બાદનો નફો (રુ 4,211.26 કરોડ) રળ્યો હતો, જ્યારે 16 જાહેર ઉપક્રમોએ નુકસાન (રુ. 1,487.59 કરોડ) કર્યુ હતું અને આઠ જાહેર ઉપક્રમોએ નફો કે નુકસાન કર્યું ન હતું. 31 માર્ચ 2022ના રોજ, 22 જાહેર ઉપક્રમોનુ સંચિત નુકસાન રૂપિયા 29,312.55 કરોડ હતું. 32 સરકાર નિયંત્રિત અન્ય કંપનીઓ પૈકી 18 જાહેર ઉપક્રમોએ રૂપિયા 2,845.33 કરોડનો નફો કર્યો હતો અને 14 જાહેર ઉપક્રમોએ 7 264.04 કરોડનું નુકસાન કર્યુ હતું.વધુમાં, ત્રણ વૈધાનિક નિગમો સહિત 55 જાહેર ઉપક્રમોના 157 પાછલા નાણાકીય પત્રકો બાકી હતા.