Home /News /gandhinagar /Junior Clerk Exam: જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર, ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડ્યું

Junior Clerk Exam: જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર, ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડ્યું

ફાઇલ તસવીર

જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે નોટિફિકેશન બહાર પાડી જાહેરાત કરી છે. આગામી 9 એપ્રિલના દિવસે આ પરીક્ષા યોજવામાં આવશે.

ગાંધીનગરઃ જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે નોટિફિકેશન બહાર પાડી જાહેરાત કરી છે. આગામી 9 એપ્રિલના દિવસે આ પરીક્ષા યોજવામાં આવશે.

પેપર લીક થવાથી પરીક્ષા મોકૂફ રાખી હતી


ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા આજે સવારે 11 કલાકે યોજવવાની હતી. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પેપર લીક થવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. પોલીસને યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. જે બાદ પુછપરછ બાદ પોલીસે યુવકની ધરપકડ લીધી છે. 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.

આ પણ વાંચોઃ જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ, 9.53 લાખ ઉમેદવાર નોંધાયા હતા

9 લાખથી વધુ લોકો આપવાનાં હતા પરીક્ષા


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે રાજ્યના તમામ જિલ્લાઓમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવવાની હતી. 1181 જગ્યા માટે જાહેર કરેલી ભરતી માટે 9.53 લાખ ઉમેદવાર રજિસ્ટર્ડ થયા હતા. 7.65 લાખ ઉમેદવારે શનિવાર સુધીમાં કોલલેટર ડાઉનલોડ કર્યા હતા. પહેલી વાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારો પરીક્ષા કેમ્પસમાં પણ મોબાઇલ ફોન કે બેગ સાથે લઈ જઈ શકશે નહીં.


ચૂંટણી બાદની પહેલી પરીક્ષા હતી


વિધાનસભા ચૂંટણી બાદ 29 જાન્યુઆરીએ એટલે રવિવારે રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષા યોજાવવાની હતી. પંચાયત સેવા પસંદગી મંડળની વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની હતી. જે માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવી હતી. 200થી વધારે ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ કાર્યરત હતા. આ પરીક્ષામાં તમામ ક્લાસરૂમ સીસીટીવીથી સજ્જ કરાયા હતા. ઉમેદવારોને પેન, આઈકાર્ડ અને કોલ લેટર સિવાય કંઈપણ લઇ જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
First published:

Tags: Government job, GPSSB

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો