Home /News /gandhinagar /એ, બી, સીની સાથે ક, ખ, ગ પણ શીખવા જ પડશે, રાજ્ય સરકાર લાવશે કડક કાયદો

એ, બી, સીની સાથે ક, ખ, ગ પણ શીખવા જ પડશે, રાજ્ય સરકાર લાવશે કડક કાયદો

Gujarat budget: જો ગુજરાતી વિષય નહિ ભણાવવામાં આવે તો કરવામાં આવશે સજા.

Gujarat budget: જો ગુજરાતી વિષય નહિ ભણાવવામાં આવે તો કરવામાં આવશે સજા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતી ભાષાનું પ્રાધાન્ય રહે તે માટે હવે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતી ભાષાનો અભ્યાસક્રમ દાખલ કરવા માટેનો કાયદો બનાવવા જઈ રહ્યું છે. ગુજરાત સરકારે ગુજરાતી ભાષા ગુજરાતના વિદ્યાર્થીઓ ભણે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત ગુજરાતી ભાષા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓ સીબીએસસી બોર્ડની શાળાઓ અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓ દ્વારા આ નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવતું હતું. જે મામલે રાજ્ય સરકાર સામે ગુજરાત હાઇકોર્ટે પર લાલ આંખ કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર ગુજરાતી ભાષા માટે હવે કાયદો બનાવવા જઈ રહી છે.

આ કાયદા પ્રમાણે ધોરણ એકથી આઠમાં તમામ શૈક્ષણિક બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસસી શિક્ષણ બોર્ડ અને ઇન્ટરનેશનલ શિક્ષણ બોર્ડની શાળાઓએ પણ ફરજિયાત પણે વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ આપવાનો રહેશે. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શાળાને પ્રથમ વર્ષે દંડ કરવામાં આવશે તો બીજા વર્ષે એ નિયમનો ઉલ્લેખન કરવામાં આવશે તો બીજી વખત દંડ કરવામાં આવશે અને જો ત્રીજા વર્ષે નિયમનું ઉલંઘન થશે તો શાળાની વાર્ષિક આવકમાંથી ટકાવારી પ્રમાણે દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભાજપ પ્રભારીનો મેયરને ઠપકો



રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આ કાયદો લાવવા જઈ રહેલી છે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં વિધાનસભાના બજેટ સત્ર માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા બજેટ સત્રના બિઝનેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.



વિધાનસભાનું બજેટ સત્ર 25 દિવસ ચાલશે જેમાં જુદી જુદી 27 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિધાનસભા બજેટ સત્રમાં મહત્વના ત્રણ બિલ પસાર કરવામાં આવશે જેમાં પેપર લીક રોકવા માટેનું બિલ છે તો ઇમ્પેક્ટ ફી સુધારા અંગેનું બિલ છે સાથે જ ગુજરાતી ભાષા ફરજિયાત કરવા માટેનું બિલ છે. ગુજરાતી ભાષા ફરજિયાત કરવા માટેનું બિલએ 28 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજુ કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Budget 2023, Gujarat Education, ગાંધીનગર, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો