Home /News /gandhinagar /

SSC 10th Result 2022: ધોરણ 10નું પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64%, પાટણનું સૌથી ઓછું 54.29%

SSC 10th Result 2022: ધોરણ 10નું પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64%, પાટણનું સૌથી ઓછું 54.29%

10નું પરિણામ જાહેર (Shutterstock તસવીર)

SSC 10th Result 2022: ઘર બેઠા પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ પર જઈને પોતાનો બેઠક નંબર દાખલ કરવાનો રહેશે. જોકે, માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ હજુ થોડી રાહ જોવી પડશે.

    ગાંધીનગર: ધોરણ-10ની પરીક્ષા (GSEB Result 10th Exam) આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) તરફથી ધોરણ-10નું પરિણામ (10th result declare) જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકે છે. એક અંદાજ પ્રમાણે નવ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. ઘર બેઠા પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ પર જઈને પોતાનો બેઠક નંબર દાખલ કરવાનો રહેશે. જોકે, માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ હજુ થોડી રાહ જોવી પડશે. બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે કુલ 7,72,771  વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 5,03,726 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે કુલ સરેરાશ પરિણામ 65.18% ટકા આવ્યું છે.

    આ રીતે જાણો તમારું પરિણામ:


    સ્ટેપ 1: પરિણામ જોવા માટે gseb.org પર જાઓ.

    સ્ટેપ 2: GSEB વેબસાઈટ પર SSC Result 2022 લિંક પર ક્લિક કરો.

    સ્ટેપ 3: સાત આંકડાનો સિટ નંબર દાખલ કરો.

    સ્ટેપ 4: GO બટન પર ક્લિક કરો.

    સ્ટેપ 5: હવે તમને પરિણામ જોવા મળશે.

    પરિણામ પર એક નજર:





















































    કુલ પરિણામ65.18%
    કુલ કેન્દ્રો958
    પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
    કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
    સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
    સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
    સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
    સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
    100 ટકા પરિણામ ધરાવતી શાળા294
    30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
    કુમારોનું પરિણામ59.92%
    કન્યાઓનું પરિણામ71.66%


    958 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી પરીક્ષા


    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ વર્ષે પરીક્ષાર્થીઓના પરીક્ષાના પ્રવેશપત્ર (HALL TICKET) ઓનલાઇન મૂકવામાં આવ્યા હતા. હતા.

    આ પરીક્ષામાં કુલ 7,81,702 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,40,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 1,33.520 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 30.75 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17,944 પરીક્ષાર્થીઓ પૈકી 15,007 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 2,557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 17.04 ટકા આવ્યું છે.



    ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ કેવું રહ્યું હતુ?

    બોર્ડ તરફથી ચોથી જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 86.91 ટકા જાહેર થયું હતું. જેમાં સુબીર, છાપી, અલારસ કેન્દ્રનું પરિણામ 100 ટકા આવ્યું હતુ. જ્યારે ડભોઈ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 56.43 ટકા આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો ડાંગ રહ્યો છે. ડાંગ જિલ્લાનું પરિણામ 95.41% રહ્યું હતુ. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા રહ્યો હતો. વડોદરાનું પરિણામ 76.49% રહ્યું હતુ. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1064 નોંધાઈ હતી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા


    આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. બોર્ડની વેબસાઇટ પર બંને નેતાઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે, "ધોરણ 10નું પરિણામ જાહેર થવાના અવસરે તમામ વિદ્યાર્થીઓને હ્રદયપૂર્વક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: 10TH RESULT, Board Result, Examination, GSEB

    આગામી સમાચાર