Home /News /gandhinagar /Gujarat Assembly: આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, જાણો કયા-કયા વિધેયક લાવશે

Gujarat Assembly: આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, જાણો કયા-કયા વિધેયક લાવશે

ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર

Gujarat Assembly: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ શુક્રવારે બજેટ રજૂ કરશે. આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે કે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગરઃ આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ શુક્રવારે બજેટ રજૂ કરશે. આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે કે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

કોંગ્રેસના સભ્યોને ચર્ચાનો સમય ઓછો મળશે


ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો સાથે જંગી બહુમતી ચૂંટાઈ આવ્યા બાદ હવે પ્રોટોકોલ અનુસાર કોંગ્રેસના ધારાસભ્યોને ચર્ચાનો સમય ખૂબ ઓછો મળશે. પરિણામે વિધાનસભાની કામગીરી એકતરફી એટલે કે વિરોધવાળી રહેવાની સંભાવના છે. આગામી બજેટ સત્ર સંપૂર્ણપણે નીરસ રહે તેવા અત્યારથી એંધાણ મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ 'સાહેબ, રાત્રે આ સાપ મને કરડ્યો છે, મારી સારવાર કરો'

નાણામંત્રી 24મીએ બજેટની રજૂઆત કરશે


વિધાનસભાના સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું ઉદ્બોધન, દિવંગતોને શ્રદ્ધાંજલિ, અનુમતિ મળેલા પ્રથમ બિલ કે જે પેપર લીક મુદ્દે છે તેની ગૃહમાં રજૂઆત કરવામાં આવશે. કામકાજ સમિતિ દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. 24મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. ગત વર્ષની સરખામણીએ બજેટનું કદ 20 ટકા વધુ હોવાની સંભાવના છે. ગુજરાતનું બજેટ અત્યાર સુધીના બજેટમાં સૌથી મોટા કદનું બજેટ હોવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ મામાના દીકરાએ પિતરાઈ બહેનો સાથે દુષ્કર્મ આચર્યું

અનેક વિધેક લાવવામાં આવશે


આ સત્ર દરમિયાન ગુજરાત સરકાર સરકારી પરીક્ષાઓ માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો સુધારા વિધેયક, સ્ટેમ્પ ડ્યુટી નોંધણીથી દરમાં સુધારા કરતું વિધેયક, મેડિકલ યુનિવર્સિટી સહિતના બિલ ગૃહમાં લાવશે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિપક્ષના પદને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે તો કોંગ્રેસ પક્ષ બેરોજગારી, ખાદ્ય તેલના વધતા ભાવ, મોંઘવારી, નર્મદા કેનાલના બાંધકામમાં ભ્રષ્ટાચાર ખેડૂતોના પ્રશ્નો, વિવિધ મુદ્દાઓને લઈને આક્રમક વલણ અપનાવશે.


બજેટ સત્રની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ પક્ષની એક બેઠકનું આયોજન કર્યું છે. સચિવાલય સાથે સંકળાયેલા સૂત્રોની વાત માનીએ તો રાજ્ય સરકાર વર્ષ 2023-24ના બજેટને આગામી 25 વર્ષના વિકાસનો રોડ મેપ તૈયાર કરવાની દિશામાં રજૂ કરશે. બજેટમાં સૌથી વધારે ફોક્સ રોજગારી, કૃષિ અને પીવા અને સિચાઇનું પાણી પહોંચાડવા પર રહેશે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Budget Session, Gujarat Assembly, Gujarat Assembly House, Gujarat Budget 2023