Home /News /gandhinagar /ગુજરાતનાં ધારાસભ્યોને 1.30 લાખથી વધુ મળશે પગાર, 37 રૂ.ના ભાડામાં મળશે આલિશાન ઘર

ગુજરાતનાં ધારાસભ્યોને 1.30 લાખથી વધુ મળશે પગાર, 37 રૂ.ના ભાડામાં મળશે આલિશાન ઘર

ધારાસભ્યોને પગાર સાથે અનેક લાભો મળે છે.

Gujarat Assembly: આજે નવા ચૂંટાયેલા 182 ધારાસભ્યો લેશે શપથ. ત્યારે તેમને મળતા પગાર અને લાભ અંગે વાત કરીએ.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: આજે 182 ધારાસભ્યોની શપથવિધિ યોજાવવાની છે. તો તેઓ આજથી જ મહિને 1.37 લાખનો પગાર મળશે. આ સાથે તેમને આજથી જ મફત બસ મુસાફરી જેવી અનેક સુવિધાઓનો પણ લાભ મળશે. આ ઉપરાંત અનેક ફ્રી સુવિધાનો લાઊ મેળવીને સામાન્ય જનતાનાં પ્રશ્નોનો ઉકેલ પણ લાવશે. આટલું જ નહીં, તેમને મહિને માત્ર 37 રૂપિયાના ભાડામાં એક ડ્રોઇંગરૂમ, બે બેડરૂમ, મફત બસ મુસાફરી, તબીબી સારવાર સાથે અન્ય અનેક સુવિધાનાં પણ લાભ મળશે.

તો આજે અમે તમને જણાવીએ કે, ધારાસભ્યોને કઇ કઇ મહત્ત્વની સુવિધાઓ મળશે.



  • ગાંધીનગરમાં ક્વાર્ટર્સની સુવિધા મળે છે. જેમાં રોજનું ભાડું માત્ર.1.25 રુપિયા

  • ધારાસભ્યોને મકાનમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રિજ, ટીવી સહિતની સુવિધા આપવામાં આવે છે. જેમાનિયમિત સફાઈ અને અટેન્ડન્ટની પણ સુવિધા મળશે.

  • સુવિધાઆગામી 5 વર્ષ સુધી મહિને રૂ.78800ની બેઝિક સેલેરીસરેરાશ રૂપિયા 26000 જેટલું મોંઘવારી ભથ્થું

  • ટેલિફોન-પેટ્રોલ બિલ સહિત સરેરાશ રૂ.1.16 લાખનો પગાર

  • ધારાસભ્યોના ક્વાર્ટર્સમાં આવેલી કેન્ટિનમાં રૂ.85માં ફુલ ડીશની સુવિધામકાનનું લાઈટબિલ પણ સરકાર ભરે છે.

  • ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને તેમનાં પરિવાર માટે હોસ્પિટલોમાં ફ્રી સારવારની સુવિધા


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાના તમામ 182 ધારાસભ્યો શપથગ્રહણ

ધારાસભ્યોનો પગાર


બેઝિક પગાર78,800
મૂળ પગાર પર 34 ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થું26792
ટેલિફોન બિલ7000
ટપાલ અને લેખન સામગ્રી5000
અંગત મદદનીશ ભથ્થું20,000
કુલ પગાર1,37,592   રૂપિયા





ગુજરાત બાદ દેશની વાત કરીએ તો, સૌથી વધુ પગાર કયા રાજ્યમાં છે. તો ધારાસભ્યોનો સૌથી વધુ પગાર તેલંગાણામાં છે. ધારાસભ્યોને મહિને આશરે 2.50 લાખ રૂપિયા પગાર છે.  બીજા નંબરે ઉત્તરાખંડ આવે છે.



અહીંયા ધારાસભ્યોને મહિને 1,98,000 રૂપિયા મળે છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં 2 લાખ 91 હજાર, ઝારખંડમાં 2 લાખ 25 હજાર, મહારાષ્ટ્રમાં 2 લાખ 13 હજાર, હરિયાણામાં 1 લાખ 65 હજાર, દિલ્હીમાં 1 લાખ 34 હજાર, રાજસ્થાનમાં 1 લાખ 30 હજાર પગાર આપવામાં આવે છે.
First published:

Tags: Gujarat Assembly, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત વિધાનસભા, ધારાસભ્ય

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો