Home /News /gandhinagar /ઇમ્પેક્ટ ફીના કાયદા અંગે વિસ્તૃત માહિતી: એનો લાભ કયા સંજોગોમાં મળશે અને ક્યારે નહીં મળે

ઇમ્પેક્ટ ફીના કાયદા અંગે વિસ્તૃત માહિતી: એનો લાભ કયા સંજોગોમાં મળશે અને ક્યારે નહીં મળે

Gujarat Legislative Assembly: 15મી વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી બિલ સર્વાનું મતે પસાર કરવામાં આવ્યું છે.

Gujarat Legislative Assembly: 15મી વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી બિલ સર્વાનું મતે પસાર કરવામાં આવ્યું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: 15મી વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી બિલ સર્વાનું મતે પસાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કોર્પોરેશન વિસ્તારોમાં 42% અને નગરપાલિકા વિસ્તારમાં 82% જેટલી બિલ્ડીંગો અનઅધિકૃત હોવાનો સત્તાવાર આંકડો કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જાહેર કર્યો હતો. તો આજે આ ઈમ્પેક્ટ ફી અંગે વિસ્તૃત માહિતી મેળવીએ.

ગુજરાતમાં શહેરી વિસ્તારમાં સ્થળાંતર વધવાને કારણે મિલકતોની માંગમાં પણ વધારો થયો છે. રાજ્યમાં ઝડપી શહેરીકરણને કારણે રહેણાંક વિસ્તારમાં મકાનની માંગના આધારે ગેરકાયદેસર બાંધકામનું પ્રમાણ પણ વધ્યું છે. ગેરકાયદેસર બનેલી સોસાયટી, ફ્લેટ સહિતની મિલકતોમાં સામાન્ય જનતાએ પોતાની જિંદગીભરની મૂડી ખર્ચીને મકાન ખરીદ્યું છે પરંતુ ગેરકાયદેસર બાંધકામને લીધે લોકો વર્ષોથી ચિંતામાં હતા. રાજ્ય સરકારે લોકોની આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને આ અધિનિયમ લાવવા નક્કી કર્યું.

આ અગાઉ ગુજરાત સરકારે વર્ષ 2001 અને વર્ષ 2011 માં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક લાવ્યા હતા. પરંતુ મોટી સંખ્યામાં મકાન નિયમિત થઈ શક્યા નહોતા અને હજુ પણ લાખોની સંખ્યામાં મકાનો બી.યુ. પરમીશન વગરના છે. કેટલાક મકાન માલિક અગાઉના અધિનિયમ હેઠળ અરજી કરી શક્યા નહોતા. રાજ્ય સરકારના સર્વેમાં અરજી ન કરી શકનારા લોકોની સંખ્યા મોટી હતી. આવા મોટા પ્રમાણમાં મકાન તોડવા પડે તેવી સ્થિતી હોવાના તેમજ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હતો. મોટી સંખ્યામાં લોકો બેઘર બનશે અને આજીવિકાનું સાધન ગુમાવે તેવી ભીતિ હોવાના કારણે સમાજના આર્થિક અને સામાજિક માળખા ને નુકસાન ન પહોંચે તે માટે આ વિધેયક લાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો .

નિયમબદ્ધ શુ નહી થઈ શકે?


જે કિસ્સામાં મળવા પાત્ર એફએસઆઈ 1.0 થી ઓછી હશે તેવી મિલકતો
રહેણાંક ઉપયોગ સિવાયના વાણિજ્ય શૈક્ષણિક આરોગ્ય ઔદ્યોગિક વગેરે બાંધકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર એફએસઆઈ કરતા 50 ટકા વધારે એફએસઆઈ થતી હોય તેવા પ્લોટની બહાર નીકળતા પ્રોજેક્શન
પાણી પુરવઠા ગટર વ્યવસ્થા પાણીના નિકાલ ઇલેક્ટ્રીક લાઈન ગેસ લાઇન અનેક જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામને પણ પરવાનગી આપવામાં નહીં આવે ફાયર સેફટીના કાયદા મુજબ સુસંગત ન હોય તો ચેનલ સ્ટેબિલિટીની જરૂરિયાત જડવાથી ન હોય તેના કાયદા હેઠળ ઠરાવેલ બિનઅધિકૃત બાંધકામ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ લિસ્ટમેંટ કાયદા મુજબ સુસંગત ન હોય તેવા બાંધકામોને પણ મંજૂરી આપવામાં નહીં આવે.

અરજી કોણ કરી શકશે ?


-અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા માટે આ અધિનિયમ લાગુ થયાના 4 મહિનાની મુદતની અંદર અરજી કરવાની રહેશે.
- એક કરતાં વધુ માલિક અથવા કબજો ધરાવનાર કિસ્સામાં તમામ માલિક અથવા કબજો ધરાવનાર વ્યક્તિએ સંયુક્ત રીતે અરજી કરવાની રહેશે.
- એક કરતાં વધુ માલિકી ધરાવતા કિસ્સામાં સત્તા અધિકારી યોગ્ય લાગે તેની તપાસ કર્યા બાદ ખાતરી આપે ત્યારબાદ જ અરજદારોની અરજી કરવા પરવાનગી આપી શકાશે.

આપણ વાંચો: વિધાનસભાની પહેલા દિવસની હાઇલાઇટ્સ

બિનઅનિધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે કેટલી ફી ચૂકવવી પડશે?


-50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે.
-50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે.
-100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
-200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે.
-300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર

સમય મર્યાદા કેટલી રહેશે


અરજી કરવા માટે 17-10-2022થી ચાર માસના સમયમર્યાદામાં
બાંધકામ નિયમિત કરવા માટે ભરવાની થતી ફી અંગેનો હુકમ કરવા છ માસ અરજીની તારીખ થી ફી ભરવા માટે બેમાં જાણ થઈ ત્યારે
એપલેટ ઓફિસર સમક્ષ અપીલ કરવા ૬૦ દિવસ વધારાના
500 મીટરના અંતરમાં પાર્કિંગ માટે ત્રણ માસ હુકમના તારીખથી
અરજી ચકાસણી કરવાની સત્તા

- મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર- નગરપાલિકા ચીફ ઓફિસર- સરકાર દ્વારા નિમાયેલા ખાસ અધિકારી

નિયમિત નહિ થઈ શકે તેવી મિલકત


- સરકારી સ્થાનિક સત્તા મંડળ અથવા વૈધાનિક મંડળની માલિકીની જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ- કોઈ પણ ચોક્કસ હેતુ માટે સરકાર સ્થાનિક સત્તા મંડળ અથવા વૈધાનિક મંડળે સંપાદિત કરેલી કે ફાળવેલી જમીન પર થયેલા બાંધકામ

- વિકાસ યોજના અથવા નગર રચના યોજના માં દર્શાવેલા પ્રસ્તાવો ની જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ- વિકાસ યોજના અથવા નગર યોજના હેઠળ અનામત રાખેલી (કપાત) જમીન પર થયેલ ગેરકાયદેસર બાંધકામ- જળાશયો, જળમાર્ગ, તળાવના પટ્ટ નદીના પટ્ટ અને કુદરતી વહેણ હોય તેવા સ્થળો પર થયેલ ગેરકાયદેસર બાંધકામ- જોખમી ઔદ્યોગિક વિકાસ માટે ફાળવવામાં આવેલ જમીન પર થયેલ


ગેરકાયદેસર- શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા રમત-ગમતના મેદાન પર થયેલા બાંધકામ નિયમિત થશે નહિ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly, ગાંધીનગર, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો